Book Title: Parichaya thodo pan Chap Ghani Undi Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ પરિચય થડે પણ છાપ ઘણી ઊંડી [૧૫] ૧૯૨૨ની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં ક્યારેક કલાપીએ વાસ કરે એ એતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલે. મારું મુખ્ય કામ તે તત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણે કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લેકગીત લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મેંઘી. એને એટલાં બધાં લેકગીતે યાદ કે બૂટ્યાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બહેનોને ગવડાવતી જાય. એ પિતે પણ સુકંઠી. એનાં લોકગીત હું તે જ્યારે સાવ નવરે પડે ત્યારે જ ઇચ્છાપૂર્વક સાંભળે, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લેકગીતો ઉતારી લે. ક્યારેક ક્યારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતમાં બહેનોને ગરબા લેવા બોલાવે. મેંદી સૌમાં મેવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત કરે તેમ તેમ એને કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલત અને ઊધડતો જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીયે નોટો ભરી. એક દિવસે મેં કહ્યું? “આટલી બધી નેટનું શું કરશે? કેણુ વાંચશે ? અને આ તો બધાં ગીત ગામડિયાં છે. તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે “ઝવેરચંદ મેઘાણી પાસે લેકગીતોને ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તે મારી નેટોની કદર શી થવાની છે? છતાં હશે તો કામ આવશે.” ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડયું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તે વવાયું જ. સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતે પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણી નામ સાર્થક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6