Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ છે અને એ કેવલજ્ઞાન મહોત્સવમાં પધારેલા દેવતાઓનાં વાજા છે... બસ! આ સાંભળીને માતાજી પણ પશ્ચાતાપની ધારામાં ચડી ગયા. અનિત્ય-એકતવાદિ ભાવનાની ધારામાં પોતાના રાગને પશ્ચાતાપ કરતાં શુકલધ્યાનની ધારામાં ચડી ગયા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બે ઘડીમાં જ આયુષ્ય પૂર્ણ થતાં જ મેક્ષમાં પણ પહોંચી ગયા. આખરે રાગને ત્યાગ જ લાભદાયી છે. રાગને પાપસ્થાનક શા માટે ગણવામાં આવ્યું ? આટલું વર્ણન કર્યા પછી તમે હવે સારી રીતે સમજી ગયા હશે કે રાગને પાપ શા માટે કહ્યું છે? તમે જ કહેશે કે રાગ વગર તે સંસાર ચાલી જ નથી શકતે તો શું અમે પુત્ર, પત્ની ઉપર રાગ ન રાખીએ? તે શું ઠેષ રાખીએ? ના... ના... રાગ ન રાખવાને અથ એ નથી થતું કે છેષ રાખવે આવું કેણે કહ્યું કે દ્વેષ રાખે? પરંતુ તીવ્ર આસક્તિ પણ ન રાખીએ જેનાથી તે દઢ રાગ અથવા તીવ્ર રાગ પિતાને જ જન્મ બગાડે, પોતાની ગતિ બગાડે. તમારે મરીને તમારા જ પુત્રના પુત્ર બનવાને દિવસ ન આવે પોતાના જ ઘરમાં કુતરા બનીને રહેવાનો દિવસ ન આવે. આ યાન રાખવું જ જોઈએ. રાગ પણ બીજા પાપની જેમ કમબંધ કરાવે છે. આત્મગુણેનું ભાન ભૂલાવીને વિભાવદશામાં લઈ જાય છે, અનેક પાપ કરાવવાનું આ મૂળ કારણ પણ છે. પનીના પ્રેમવશ તમારે ઘણું બધું કરવું પડતું હોય છે. પુત્ર મેહવશ કેટલીકવાર તમારે ન કરવા ગ્ય પણ કરવું પડતું હોય છે. અનેક જ દેહરાગવશ ઘણા પાપ કરે છે. બધાં રાગમાં દેહરાગ સૌથી વધારે ભયંકર છે અને તેમાં પણ તમને તમારાજ દેહરાગથી કયાં સંતોષ છે? તમને તે બીજાના દેહને પણ ઘણા વધારે રાગ છે. તેને પણ ઉપયોગ રાગવશ જ થાય છે ધનના રાગે શું કર્યું? તમારી શું દશા કરી છે? કેટલું પાપ કરાવ્યું છે? આ બધું વિચારવા જઈએ તે એમ લાગે કે રાગ વગર તે કઈ પા૫ થતું જ નથી. રાગ બધા પાપનું મૂળ જડ છે અને તે પણ બધાને પોતપોતાની આસક્તિની માત્રા પર આધારિત છે. આથી જે આત્માનું અહિત કરે છે. જીવની ગતિ બગાડે છે, અનેક પાપ કરાવે છે તે અવશ્ય પાપસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42