Book Title: Panchasara Parshwanathna Mandir Vishena Ketlak
Author(s): Bhogilal J Sandesara
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211304/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો પ્રા. ભોગીલાલ જ સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. [ પાટણનું શ્રીપંચાસરા પાર્શ્વનાથનું મન્દિર એ ગુજરાતનું એક મહત્ત્વનું જૈન તીર્થ છે. એના અનેક જીર્ણોદ્ધાર અત્યાર સુધીમાં થયા છે. લાખોના ખર્ચે થયેલા એના છેલ્લા જીર્ણોદ્ધાર પછી એમાં પ્રતિષ્ઠાવિધિ આચાર્ય શ્રી વિજયવલભસૂરિના પવિત્ર હસ્તે થવાની હતી. પણ વિધિનિર્મિતિ કંઈ જુદી હતી. એ કાર્ય થઈ શકે ત્યાર પહેલાં જ આચાર્યશ્રી કાળધર્મ પામ્યા, અને પ્રતિષ્ઠાવિધિ તેઓશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિના હસ્તે થોડાક માસ પહેલા. સં. ૨૦૧૧ના જેઠ શુદિ પાંચમ, તા. ૨૬મી મે ૧૯૫૫ના રોજ થઈ હતી. પાટણના સ્થાપક ચાવડા વનરાજે બંધાવેલા એ મન્દિર વિષેના એતિહાસિક ઉલેખો પરની સંકલિત નોંધ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિના સમારકરૂપે પ્રસિદ્ધ થતા આ ગ્રન્થમાં સમુચિત થઈ પડશે એમ માનીને અહીં આપીએ છીએ. -- સંપાદકો] અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રીપંચાસરા પાર્શ્વનાથનું મન્દિર બંધાવ્યું હતું એ ઘટના ઈતિહાસ પ્રસિદ્ધ છે. વનરાજનો પિતા પંચાસરમાં રાજય કરતો હતો, તેથી આ મન્દિરમાં પ્રતિકિત પાર્શ્વનાથની મૂર્તિને પંચાસરા પાર્શ્વનાથ નામ આપવામાં આવ્યું હોય, અથવા કેટલાક વિદ્વાનો માને છે તેમ, એ મૂર્તિ પંચાસરમાંથી લાવીને નવા પાટનગર પાટણમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય. પાટણની સ્થાપના સં. ૮૦૨માં થઈ હતી, એટલે ત્યાર પછી થોડા સમયમાં આ મન્દિર બંધાયું હશે એમ અનુમાન કરવું વધારે પડતું નથી. એ રીતે ગુજરાતનાં જૂનામાં જૂનાં, વિદ્યમાન જૈન મંદિરોમાંનું એક તેને ગણવું જોઈએ. જો કે વખતોવખત તેના જીર્ણોદ્ધારો થયા હોવા જોઈએ. વિક્રમના તેરમા શતકમાં મંત્રી વસ્તુપાલે કરાવેલા જીર્ણોદ્ધારની હકીકત તત્કાલીન ઐતિહાસિક કાવ્યોમાંથી મળે છે. હમણાં જ થયેલા છેલ્લા છદ્ધાર પૂર્વે જે મન્દિર હતું તેનું સ્થાપત્ય સોળમાં સૈકાનું જણાતું હતું. વળી આ મન્દિર સૈ પહેલાં તો જૂના પાટણમાં હશે. ત્યાંથી એ પ્રતિમાઓ આદિ નવા પાટણમાં કયારે લાવવામાં આવ્યાં હશે એ વિષે પણ કંઈ આધારભૂત માહિતી મળતી નથી. વનરાજના ગુરુ શીલગુણસૂરિ નાગેન્દ્ર ગ૭ના ચૈત્યવાસી આચાર્ય હતા અને પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર સદીઓ સુધી નાગેન્દ્ર ગનું ચૈચ હતું એમ પ્રાપ્ત ઉલેખો ઉપરથી જણાય છે. ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના ઇતિહાસ સાથે સંકળાયેલું હોઈ આ મન્દિર એક વિશિષ્ટ ઐતિહાસિક અગત્ય ધરાવે છે. એનો સગસન્ન વૃત્તાન્ત આલેખવા માટેનાં કોઈ સાધનો નથી. સાહિત્યમાં અને ઉત્કીર્ણ લેખોમાં જે પ્રકીર્ણ ઉલ્લેખો મળે છે એને આધારે જ આ મન્દિર વિષે કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે અથવા એ પરત્વે રસપ્રદ અનુમાનો થઈ શકે છે. આ મન્દિર વિષેના તમામ ઉલેખો બધા ઉપલબ્ધ ગ્રન્થાદિમાંથી ખોળી કાઢવાનું મર્યાદિત સમયમાં શકય નથી, પણ જે ઉલ્લેખો મળી શકયા તે કાલાનુક્રમિક સંદર્ભમાં, યોગ્ય નોંધ સાથે અહીં રજૂ કરું છું. ૧. હરિભદ્રસૂરિકૃત “ચન્દ્રપ્રભચરિત' (સં. ૧૨૧૬ આસપાસ) પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેનો પહેલો લિખિત ઉલ્લેખ, એ મન્દિર બંધાવ્યા પછી લગભગ ચારસો વર્ષ બાદ મળે છે. એ ઉલ્લેખ બૃહદ્ ગચ્છના આચાર્ય શ્રીચરિના શિષ્ય હરિભદ્રસૂરિના Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો પ્રાકૃત ‘ ચંદ્રપ્રભચરિત'માંથી છે. એ જ ગ્રન્થકારનું અપભ્રંશ ‘નેમિનાથચરિત – સં. ૧૨૧૬માં રચાયેલું છે, એટલે ઉક્ત ચંદ્રપ્રભચરિત · પણ એ અરસામાં રચાયું હશે. જો કે સં. ૧૨૨૩ પછી તો એ રચાયું નથી જ, કેમ કે એ વર્ષમાં લખાયેલી એ કાવ્યની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંધવીના પાડાના ભંડારમાં છે. એની પ્રશસ્તિના ઉલ્લેખ પ્રમાણે, જયસિંહદેવ અને કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતાપિતાના શ્રેય અર્થે પંચાસર પાર્શ્વગૃહમાં મંડપની રચના કરાવી હતી—— जयसीहएव-सिरिकुमरवालनरनायगाण रज्जेसु । सिरीपुहइवालमंती अवितहनामो इमो विहिओ ॥ अह निन्नयकारा वियजालिहरगच्छरिसहजिणभवणे । जय जगणीए उण पंचासरपासगिहे ॥ चड्डावलीयंमि उ गच्छे मायामहीए सुहहेउं । अहिलवाsयपुरे कराविया मंडवा जेण ॥ ' અર્થાત્ શ્રીજયસિંહદેવ અને કુમારપાલ નરનાયકોના રાજ્યમાં શ્રી પૃથ્વીપાલ મંત્રી અવિતથ નામવાળો થયો. પોતાના પૂર્વજ) નિમ્નયે કરાવેલા જાલિહર ગચ્છના ઋષભજનભવનમાં તથા પંચાસર પાર્શ્વગૃહમાં પોતાના જનક અને જનનીના (શ્રેય) અર્થે તથા પોતાની માતામહીના સુખ અર્થે તેણે ચડ્ડાવલી ( ચંદ્રાવતી) અને અણુહિલવાડપુરમાં મડપો કરાવ્યા હતા. ૨. અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્ત્તન ( સં. ૧૨૯૮ અને ૧૨૮૭ ની વચ્ચે ) અરિસિંહ એ ગુજરાતના સુપ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલનો આશ્રિત કવિ હતો અને વસ્તુપાલનાં સત્કૃત્યો વર્ણવતું ‘ સુકૃતસંકીર્ત્તન ' નામે મહાકાવ્ય તેણે રચેલું છે. એના પહેલા સર્ગમાં કવિએ ચાવડા વંશના રાજાઓનો કાવ્યમય વૃત્તાન્ત આપ્યો છે. આમાં ખાસ નોંધપાત્ર તો એ છે કે સોલંકી અને વાઘેલા યુગમાં રચાયેલાં અનેક ઐતિહાસિક કાવ્યોમાંથી માત્ર અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્ત્તન ’ અને ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ સુકૃતકીર્તિકલ્લોલિની'માં જ ચાવડાઓનો ઉલ્લેખ છે; 'યાશ્રય' કાવ્યમાં ગુજરાતનો ઇતિહાસ આલેખવાનો રીતસર પ્રયત્ન કરનાર આચાર્ય હેમચન્દ્રે પણ ચાવડાઓની વાત કરી નથી. ચાવડાઓની હકૂમત પાટણ આસપાસના થોડા પ્રદેશ ઉપર જ હતી અને તે કારણે ઐતિહાસિક કાવ્યોના લેખકોએ એમને એટલું રાજકીય મહત્ત્વ નહિ આપ્યું હોય. એ રીતે સુકૃતસંકીર્તનમાં આપેલી ચાવડાઓની વંશાવલી મહત્ત્વની છે. ‘ સુકૃતસંકીર્તન’ની રચના સં. ૧૨૭૮ અને ૧૨૮૭ની વચ્ચે કયારેક થયેલી છે.ર એ કાવ્યના પ્રથમ સર્ગના ૧૦મા શ્લોકમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ છે, એટલું જ નહિ પણ એ મન્દિરની તુલના પર્યંત સાથે કરી છે, જે એના શિખરની ઊંચાઈ દર્શાવે છે- अंतर्वसद्घनजनाद्भुतभारतो भू मी भृश्यतादिति भृशं वनराजदेवः । पञ्चासराहूवनव पार्श्वजिनेशवेश्मव्याजादिह चितिधरं नवमाततान ૧. પાટણ ભંડારની સૂચિ (ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ), પૃ. ૨૫૫ ૨. જુઓ મારું પુસ્તક Literary Circle of Mahamatya Vastupala, પૃ. ૬૩ وای Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વળી એ કાવ્યના છેલ્લા સર્ગમાં (શ્લોક ૨) વસ્તુપાલનાં બાંધકામો વર્ણવતાં કર્તાએ કહ્યું છે કે અણહિલવાડ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવીને મંત્રીએ વનરાજની વૃદ્ધ થયેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું – पञ्चासरा ह्वमणहिल्लपुरीपुरन्ध्रीसीमन्तरत्नमिवपार्श्वजिनेशवेश्म । उद्धृत्य येन यशसा जनितो जरत्या हस्तावलम्बनविधिर्वनराजकीर्तेः ॥ ૩. ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીર્તિલ્લોલિની' (સં. ૧૨૭૭) નાગેન્દ્રગુચ્છના વિજયસેનસૂરિ જેઓ વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ હતા તેમના શિષ્ય ઉદયપ્રભસરિકત “સુકતકન્નિકલોલિની” કાવ્ય સં. ૧૨૭૭માં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંધયાત્રા પ્રસંગે રચાયું હતું, અને વસ્તુપાલ શત્રુંજય ઉપર બંધાવેલા મંડપમાં એક શિલાપટ્ટ ઉપર કોતરીને તે મૂકવામાં આવ્યું હતું. ૩ મંત્રીનાં સુતોની પ્રશસ્તિરૂપે રચાયેલા આ કાવ્યના ૧૪મા શ્લોકમાં કવિ કહે છે કે ગુર્જરભૂમિરૂપ સુન્દરીના મુખ સમાન અણહિલપુરના તિલકરૂપ આ પંચાસર ચૈત્ય વનરાજે બંધાવ્યું હતું, જેના શિખરનો ઊંચો કલશ સંથાના મણિ જેવો શોભતો હતો – स्फूर्जद्गूर्जरमण्डलावनिवधूवक्त्रोपमेऽस्मिन् पुरे चैत्ये किञ्च विशेषकं व्यरचयत् पञ्चासराहवं नृपः । यस्योच्चैः कलशश्चकास्ति रुचिभिः किञ्चिद्विभिन्नाम्बरश्यामत्वव्यपदेशकेशपदवीसीमन्तसीमामणिः ॥ ૪, ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય (સં. ૧૨૯૦ પહેલાં) . ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિએ “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિચરિત્ર' નામે પંદર સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. એમાં મંત્રી વસ્તુપાલની સંઘયાત્રાનું વર્ણન હોઈ સં. ૧૨૭૭ની મોટી સંઘયાત્રા પછી તુરત એ રચાયું હોય એ સંભવિત છે, પણ સં. ૧૨૯૦ પહેલાં તો નિઃશંક એની રચના થયેલી છે, કેમ કે એ વર્ષમાં ખુદ વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી એની તાડપત્રીય નકલ ખંભાતના ભંડારમાં છે. એ કાવ્યની પ્રશસ્તિમાં (શ્લોક ૭) નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની ગુરુપરંપરા આપીને પોતાના ગુરુ વિજ્યસેનસૂરિ વિષે કર્તા કહે કે તેઓ પંચાસરા નામથી ઓળખાતા વનરાજવિહાર તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા – पञ्चासराहववनराजविहारतीर्थे प्रालेयभूमिधरभूतिधुरन्धरेऽस्मिन् । साक्षादधःकृतभवा तटिनीव यस्य व्याख्येयमच्युतगुरुक्रमजा विभाति ।। પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર બંધાયું ત્યારથી નાગેન્દ્ર ગ૭ના આચાયોનો એ સાથેનો સંબંધ જોતાં આ સ્વાભાવિક છે. વળી પંચાસરાનું મન્દિર તે જ વનરાજવિહાર એમ અહીં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે, ૩. એ જ, પૃ. ૭૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ee વસ્તુપાલે એ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એનો ઉલ્લેખ પણ કાવ્યના પહેલા સર્ગ(શ્લોક ૨૨)માં છે ~~~~ अहिलपाटकनगरादिराजवनराजकीर्त्तिकेलिंगिरिम् । पञ्चासराव जिन गृहमुद्दध्रे यः कुलं च निजम् ॥ ૫. શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાંનો સં. ૧૩૦૧ નો શિલાલેખ આ મન્દિરમાંની વનરાજની મૂર્તિ પાસેની ૪૦ આસાકની મૂર્તિ નીચે આ પ્રકારે શિલાલેખ છે— (१) सं. १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडली वास्तव्य मोढज्ञातीय नागेंद्र ... (२) सुत श्रे० जालणपुत्रेण श्रे० राजुकुक्षीसमुद्भूतेन ठ० आशाकेन संसारासार... (३) योपार्जित वित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्लीवितान... (४) कारितः तथा च ठ० आसाकस्य मूत्तिरियं सुत ठ० अरिसिंहेन कारिता प्रतिष्ठिता ... (५) संबंधे गच्छे पंचासरातीर्थे श्रीशीलगुणसूरिसंताने शिष्य श्री ... (૬) વેવશ્વન્દ્રસુરિમિઃ ।। મારું માશ્રી: | જીમ મત્તુ || આ શિલાલેખમાં પણ પંચાસરા તીર્થનો વનરાજવહાર તરીકે ઉલ્લેખ છે. પંચાસરાના મન્દિરમાં શીલગુણસૂરિના શિષ્ય દેવચન્દ્રસૂરિની મૂર્તિ છે. એક મૂર્તિ વનરાજના મામા સુરપાળની ગણાય છે; પણ આખા યે મન્દિરમાંના ખીન્ન કોઈ લેખમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ નથી. એમાં એક માત્ર અપવાદ વનરાજની મૂર્તિ નીચેના લેખનો છે. એ શિલાલેખમાં સં. ૭૫૨ અને સં. ૮૫૨નો નિર્દેશ છે, પણ એની લિપિ એટલી પ્રાચીન લાગતી નથી. આ ઉપરાંત તેમાં સં. ૧૩૦૧ અને સં. ૧૪૧૭ના ઉલ્લેખ છે અને એક સ્થળે ‘મહમદ પાતસાહ ’ અને ‘ પીરોજસાહ'ની પણ વાત છે. એ મૂર્તિની નીચે તથા તેની આસપાસ નીચેના પથ્થર ઉપર ત્રણેક શિલાલેખો ભેગા થઈ ગયા છે અને ધસાયેલા હોવાને કારણે તે વિશેષ દુર્વાસ્થ્ય બન્યા છે. