Book Title: Panchasara Parshwanathna Mandir Vishena Ketlak Author(s): Bhogilal J Sandesara Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 7
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ ચૈત્યપરિપાટીમાં “પંચાસર પાટક” અર્થાત પંચાસરવાડો એવો ઉલલેખ મન્દિરોના આ જૂથ માટે છે એ ધ્યાન ખેંચે છે. સિંધરાજની જેમ લલિતપ્રભસૂરિએ પણ અહીં પાંચ મન્દિરો નોંધ્યાં છે. જો કે સિંઘરાજે પોશાળમાં નેમિનાથના મન્દિરનો ઉલ્લેખ કર્યો છે તે અહીં નથી અને તેને બદલે નવઈ ઘરિ–નવા ઘરમાં પાર્વ જિનનો નિર્દેશ કર્યો છે. નવા ઘરનો અર્થ “નવું દેવગૃહ” લઈ એ તો એ મન્દિર સિંઘરાજની કૃતિ રચાઈ (સં. ૧૬૧૩) ત્યાર પછી નવું બન્યું હશે એમ કહી શકાય. વળી એ સમય દરમિયાન પોશાળામાંની પ્રતિમાઓ અન્યત્ર સ્થાપિત કરવામાં આવી હશે. એમ ન હોત તો લલિતપ્રભસૂરિએ એનો ઉલ્લેખ અવશ્ય કર્યો હોત. ૧૧. હર્ષવિજયકૃત "પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૨૯) આમાં પંચાસરા સાથેનાં મન્દિરોનું વર્ણન નીચે મુજબ છે: પ્રથમ પંચાસરે જઈ એ, તિહાં પ્રાસાદ ચાર, પંચાસર જિનવર તણું એ, દેખો દીદાર. ૪ ચોપાન બિબ તિહાં અતિ ભલા એ, વલી હીરવિહાર, પ્રતિમા ત્રિણ સહગુરુ તણી એ, મૂરતિ મનોહાર, ૫ તિહાંથી ઋષભ જિણંદ નમું એ, બિંબ પર ગંભારઈ, એકસો બિંબ અતિ ભલા એ, ભમતીએ જુહારઈ. ૬ વાસુપૂજ્યને દેહરે એ, બિંબ ત્રણ વખાણું, મહાવીર પાસે વલી એ, બિંબ ચાર જ જાણું.” ૭ આમાં હીરવિહારનો ઉલ્લેખ મહત્ત્વનો છે. છેલ્લો જીર્ણોદ્ધાર થયો ત્યાર પહેલાંના પંચાસરાના મન્દિરમાં પેસતાં ડાબી બાજુએ એક ઓરડી હતી અને તેમાં આચાર્યો વગેરેની જ મૂતિઓ હતી. એમાં મુખ્ય વેદિકા ઉપર હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ એ તપગચ્છના ત્રણ પ્રભાવક આચાયની મૂર્તિઓ હતી. આ સ્થાન હીરવિહાર તરીકે ઓળખાતું હશે. એમાં હીરવિજયસૂરિની મૂર્તિ સં. ૧૬૬૨માં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની મૂતિઓ સં. ૧૬૬૪માં પ્રતિષ્ઠિત થયેલી છે એમ તે સાથેના શિલાલેખો ઉપરથી જણાય છે. આથી આ પહેલાંની ત્યપરિપાટીઓમાં હીરવિહારનો ઉલેખ ન હોય એ સમજાય એવું છે. ૧૨. “અહો શાલક બોલિ વર્ણક આ જૂની ગુજરાતી ગદ્યમાં રચાયેલું વર્ણક છે. લિપિ ઉપરથી અનુમાને સત્તરમા સૈકામાં લખાયેલી જણાતી એની હસ્તપ્રત વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમન્દિરમાંથી મળી હતી. વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રકટ થયેલ “વર્ણક-સમુચ્ચયમાં આ કૃતિનો પણ સમાવેશ થયેલો છે. એમાં એક સ્થળે અણહિલપુર પાટણનું ટૂંકું વર્ણન છે, અને તેમાં પાટણના પ્રમુખ દેવાલય તરીકે પંચાસરાના મન્દિરનો પણ ઉલ્લેખ છે: તે અહ્મારું અણહીલપુર પાટણ વર્ણવું. પણિ કસૂ એક છિ જે અણહિલપુર પાટણ? સાટ ઘાટે કરી વિચત્ર ચિત્રામે કરી અભિરામ, મહામહોછ ભલાં આરામ, પંચાસર પ્રમુખ દેવ દેવાલા, ૫. શ્રી જિનવિજયજી-સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભાગ ૨ નું, પ૧૧-૧૩, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8