Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ પપ૭ આને પ્રત્યુત્તર ફરમાવતાં કરૂણાસાગર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું હે ગૌતમ! ના મેળો તિ, અન્ના , મહામાં ! तया एगि दिए जम्मा, सम्म जाणाहि गोयमा ॥ હે ગૌતમ! જેને અત્યન્ત તીવ્ર મેહને ઉદય વર્તે છે. જેની રાગદશા અત્યન્ત તીવ્ર હોય છે અને જેનું અજ્ઞાન મહાભયંકર કક્ષામાં પહોંચી ગયું છે. એવી સ્થિતિમાં બાજી બગડી જાય છે અને જીવ એકેદ્રિય ગતિમાં પહોંચી જાય છે. તીવ્ર મેહનો ઉદય અને અજ્ઞાન આ બંને જ આત્માના મહાશત્રુ છે. આત્માની દુર્દશા અને દુર્ગતિ કરવાવાળા ભયંકર શત્રુ છે. | મહીસારનગરના મોહનદાસ શેઠ અત્યત ધનાઢ્ય હોવા છતાં પણ મહા કંજૂસ હતા. એમને પુત્ર પિતાથી બિલકુલ વિપરીત ગુણવાળો અર્થાત ઘણું જ ઉદાર હતા. તે દાન આપવા લાગ્યા ત્યારે પિતાએ તેને ૨. પુત્રે પિતાને સમજાવ્યા. હે પિતાજી ! મૃત્યુ થશે ત્યારે કંઈ જ સાથે આવવાનું નથી. આટલી ધનસંપત્તિની મૃત્યુ પછી શું સ્થિતિ થશે? દાન-પુણ્યથી પરોપકાર કરે જ શ્રેયકર છે. પરંતુ પિતાજીનું મન ન બદલાયું–તેમના વિચારોમાં કંઈ જ ફેરફાર ન થ. ધન પ્રત્યેને રાગ-આસક્તિ ઓછી હોય તે જ ત્યાગ થઈ શકે છે, દાન કરી શકાય છે. છેવટે તીવ્ર મેહ અને અત્યંત ૨ાગવશ પિતા મેહનદાસ ધનરાગ અને પત્ની રાગવશ મારું મારું કરીને મરીને એકેદ્રિયમાં પૃથ્વી કાયમાં સેનાની ધાતુમાં ઉત્પન્ન થયા અને પૃથ્વીકાયમાંથી મરીને અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય વગેરેમાં અનેક જન્મ કરશે. ઘણી મુશ્કેલીથી જયાંથી નીકળીને ૮૪ના ચક્કરમાં પરિભ્રમણ કરતાં મનુષ્ય ગતિમાં આવ્યા અને ત્યાં માત્ર એક ભવ મનુષ્યને કરીને ફરી એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. હવે કેટલા જન્મ કરીને પાછા મનુષ્ય ભવમાં આવશે. એ તો જ્ઞાની મહાત્મા જ જાણી શકે. આ રીતે અનંત જન્મ-મરણને સંસાર ચાલતું રહે છે. તીવ્ર ધનરાગથી તિર્યંચને ભવ ભૂતકાળની વાત છે. નાગપુર નગરના શેઠ ધનદત્ત પોતાના પુત્ર ધનદેવની સાથે મળીને વેપાર માટે બીજા દેશ જવા માટે નીકળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42