Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત પ્રથમ પ્રવ્રજ્યાવિધાન વસ્તુકના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પંચવસ્તુકગ્રંથ એટલે પાંચ વસ્તુઓને બતાવનારો ગ્રંથ “જ્ઞાનાદિ ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહેવાય,’ એ પ્રકારની વ્યુત્પત્તિથી જ્ઞાનાદિ ગુણોના આશ્રયભૂત એવું જીવદ્રવ્ય વસ્તુ છે, તો પણ પ્રવ્રજ્યાવિધાનાદિમાં યત્ન કરવાથી જીવમાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, માટે પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચને ‘વસ્તુ’ કહેલ છે. ૧. પ્રવ્રજ્યાવિધાન, ૨. પ્રતિદિનક્રિયા, ૩. વ્રતસ્થાપના, ૪. અનુયોગગણાનુજ્ઞા, ૫. સંલેખના; આ પાંચ વસ્તુઓ છે. પ્રવ્રજ્યાના અધિકારી જીવોને વિધિપૂર્વક પ્રવ્રજ્યા આપવામાં આવે છે, તેથી પ્રથમ ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની વસ્તુ બતાવેલ છે. પ્રવ્રુજિતને પ્રતિદિવસ સાધ્વાચારની ક્રિયાઓ કરવાની હોય છે, તેથી દ્વિતીય ‘પ્રતિદિનક્રિયા’ નામની વસ્તુ બતાવેલ છે. પ્રતિદિન સાધ્વાચારની ક્રિયાઓ કરનારા પ્રવ્રજિતની ઉચિતકાળે પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવે છે, તેથી તૃતીય ‘વ્રતસ્થાપના' નામની વસ્તુ બતાવેલ છે. પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરેલ પ્રવ્રુજિત જ્યારે શાસ્ત્રો ભણીને ગીતાર્થ બને છે ત્યારે અન્ય સાધુઓને શાસ્ત્રો ભણાવવાની અને શિષ્યસમુદાયને સંભાળવાની તેમને અનુજ્ઞા આપવામાં આવે છે, તેથી ચોથી ‘અનુયોગગણાનુજ્ઞા’ નામની વસ્તુ બતાવેલ છે. પોતાના શિષ્યાદિ શાસ્ત્રોમાં નિપુણ બની જાય અને ગચ્છનો ભાર વહન કરવા માટે સમર્થ બની જાય ત્યારે અનુયોગની અને ગણની અનુજ્ઞા પામેલ ગીતાર્થ પ્રવ્રુજિતને દેહની અને કષાયોની સંલેખના કરવાની હોય છે, તેથી પાંચમી ‘સંલેખના' નામની વસ્તુ બતાવેલ છે. આ પ્રકારે પ્રવ્રયાવિધાનાદિ પાંચમાં યત્ન કરનાર પ્રવ્રુજિતમાં રત્નત્રયી પ્રગટે છે, ઉત્તરોત્તર પ્રકર્ષ પામે છે અને અંતે મોક્ષનું કારણ બને છે. આથી મોક્ષના ઉપાયભૂત એવી પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું ગ્રંથકારે પ્રસ્તુતગ્રંથમાં વિસ્તૃત વર્ણન કરેલ છે અને તેમાંથી પ્રથમ ‘પ્રવ્રજ્યાવિધાન' નામની વસ્તુનું વિસ્તૃત વર્ણન પ્રસ્તુત ભાગમાં દર્શાવેલ છે. ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની પ્રથમ વસ્તુના પાંચ દ્વારો છે ઃ ૧. સા, ૨. જૈન, ૩. મ્યઃ, ૪. સ્મિન્, ૫. થં. ‘‘સા'' નામના પહેલાં દ્વારમાં નામાદિ ચાર નિક્ષેપાથી પ્રવ્રજ્યાનું સ્વરૂપ બતાવેલ છે. “ન' નામના બીજા દ્વારમાં કેવા વિશિષ્ટ ગુણોવાળા ગુરુએ પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. “મ્યું:” નામના ત્રીજા દ્વા૨માં કેવા વિશિષ્ટ ગુણોવાળા જીવોને પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. ‘‘સ્મિન્’’ નામના ચોથા દ્વારમાં કેવા વિશિષ્ટ ગુણોવાળા ક્ષેત્રમાં અને કાળમાં પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. “i” નામના પાંચમા દ્વારમાં કેવા પ્રકારના પ્રશ્નાદિપૂર્વક અને કેવા પ્રકારની વિધિપૂર્વક પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 352