Book Title: Panchashak Part 1 Author(s): Rajshekharsuri Publisher: Panchashak Prakashan Samiti Navsari View full book textPage 5
________________ વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. જ્યાં કાઉસ વિના ટીકા સિવાયનું વિશેષ લખ્યું છે ત્યાં ટિપ્પણ આદિમાં તેને નિર્દેશ કર્યો છે. ત્રીજા પંચાશકની ૬ અને ૩૦ એ બે ગાથાઓમાં, સાતમા પંચાશકની ૭, ૮ અને ૩૩-૩૪ એ ચાર ગાથાઓમાં, ૧૩ મા પંચાશકની સાતમી ગાથામાં ટીકા સિવાયનું વિશેષ લખ્યું છે આ સિવાય પ્રાયઃ ક્યાંય કાઉંસ વિના ટીકા સિવાયનું વિશેષ લખ્યું નથી. જો કે ભાવાનુવાદમાં કાઉંસ કે ટિપ્પણ સિવાય ટીકા સિવાયનું વિશેષ લખાણ ન લખવું જોઈએ. પણ અનુપગ આદિથી ઉક્ત સ્થળામાં આમ બની ગયું છે. ગ્રંથનું સ્વરૂપ :- આ ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ બે વિભાગ છે. પહેલા વિભાગમાં (૧ થી ૧૦ પંચાલકમાં) શ્રાવકધર્મનું અને બીજા વિભાગમાં (૧૧ થી ૧૮ પંચાશકમાં) સાધુધર્મનું વર્ણન છે. પહેલા વિભાગમાં શ્રાવક-ધર્મસંબંધી દશ વિષયોનું વર્ણન છે. બીજા વિભાગમાં સાધુધર્મ સંબંધી ૯ વિષયોનું વર્ણન છે. આમ આ ગ્રંથમાં કુલ ૧૯ વિષય છે. દરેક વિષયનું પચાસ ગાથાઓથી વર્ણન કર્યું હોવાથી આ ગ્રંથનું પંચાશક નામ છે. મૂલગ્રંથ પ્રાકૃત ભાષામાં ગાથારૂપે છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. કુલ ગ્રંથમાં અને ટીકામાં અનેક વિશિષ્ટ બાબતો બતાવવામાં આવી છે. તે તે વિષયની પુષ્ટિ માટે અનેક યુક્તિઓ-પ્રમાણે આપવામાં આવેલ છે. એટલે આ ગ્રંથ યુક્તિ પ્રધાન-પ્રમાણ પ્રધાન છે એમ કહી શકાય. અહીં આપેલી અનુક્રમણિકા વાંચવાથી ગ્રંથના વિષયને સામાન્ય ખ્યાલ આવી જશે. આમ છતાં તેમાં રહેલી વિશેષતાઓને જાણવા સંપૂર્ણ ગ્રંથ વાંચવાની જરૂર છે. * મૂલગ્રંથ નિર્માણ હેતુ :- આ ગ્રંથની રચનાના મુખ્ય બે હેતુ છે. એક હેતુ એ છે કે જિનામમાં શું લખ્યું છે એવી જિજ્ઞાસાવાળા છોને જિનાગમમાં કહેલા કેટલાક વિષય જણાવવા. આ હેતુને ટીકા- 4 કાર મહર્ષિએ પ્રારંભમાં જ નિર્દેશ કર્યો છે. (આ પુસ્તકના પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 578