Book Title: Parichaya thodo pan Chap Ghani Undi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૧૪] દર્શન અને ચિંતન કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણુનાં પુસ્તકે સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી જ સંતોષાઈ પણ મેઘાણીને પરિચય થવાના પ્રસંગે મુંબઈમાં જ આવતા ગયા. ૧૯૪૧ ના ઉનાળામાં મેઘાણ મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણું હતું. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણું એટલે એમને પિતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડોકટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તે સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણું આપમેળે ગાવા મંત્ર ગયા. મેં ક્યા પણ આ એક, તે પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. એક એટલે કર્યું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીના ભાષણ સાંભળવાની તક મળી. કલાકના કલાકે લગી અખંડપણે એટલા ઊંચા સ્વરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણાતા અને વિદ્વાન સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ મને મનમાં થયું કે પ્રસંગ મળે તે મેઘાણીને કહી દઉં કે “આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તો પણ રાતે અને આખો દિવસ પૂરતે આરામ કરી લે.” મેં તમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એ ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયે. તેમણે કહ્યું “આરામની વાત ક્યાં છે? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે મેં એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગાભાજમાં રહું છું.' હું કાંઈ વિશેષ ન બેલ્યો પણ એટલું કહ્યું કે “આ રીત સારી નથી, જીવલેણ છે. યુનિવર્સિટીનાં પાંચ ભાષણે પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડે યોજાયે. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણું લેકગીત લલકારનાર. પણ ત્રણ કલાક એ મેઘગંભીર ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક જ કહ્યું હતું કે “આ તે વ્યાસ છે.” મને એમ જ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણું છે તે જ તવ મેધાણુના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક 2 ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એ કે વક્તા શકિત અને સમયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6