Book Title: Panchasara Parshwanathna Mandir Vishena Ketlak
Author(s): Bhogilal J Sandesara
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ee વસ્તુપાલે એ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એનો ઉલ્લેખ પણ કાવ્યના પહેલા સર્ગ(શ્લોક ૨૨)માં છે ~~~~ अहिलपाटकनगरादिराजवनराजकीर्त्तिकेलिंगिरिम् । पञ्चासराव जिन गृहमुद्दध्रे यः कुलं च निजम् ॥ ૫. શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાંનો સં. ૧૩૦૧ નો શિલાલેખ આ મન્દિરમાંની વનરાજની મૂર્તિ પાસેની ૪૦ આસાકની મૂર્તિ નીચે આ પ્રકારે શિલાલેખ છે— (१) सं. १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडली वास्तव्य मोढज्ञातीय नागेंद्र ... (२) सुत श्रे० जालणपुत्रेण श्रे० राजुकुक्षीसमुद्भूतेन ठ० आशाकेन संसारासार... (३) योपार्जित वित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्लीवितान... (४) कारितः तथा च ठ० आसाकस्य मूत्तिरियं सुत ठ० अरिसिंहेन कारिता प्रतिष्ठिता ... (५) संबंधे गच्छे पंचासरातीर्थे श्रीशीलगुणसूरिसंताने शिष्य श्री ... (૬) વેવશ્વન્દ્રસુરિમિઃ ।। મારું માશ્રી: | જીમ મત્તુ || આ શિલાલેખમાં પણ પંચાસરા તીર્થનો વનરાજવહાર તરીકે ઉલ્લેખ છે. પંચાસરાના મન્દિરમાં શીલગુણસૂરિના શિષ્ય દેવચન્દ્રસૂરિની મૂર્તિ છે. એક મૂર્તિ વનરાજના મામા સુરપાળની ગણાય છે; પણ આખા યે મન્દિરમાંના ખીન્ન કોઈ લેખમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ નથી. એમાં એક માત્ર અપવાદ વનરાજની મૂર્તિ નીચેના લેખનો છે. એ શિલાલેખમાં સં. ૭૫૨ અને સં. ૮૫૨નો નિર્દેશ છે, પણ એની લિપિ એટલી પ્રાચીન લાગતી નથી. આ ઉપરાંત તેમાં સં. ૧૩૦૧ અને સં. ૧૪૧૭ના ઉલ્લેખ છે અને એક સ્થળે ‘મહમદ પાતસાહ ’ અને ‘ પીરોજસાહ'ની પણ વાત છે. એ મૂર્તિની નીચે તથા તેની આસપાસ નીચેના પથ્થર ઉપર ત્રણેક શિલાલેખો ભેગા થઈ ગયા છે અને ધસાયેલા હોવાને કારણે તે વિશેષ દુર્વાસ્થ્ય બન્યા છે. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ અને પં. લાલચંદ ગાંધીએ એ બંધ બેસાડવા પ્રયત્ન કર્યો છે અને તેમણે તૈયાર કરેલી એ લેખની વાચના નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસુરિકૃત‘ચન્દ્રપ્રભચરિત્ર’ની પ્રસ્તાવના( પૃ. ૧૧)માં છપાઈ છે. એનો એકદેશ નીચે મુજબ છે— ...સં. ૨૨૦ ૨...શ્રીપાર્શ્વનાથનૃત્ય શ્રીવનાન...વનરા શ્રી કેશભુ (?) શ્રીમળઙેસ્વર રાવાયતન त्रा पि...ति श्रीवनराजमूर्ति श्रीशीलगुणसूरि सगणे श्रीदेवचंद्रसूरिभिः प्रतिष्ठिता सं. १४१७ वर्षे આ લેખમાંનું · ...પાર્શ્વનાથ ચૈત્ય ’ એટલે · પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય ' એમ ગણવું જોઈએ. વનરાજે બંધાવેલા અણુહિલ્લેશ્વર મહાદેવના મન્દિર ( ‘ શવાયતન ’ )નો પણ એમાં નિર્દેશ છે. વનરાજની મૂર્તિની પ્રતિષ્ઠા દેવચન્દ્રસુરિના હસ્તે થઈ હોવાનું એમાં જણાવ્યું છે અને તેની જ સાથે સં. ૧૪૧૭નો ઉલ્લેખ છે એનો મેળ બેસતો નથી. આ શિલાલેખની વધારે સારી વાચનાની હજી અપેક્ષા રહે છે. Jain Education International હું, મેરુતુંગાચાર્યકૃત ‘ પ્રમન્ધચિન્તામણિ (સં. ૧૩૬૧) ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના સુપ્રસિદ્ધ સાધનગ્રન્થ ‘પ્રબન્ધચિન્તામણિ ’ અનુસાર, વનરાજે શીલગુણુસૂરિને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પ્રત્યુપકારશુદ્ધિથી સપ્તાંગ રાજ્ય આપવા માંડયું, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8