Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | સંકલના જેમ કે કેટલાક પૂર્વપક્ષવાદી ભક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી કહે છે, અને તેમાં પૂર્વપક્ષીએ આપેલી યુક્તિઓનું સમાલોચન કરવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે અભુક્તભોગી એવા જે જીવોને કૌતુકાદિ દોષો થાય તેમ હોય તેઓને પ્રવ્રયા આપવી જોઈએ નહીં, પરંતુ અભુક્તભોગી હોવા છતાં જે જીવો ભોગોથી વિરક્ત હોય તેઓને પ્રવ્રયા આપવી જોઈએ, અને અતિવિકારી પ્રકૃતિવાળા ભુક્તભોગીઓને પણ પ્રવજ્યા આપવી જોઈએ નહીં. આથી ભોગોથી વિરક્ત એવા ભુક્તભોગી જીવો કે અભુક્તભોગી જીવો પ્રવ્રજ્યાના અધિકારી છે, અન્ય નહીં. એ રીતે કેટલાક પૂર્વપક્ષવાદી સ્વજનાદિથી યુક્ત જીવોને જ પ્રવ્રજયાના અધિકારી કહે છે, અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે જેની પાસે સ્વજન, વૈભવાદિ કંઈ ન હોય તેને ત્યાગી કેવી રીતે કહેવાય? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રવ્રજ્યાના અધિકારી જીવો સ્વજનાદિવાળા હોય કે સ્વજનાદિ વગરના હોય પરંતુ જેમણે અવિવેકનો ત્યાગ કર્યો છે તેઓ ત્યાગી છે, અવિવેકનો ત્યાગ ન કર્યો હોય તેવા સ્વજનાદિવાળા જીવો પણ ત્યાગી નથી. આથી પ્રવ્રજયામાં પરમાર્થથી બાહ્યત્યાગ પ્રધાન નથી, પરંતુ જીવમાં વર્તતો કર્મબંધને અનુકૂળ એવો અવિવેકનો ત્યાગ પ્રધાન છે અને અવિવેકના ત્યાગથી જ પ્રવ્રજિત જીવો જિનવચનાનુસાર વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને મોક્ષ તરફ જાય છે. “ મન” ગ: દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળા પ્રવ્રયાના અધિકારી જીવોને યોગ્ય ક્ષેત્રાદિમાં પ્રવ્રયા આપવી જોઈએ; કેમ કે પ્રવ્રયા ગ્રહણ કરવી એ સર્વ કલ્યાણોની પરંપરાનું કારણ છે. તેથી તે કલ્યાણોમાં વિઘ્ન ન આવે અને પ્રવ્રજયાનું સમ્યગુ રીતે પાલન થઈ શકે તે માટે યોગ્ય જીવોને કેવા ક્ષેત્રમાં અને કેવા કાળમાં પ્રવજ્યા આપવી જોઈએ, અને કેવા ક્ષેત્રમાં અને કેવા કાળમાં પ્રવ્રયા ન આપવી જોઈએ, તે સર્વનું વિસ્તારથી વર્ણન ‘મિન' નામના ચોથા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે. શું' મન દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળા ક્ષેત્રાદિમાં પૃચ્છાદિ પ્રકારે વિધિપૂર્વક પ્રવ્રયા આપવી જોઈએ, અર્થાત્ પ્રવ્રયાને અભિમુખ થયેલા જીવોને તેઓ દીક્ષા લેવા કેમ તૈયાર થયા છે તે પૂછવું જોઈએ, જેથી તે દીક્ષાર્થી જે ઉત્તર આપે તેના પરથી તે પ્રવ્રયાને યોગ્ય છે કે નહીં? તેનો નિર્ણય થઈ શકે. ત્યારપછી તે દીક્ષાર્થીને સંયમજીવનની દુષ્કરતા બતાવવી જોઈએ, જે સાંભળીને પોતે સંયમ પાળવા માટે અસમર્થ જણાય તો તેને યથાતથા પ્રવ્રયા માટે ઉત્સાહિત કરવાનો નિષેધ છે અને શક્તિસંચય થયા પછી જ્યારે તે પ્રવ્રયા લેવા માટે ઉત્સાહિત થાય ત્યારે તેને પ્રવ્રયા આપવી જોઈએ. ત્યારપછી તે દીક્ષાર્થીની પરીક્ષા કરવી જોઈએ, જેથી સાવઘના પરિહારપૂર્વકની તેની આચરણાના બળથી તે સંયમની ધુરાને વહન કરી શકે તેમ છે કે નહીં? તેનો નિર્ણય થઈ શકે. વળી, ગાથા ૧૨૩ થી ૧૫૪ સુધી પ્રવ્રજયાની વિધિનું વિસ્તારથી વર્ણન કર્યું છે, તેમાં વચ્ચે પ્રાસંગિક રીતે રજોહરણ સાધુનું લિંગ કઈ રીતે છે અને તે રજોહરણથી જીવોની રક્ષા અને કર્મરૂપી રજનું હરણ કઈ રીતે થાય છે, તે બતાવીને ગ્રંથકારે દિગંબર મતનું ઉલ્કાવન કર્યું કે રજોહરણથી પૂજવાને કારણે જીવોની વિરાધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 352