Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ સંકલના | પ્રવજ્યાવિધાનવસ્તુક સ'' પ્રવ્રયા એટલે પાપવ્યાપારના ત્યાગપૂર્વક સંયમયોગોમાં જવું અથવા મોક્ષ તરફ જવું. આ પ્રકારની પ્રવ્રજયા” શબ્દની વ્યુત્પત્તિથી એ પ્રાપ્ત થાય છે, અધિકારી જીવ વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી મનવચન-કાયાથી થતા પાપના વ્યાપારોનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવાનના વચનાનુસાર મોક્ષને અનુકૂળ એવા ભાવોમાં પ્રકર્ષથી જવાની ક્રિયા કરે છે તે પ્રવ્રયા છે, જેનું વર્ણન “સા' નામના પ્રથમ દ્વારમાં ગ્રંથકારે વિસ્તારથી કરેલ છે. “ ન’ દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળી પ્રવ્રજયા યોગ્ય ગુરુએ આપવી જોઈએ. અર્થાત જેઓ પ્રવ્રયાના અધિકારી જીવના ૧૬ ગુણો બતાવ્યા છે તે ગુણોવાળા હોય, જેમણે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કરી હોય, શાસ્ત્રમાં બતાવેલા યોગદ્વહનપૂર્વક સૂત્ર-અર્થને ગ્રહણ કર્યા હોય, તેનાથી વિમલતર બોધ થવાને કારણે જેઓ તત્ત્વજ્ઞા બન્યા હોય, જેમણે ઉપશાંતાદિ અનેક ગુણો પ્રાપ્ત કર્યા હોય, એવા ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ. વળી, આવા ગુરુએ આપેલ પ્રવ્રયાથી શિષ્યોને કઈ રીતે લાભ થાય છે ? અને કાળદોષને કારણે ઉપરમાં બતાવેલ ગુણોમાંથી એકાદ ગુણથી હીન પણ કાલોચિત ગુરુ કેવા હોવા જોઈએ? તે સર્વનું વિસ્તારથી વર્ણન ‘’ નામના બીજા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે, જેથી દુઃષમા કાળમાં પણ જઘન્યથી પ્રવ્રજયા આપવાના અધિકારી ગુરુ કેવા હોય અને કેવા ગુરુ પ્રવ્રયા આપવાના અધિકારી છે? તેનો યથાર્થ બોધ થાય. “ ખ્યઃ' દ્વારમાં બતાવેલા સ્વરૂપવાળા ગુરુએ યોગ્ય જીવોને પ્રવ્રયા આપવી જોઈએ; અર્થાત્ જેમણે પ્રવ્રજયાના અધિકારી થવાના શાસ્ત્રમાં બતાવાયેલા ૧૬ ગુણો પ્રાપ્ત કર્યા હોય, એવા જીવોને ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ, કેમ કે આવા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે, સંસારના પારમાર્થિક સ્વરૂપને જોનારા હોય છે, તેથી જ મોક્ષપ્રાપ્તિ અર્થે સંયમને અભિમુખ થયેલા હોય છે, અને ગ્રહણ કરેલ મહાવ્રતોને સમ્યફ વહન કરી શકે તેવા હોય છે. વળી, કાળદોષને કારણે ઉપરમાં બતાવેલ ગુણોમાંથી એકાદ ગુણથી હીન પણ જઘન્યથી કેટલા ગુણોવાળા દીક્ષાર્થીને પ્રવ્રજયા આપી શકાય ? એ સર્વનું વિસ્તારથી વર્ણન ‘ગ:' નામના ત્રીજા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે. વળી, પ્રવ્રયા અતિદુષ્કર છે; કેમ કે મોહરૂપી વૃક્ષનું ઉન્મેલન અત્યંત અપ્રમાદથી થઈ શકે છે, તેથી જેઓ સંસારથી વિરક્ત હોય, અત્યંત અપ્રમાદપૂર્વક સંયમયોગોમાં યત્ન કરી શકે તેમ હોય, તેવા જીવોને જ પ્રવ્રજયા સ્વીકારવાનો અધિકાર છે, તેનાથી અન્ય જીવોને પ્રવ્રયા આપવાથી પ્રવ્રયા આપનાર અને પ્રવ્રયા સ્વીકારનાર, બંનેનું અહિત થાય છે. વળી, પ્રવ્રયા જઘન્યથી આઠ વર્ષની ઉંમરવાળા અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન હોય તેવી ઉંમરવાળા જીવોને આપી શકાય અને આઠ વર્ષની ઉંમરથી પહેલાં દીક્ષા આપવામાં દોષો થાય છે અને પ્રવ્રયાના અધિકારી જીવોના સ્વરૂપનો બોધ કરાવવા અર્થે કેટલાક પૂર્વપક્ષના મતો બતાવીને જીવ પ્રવ્રયાનો અધિકારી ગુણથી થાય છે તે સર્વ સ્પષ્ટ કરવા પ્રસ્તુત કારમાં વિસ્તારથી ચર્ચા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 352