Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| સકલના : પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત દ્વિતીય પ્રતિદિનક્રિયા વસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના : પંચવસ્તક પ્રકરણ ભાગ-૨માં આઠ દ્વારા બનાવાયા છે. હવે આગળના બે દ્વારા પ્રસ્તુત ભાગમાં બતાવાય છે. (૯) ચંડિલ દ્વારઃ ચંડિલ એટલે અન્ય જીવોને પીડા ન કરે તેવો પ્રાસુક-નિર્દોષ ભૂમિનો વિભાગ. સાધુ મળાદિ વિસર્જન કરવા માટે વસતિથી બહારની ભૂમિમાં જાય ત્યારે તે ભૂમિમાં મળાદિ વિસર્જન કરવા માટે કેવા ભાગમાં બેસવું? જેથી કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવને પીડા ન થાય, જિનશાસનનું લાઘવ ન થાય, સાધુઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે તેવા લોકોને ભ્રમ ન થાય, અને તે માટે શું ઉચિત વિવેક કરવો ? અર્થાત્ ભૂમિના કયા વિભાગમાં મળાદિનો ત્યાગ કરવો? તે સર્વનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત દ્વારમાં સ્પંડિલનાં અર્થાત્ શુદ્ધ ભૂમિનાં, ૧૦ વિશેષણો બતાવવાપૂર્વક ૧૦૨૪ ભાંગા દર્શાવવામાં આવ્યા છે, તેમ જ તે વિષયક ઉત્સર્ગ-અપવાદની ઉચિત વિચારણા દર્શાવવામાં આવેલ છે. ત્યારપછી તેવી શુદ્ધ ભૂમિમાં કઈ દિશામાં બેસીને મળાદિનો ત્યાગ કઈ વિધિથી કરવો? એ સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૯૯થી ૪૩૩માં વર્ણવેલ છે. (૧૦) આવશ્યક આદિ દ્વાર : આવશ્યકઆદિ એટલે સાધુ દ્વારા પ્રતિદિન સવાર-સાંજ કરાતી પ્રતિક્રમણાદિની ક્રિયા. સાધુ પડાવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન દરેક સૂત્ર અને અર્થમાં કઈ રીતે ઉપયુક્ત રહે છે? તેમ જ અતિચારોના આલોચનથી, પ્રતિક્રમણથી અને કાયોત્સર્ગથી દિવસ દરમિયાન થયેલી સૂક્ષ્મ પણ સ્કૂલના સાધુ કઈ રીતે દૂર કરે છે? તે સર્વનો માર્ગાનુસારી સૂક્ષ્મ બોધ પ્રસ્તુત આવશ્યક દ્વારના અધ્યયનથી થાય છે. માટે સાધુએ કે શ્રાવકે કેવા પ્રકારના અધ્યવસાય ઉલ્લસિત કરવાપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ ? તેનું પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૪૪૫થી ૫૫૩માં વર્ણન કરેલ છે. વળી સાધુ જેમ સામાયિક ત્રિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે છે, તેમ પચ્ચખ્ખાણ ત્રિવિધ-ત્રિવિધથી કેમ ગ્રહણ કરતા નથી ?, વળી સાધુ અલ્પકાલીન પચ્ચખાણમાં આગારો કેમ રાખે છે ? અને જાવજીવના સામાયિકમાં આગારો કેમ નથી રાખતા?, વળી પચ્ચષ્માણ ચારે પ્રકારના આહારાદિમાંથી ત્રિવિધાદિ ભેદથી ગ્રહણ કરાતું હોવા છતાં સમભાવની વૃદ્ધિનું કારણ કઈ રીતે બને છે?, વળી સામાયિકનો પરિણામ શું છે? અને પચ્ચખાણનો પરિણામ શું છે? તે સર્વનું રહસ્ય પ્રસ્તુત દ્વારમાં કરેલ વિશદ ચર્ચાથી પ્રાપ્ત થાય છે. અહીં દશમા “આવશ્યકાદિ દ્વારમાં રહેલ મારિ પદથી પ્રાપ્ત એવી કાલગ્રહણ વગેરે સાંજના પ્રતિક્રમણ પછી કરવાની સર્વ ક્રિયા ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં સાક્ષાત્ બતાવી નથી, પરંતુ નિશીથસૂત્ર, આવશ્યકસૂત્ર આદિ ગ્રંથોમાંથી તે સર્વ ક્રિયા જાણી લેવાનો ગાથા ૪૯૩માં અતિદેશ કરેલ છે. આ રીતે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનાં દશ દ્વારોનું વર્ણન પૂરું થયા પછી ગાથા ૫૫૪માં ગ્રંથકારે દર્શાવેલ છે કે પ્રસ્તુત વસ્તુમાં સવારના પડિલેહણથી માંડીને સાંજના પ્રતિક્રમણ સુધીની જે દૈનિક સાધ્વાચારની ક્રિયાઓ બતાવી, અને સાંજના પ્રતિક્રમણથી માંડીને સવારના પ્રતિક્રમણ સુધીની જે રાત્રિક સાધ્વાચારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 322