Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 9
________________ પ્રાસ્તાવિક | પ્રવજ્યાવિધાનવસ્તુક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા.શ્રી પૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના વિનેયરત્ના પરમપૂજય સા.શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા. ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વિદુષી સાધ્વી પૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમપૂજય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના પ્રફ સંશોધનાદિ કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે દ્વારા અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તે માટે મૃતોપાસક-શ્રુતપિપાસુ-સુશ્રાવક શાંતિભાઈ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની – વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પૂજ્ય સાધ્વી હિતરુચિતાશ્રીજી મ.સા. તથા પૂજય સાધ્વીજિતમોહાશ્રીજી મ.સા. પ્રમુખ સહવર્તી સાધ્વીભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી, તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતા મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે તે બદલ તેઓની ઋણી છું. મારી શુભ ભાવના: પ્રવ્રયાવિધાન' નામની પ્રથમ વસ્તુની સંકલના પૂર્ણતાને પામી છે ત્યારે મારા હૈયામાં એક જ શુભ ભાવના છે કે, મહાપુણ્યથી થયેલ “સુહગુરુજોગો”—સદ્ગુરુનો યોગ અવંચકયોગ બને અને “તવયણસેવણા આભવમખંડા” તે સદગુરુના વચનનું અખ્ખલિતપણે સેવન કરું, તેમના અનુશાસનને યોગ્ય બનું. મારામાં તાત્ત્વિક વૈરાગ્ય, ગુરુસમર્પણભાવ, ગંભીરતા વગેરે ગુણો પ્રગટે, જે સદ્ગુરુઓએ આટલી મોટી સ્વહિતપરહિત સાધવાની અનુકૂળતા કરી આપી, તેઓના ચરણની રજ બની રહું, સાથે સાથે તેઓની પણ મારા ઉપર કૃપાદષ્ટિ વરસે, જેનાથી મારામાં માર્ગાનુસારી ક્ષયોપશમ પ્રગટે, જેથી કરીને જિનવચન જે અર્થ અને જે ભાવ બતાવે છે તે તરફ જ મારું મનરૂપી વાછરડું જાય અને યોગમાર્ગની આગળ-આગળની ભૂમિકાને પ્રાપ્ત કરતાં પરમપદને આસન્ન બનું એ જ અભ્યર્થના. शुभं भवतु આસો વદ-૧૩, બુધવાર, વિ.સં. ૨૦૬૧ તા. ૧૦/૧૧/૨૦૦૪ ગીતાર્થ ગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. પરમપૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજયવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાના આજ્ઞાવર્તી પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યરત્ના પ.પૂ. ચારુનંદિતાશ્રીજી મ.ના શિષ્યો સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 352