Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ ૫૫૬ સાથે આસક્તિપૂર્વક કામ કીડામાં મશગુલ બની ગયા સમય તે અખલિત ગતિએ પસાર થઈ રહ્યો છે. એટલામાં લલિતાંગ દેવનું આયુષ્ય પૂર્ણ થયું. જિનેશ્વર ભગવંતના કલ્યાણકેની ભક્તિ વિગેરે કરીને લલિતાંગ દેવ ત્યાંથી ચ્યવી, જબૂદ્વીપની પુષ્કલાવતી વિજયમાં સુવર્ણજધ રાજાને ઘરે વાજંગ રાજપુત્ર રૂપે ઉત્પન્ન થયો. આ તે રાગના સંબંધમાં કષભદેવ ભગવાનના પાંચમા ભવની વાત થઈ. આ રાગે દેવભવમાં પણ કેટલું નુકશાન કર્યું છે ? કઈ દશા કરી છે? ત્યાં સુધી કે દેવગતિના દેવતાએ તીવ્ર મેહ વશ ત્યાંથી મારીને એકે ક્રિય જાતિમાં હીરા, મોતી, સોના, ચાંદી રૂપે ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિમાં એકેદ્રિયમાં જન્મ લે છે. વિચારે કે પંચેંદ્રિયમાંથી સીધા એકેદ્રિયમાં જન્મ કેટલું નીચે ઉતરવું પડ્યું. તેમાં માત્ર રાગ જ કારણ છે. પ્રતિક્ષણે અસંખ્ય દેવો એવે છે અને બહુલતાએ પૃથ્વી કાય, અપકાય અને વનસ્પતિકાયમાં જન્મ લે છે. આનું કારણ એ છે કે ત્યાં તેમની આસક્તિ હતી. દેવલોકની વાવડીઓમાં, રત્નાની વસ્તુમાં અને બગીચામાં આસક્તિ હોવાથી, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિએ ન્યાયથી એમને ત્યાં ઉત્પન્ન થવું પડે છે. હવે આસક્તિ પણ પ્રીતિ વિના થતી નથી. પ્રીતિની ગાઢતમ અવસ્થા એજ આસક્તિ છે. પ્રીતિમાં તે વસ્તુ ગમે છે અને આસક્તિમાં તે વસ્તુ વગર ચાલતું નથી. દા. ત. ઘણાને ચા ગમે છે. અને ઘણાને ચા સિવાય ચાલે જ નહી, હવે આ પ્રીતિ પણ પરિચયથી પ્રાપ્ત થાય છે. એટલે જેને પરિચય તેની પ્રીતિ, જેની પ્રીતિ તેની આસક્તિ અને જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ દેવતાઓએ દિવ્ય ભેગને પરિચય કર્યો. પ્રીતિ આસક્તિ થતાં ત્યાં ઉત્પત્તિ થાય છે અને સીધાએકેન્દ્રિયમાં ઉત્પન થાય છે. હવે આ સિદ્ધાંતનું ઉવીકરણ કરવામાં આવે તો પ્રભુને પરિચય સૌ પ્રથમ કરવો પડે પ્રભુના વાસ્તવિક પરિચય પછી પ્રીતિ અને આસક્તિ અવશ્ય થાય છે અને આપણે સ્વયં પ્રભુતાને પામીએ છીએ. ધનરાગવશ એકેદ્રિયમાં જન્મ અનેક લબ્ધિના નિધાન ગુરૂ ગૌતમ સ્વામીએ એકવાર શ્રી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયે, હે કૃપાળુ ! કયા કારણથી જીવ પંચે. દ્રિય હોવા છતાં મરીને સીધા પતન પામી એકેદ્રિયમાં જન્મ લે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42