Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ ૫૪૯ શું થાય? પુત્ર મરણ પામે તે શું થાય? ભયંકર આમરણાંત રેગ થઈ જાય તે દેહરાગની શી દશા થાય? મિત્ર-મંડળ અને સગાવ્હાલા તમારા દુશ્મન બની જાય તો શું થાય ? આવા અનેક વિષય સંબંધમાં આપણે એ માની લીધું છે કે રાગ વિના જીવન સંભવિત જ નથી. જીવનનું ચાલક બળ રાગ જ છે. રાગથી જ પ્રવૃત્તિ થઈ શકે છે રાગ વિના જીવનનું અસ્તિત્વ જ ટકી શકતું નથી. રાગના કેન્દ્ર ઉપર જ કંચન, કુટુંબ, કાયા, કામીની, કીર્તિનું વર્તુળ દેરી શકાય છે. પણ આ માન્યતા અત્યંત ભૂલ ભરેલી છે. શું તમારી સામે જ સાધુ, સંત, ત્યાગી, બૈરાગી, નિસ્પૃહી, નિઃસ્વાર્થ મહાત્માએ નથી જીવતા? તેઓની પાસે પૈસા નથી, પત્ની નથી, સંતાન નથી કુટુંબ-કબીલ નથી ઘરબાર, ગાડી, વાડી કશું જ નથી. તે પણ તેઓ જીવે છે કે નહીં ? તેઓ ગમે તે રીતે જીવન પસાર કરે છે એવું પણ નથી ઉલટું તમે જ્યારે રાગની ચિંતામાં જીવી રહ્યા છે ત્યારે તેઓ ત્યાગની ચિંતનમાં જીવી રહ્યા છે ત્યારે તેઓ ત્યાગના ચિંતનમાં આનંદથી જીવનને માણી રહ્યા છે. સંસારી જીવન પસાર કરે છે. વ્યર્થ રાગની પાછળ સાર્થક એવા જીવનનું બલિદાન દે છે જ્યારે સંતે જીવી જાણે છે આત્માનંદનાં આદશની પાછળ જીવનને ઝઝુમી જાણે છે અને ચિદાનંદની મસ્તીમાં જીવનનું પર્યવસાન આણે છે અને માટે જ તમે સૌ સાધુ સંતોના ચરણોમાં મૂકી જાવ છો. કેઈ સાધુ ત્યાગી તપસ્વી સંસારીના ચરણોમાં મૂકતા નથી. તમે જ સં તેની પાસે આર્શિવાદ લેવા માટે ઉત્સુક હોય છે. સંતેની અમીદષ્ટિનું પાન કરવા માટે આતુર હો છો. પણ આજ દિવસ સુધી એવું જોવામાં આવ્યું નથી કે કઈ સાધુ, સંસારીની પાસે આશિર્વાદ લેવા ગયા હોય! ત્યાગી. કયારે ય પણ રાત્રીની સામે પરાજય કબૂલ કરતું નથી. તેની છાયામાં આવી જતું નથી અને તે રોગી જ દયાપાત્ર બને છે, ત્યાગી તે રાગીની દયનીય સ્થિતિને વિચાર કરીને રાગની અસારતાને સમજે છે, સમજાવે છે. આથી ત્યાગ રાગથી મહાન છે. રાગ અધમ છે, પાપ છે દુઃખદાયી છે. “TTધો નૈવ પર, રાગાંધ માણસને કાંઈ પણ દેખાતું નથી જુગારીને જેમાં જુગાર જ દેખાય છે, સોનીને જેમ સર્વત્ર સેનું જ દેખાય છે કામીને હંમેશા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42