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ અને પં. લાલચંદ ગાંધીએ એ બંધ બેસાડવા પ્રયત્ન કર્યો છે અને તેમણે તૈયાર કરેલી એ લેખની વાચના નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસુરિકૃત‘ચન્દ્રપ્રભચરિત્ર’ની પ્રસ્તાવના( પૃ. ૧૧)માં છપાઈ છે. એનો એકદેશ નીચે મુજબ છે— ...સં. ૨૨૦ ૨...શ્રીપાર્શ્વનાથનૃત્ય શ્રીવનાન...વનરા શ્રી કેશભુ (?) શ્રીમળઙેસ્વર રાવાયતન त्रा पि...ति श्रीवनराजमूर्ति श्रीशीलगुणसूरि सगणे श्रीदेवचंद्रसूरिभिः प्रतिष्ठिता सं. १४१७ वर्षे આ લેખમાંનું · ...પાર્શ્વનાથ ચૈત્ય ’ એટલે · પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય ' એમ ગણવું જોઈએ. વનરાજે બંધાવેલા અણુહિલ્લેશ્વર મહાદેવના મન્દિર ( ‘ શવાયતન ’ )નો પણ એમાં નિર્દેશ છે. વનરાજની મૂર્તિની પ્રતિષ્ઠા દેવચન્દ્રસુરિના હસ્તે થઈ હોવાનું એમાં જણાવ્યું છે અને તેની જ સાથે સં. ૧૪૧૭નો ઉલ્લેખ છે એનો મેળ બેસતો નથી. આ શિલાલેખની વધારે સારી વાચનાની હજી અપેક્ષા રહે છે. હું, મેરુતુંગાચાર્યકૃત ‘ પ્રમન્ધચિન્તામણિ (સં. ૧૩૬૧) ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના સુપ્રસિદ્ધ સાધનગ્રન્થ ‘પ્રબન્ધચિન્તામણિ ’ અનુસાર, વનરાજે શીલગુણુસૂરિને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પ્રત્યુપકારશુદ્ધિથી સપ્તાંગ રાજ્ય આપવા માંડયું, Page #5 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પણું સૂરિએ તેનો નિષેધ કર્યો; પછી સૂરિના આદેશથી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું તથા તેમાં પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી.*-- पञ्चासरग्रामतः श्रीशीलगुणसूरीन् सभक्तिकमानीय धवलगृहे निजसिंहासने निवेश्य कृतज्ञचूडामणितया सप्ताङ्गमपि राज्यं तेभ्यः समर्पयंस्तैनिःस्पृहैर्भूयो निषिद्धस्तत्प्रत्युपकारबुद्धया तदादेशाच्छ्रीपार्श्वनाथप्रतिमालङ्कृतं पञ्चासराभिधानं चैत्यं निजाराधकमूर्तिसमेतं च कारयामास । (આચાર્ય શ્રી જિનવિજયજીની વાચના, પૃ. ૧૩) પ્રભાચન્દ્રસૂરિકત “પ્રભાવચરિત' (સં. ૧૩૩૪)ના ‘અભયદેવસૂરિચરિત માં કહ્યું છે કે “નાગેન્દ્રગથ્થરૂપી ભૂમિનો ઉદ્ધાર કરવામાં આદિવરાહ સમાન અને પંચાશ્રય નામે સ્થાનમાં આવેલા ચૈત્યમાં વસત (પશ્ચાત્રથામિકથાનથિતāનિવાસિના) શ્રીદેવચન્દ્રસૂરિએ વનરાજને બાલ્યકાળમાં ઉછેયો હતો. વનરાજે આ નગર (અણહિલપુર) વસાવીને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. એ રાજાએ ત્યાં વનરાજવિહાર બંધાવ્યો અને કૃતજ્ઞતાપૂર્વક એ ગુનો સત્કાર કર્યો” (શ્લોક ૭૨–૭૪). અહીં પાશ્રયમિધસ્થાનસિથતબૈત્ય એટલે પાટણનું પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય નહિ, પણ પંચાસર ગામમાં જ આવેલું ચૈત્ય, કે જ્યાં એ આચાર્ય પાટણની સ્થાપના પહેલાં રહેતા હશે. પાટણની સ્થાપના પછી વનરાજે બંધાવેલો “વનરાજવિહાર ” એ પંચાસરા પાર્શ્વનાથ ચૈત્યનું જ બીજું નામ છે એ “ધર્માલ્યુદયના ઉલ્લેખથી સ્પષ્ટ છે. આ મંદિરમાં ઠ૦ આસાકની મૂર્તિ નીચેનો શિલાલેખ પણ એ સૂચવે છે. ૭. જયશેખરસૂરિકૃત પંચાસરા વિનતી (સં. ૧૪૬૦ આસપાસ) સં. ૧૪૬૨માં સંસ્કૃતમાં “પ્રબોધચિન્તામણિ” નામે આધ્યાત્મિક રૂપગ્રન્થિ રચીને પછી એનું છટાદાર ગુજરાતી પદ્યમાં “ત્રિભુવનદીપક પ્રબન્ધ” નામથી રૂપાન્તર કરનાર અંચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિનું સ્થાન જુના ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ કવિઓમાં છે. એમણે રચેલી કેટલીક પ્રકીર્ણ ગુજરાતી કાવ્યરચનાઓની ૨૧ પત્રની એક પ્રાચીન હસ્તપ્રત પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અને પૂ. મુનિશ્રી રમણીકવિજયજીએ ચાણસ્માના ભંડારમાંથી મેળવી હતી. એ પોથીના પાંચમાં પત્ર ઉપર “પંચાસરા વીનતી” એ નામનું પંચાસરા પાર્શ્વનાથનું એક સુન્દર સંક્ષિપ્ત સ્તુતિકાવ્ય છે. આ પહેલાંના, પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના ઉલ્લેખો, ઉપર સૂચવ્યા તેમ મળે છે, પણ એ વિષેનું ગુજરાતી ભાષામાં આ પહેલું જ ઉપલબ્ધ સ્તવન છે. આ સ્તવન જયશેખરસૂરિએ પાટણમાં રહીને જ રચ્યું હોય એ સંભવિત છે. એની પહેલી કડી નીચે મુજબ છે : “સખે પાસુ પંચાસરાધીશ પખઉં, હુયઉ હળુ કેતઉ ન જાણુ સુલેખઉં, કિયાં પાછિલઈ જમિ જે પુણ્યકાર, ફલિયાં સામટાં દેવ દીકંઈ તિ આજુ.” ૪. “પ્રબન્ધચિન્તામણિ – અંતર્ગત કેટલાક પ્રબન્ધોનો આશરે ૪૦૦ વર્ષ પર થયેલો સંક્ષેપ “પુરાતન પ્રબન્ધસંગ્રહના પરિશિષ્ટમાં છપાયો છે તેમાં “પ્રબન્ધચિન્તામણિ'ના ઉપર્યુક્ત વૃત્તાન્તનો સારોદ્ધાર આપતાં કહ્યું છે (પૃ. ૧૨૮)ભાવાર્યવવસા શ્રી પાર્શ્વતમાાં નિખારાષfમૂર્તિયુક્ત સાત જાતના આજે પણ આ મન્દિરને સામાન્ય બોલીમાં “પંચાસરા' નામે ઓળખવામાં આવે છે તે આ સાથે સરખાવી શકાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ૮૧ ૮. સિદ્ધિસૂરિકૃત “પાટણ ચિત્યપરિપાટી (સં. ૧૫૭૬) પાટણનાં જૈન મન્દિરોનું વર્ણન કરતી ચાર પ્રાચીન ચૈત્યપરિપાટીઓ અત્યાર સુધીમાં મળેલી છે, જેમાંની બે-લલિતપ્રભસૂરિ અને હર્ષવિજયકત–આ પહેલાં શ્રીહંસવિજયજી લાયબ્રેરી, અમદાવાદ તરફથી પ્રકટ થયેલી છે. જુદા જુદા મહોલ્લા, શેરીઓ, રાજમાર્ગો અને પરાંનો તથા કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનો એમાં નિર્દેશ આવતો હોઈ સ્થાનિક ઈતિહાસ અને ભૂગોળ માટે એ બહુ અગત્યની છે. એ ચારમાં સૌથી પ્રાચીન ઉપલબ્ધ ચૈત્યપરિપાટી સિદ્ધિસૂરિની છે. એની નકલ પૂ. મુનિશ્રી રમણિકવિજયજી પાસેની હસ્તપ્રત ઉપરથી મેં કરી લીધી હતી. એમાં ૯મી કડીમાં નીચે પ્રમાણે પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે: મદૂકર મનહ મનોરથ પૂરઈ, પાસ પંચાસરઈ ભાવ વિચૂરઈ, સાર સંસારઈ લેમિ.” ૯. સિંઘરાજકૃત “પાટણ ચૈત્યપરિપાટી” (સં. ૧૬૩) આ પરિપાટીની હસ્તપ્રત પણ મને પૂ. મુનિશ્રી રમણિકવિજ્યજી પાસે જોવા મળી હતી. એમાં પંચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મન્દિરોનો નિર્દેશ કડી ૬૨થી ૬૫ સુધીમાં નીચે પ્રમાણે છે : પંચાસર શ્રીપાસ, આશાપૂરણ જિનપ્રતિમા નવ વાદીઈ એ, હરખ્યા હીયા મઝારિ, હરખ ભવનિ જઈ જિન દેખી આણંદિઆ એ. ૬૨ મૂલનાયક શ્રી આદિ પ્રથમ તીર્થંકર, ત્રાસી પ્રતિમા વાંધીઈ એ, ભમતી માહિ દેહરી રૂડી નિરપીઈ નઈ ત્રીજઈ દેહરઈ આવીએ એ. ૬૩ તિહાં પ્રતિમા પાંત્રીસ, ચુસવઢા સૂ વાસપુર નાયક ઘણી એ, ચુથિઇ જિન ઉગણીસ, પ્રતિમા પૂછ મૂલનાયક માહાવીર તણી એ. ૬૪ પોસાલમાહિ દેહરૂ પાંચમૂ, જઈનઈ નિરષી નેમીસસ. એ, તેર પ્રતિમા તિહાં વાંદી, પાપ નિકંદીનઈ સેવાઈ રાજલિવર એ.” ૬૫ એ એક જ પટાંગણમાં સત્તરમા સૈકાના આરંભમાં પાંચ મન્દિર હતાં. પંચાસરા પાર્શ્વનાથન મન્દિર પછી ૮૩ પ્રતિમાઓ સહિત જે આદિનાથના મન્દિરનો ઉલ્લેખ છે તે હાલમાં નથી. તપાગચ્છનો ઉપાશ્રય, જે પોળિયા ઉપાશ્રય કે પોશાળ તરીકે ઓળખાય છે, એમાં તે સમયે નેમિનાથનું મન્દિર હોવાનો ઉલ્લેખ છે એ નોંધપાત્ર છે અને ચિત્યવાસની પરંપરાનો દ્યોતક છે. ૧૦. લલિતપ્રભસૂરિકૃત “પાટણ ચૈત્યપરિપાટી” (સં. ૧૬૪૮) પૂનમિયા ગચ્છના આચાર્ય લલિતપ્રભસૂરિકૃત ચિત્યપરિપાટીમાં કડી ૧૮-૨૦માં પચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મન્દિરોનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે : પંચાસરઇ પાટકિ અ૭ઈ એ, ધુરિ વીર જિનવર સાર તુ; નવ પ્રતિમા વદી કરી એ, વાસપૂજય જહારિ તુ. ૧૮ સતાવીસ બિબ તિહાં નમી એ, પંચાર પ્રભુ પાસ તુ; અવર સાત જિનવર નમું એ, વંછિત પૂરઈ આસ તુ. ૧૯ ઋષભદેહરા હિવઇ જિન નમું એ, દશ વલિ ભમતી હોઈ તુ; નવઈ ઘરે છ0 પાસ જિન, ત્રિહતાલીસ બિંબ જોઈ તુ.” ૨૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ ચૈત્યપરિપાટીમાં “પંચાસર પાટક” અર્થાત પંચાસરવાડો એવો ઉલલેખ મન્દિરોના આ જૂથ માટે છે એ ધ્યાન ખેંચે છે. સિંધરાજની જેમ લલિતપ્રભસૂરિએ પણ અહીં પાંચ મન્દિરો નોંધ્યાં છે. જો કે સિંઘરાજે પોશાળમાં નેમિનાથના મન્દિરનો ઉલ્લેખ કર્યો છે તે અહીં નથી અને તેને બદલે નવઈ ઘરિ–નવા ઘરમાં પાર્વ જિનનો નિર્દેશ કર્યો છે. નવા ઘરનો અર્થ “નવું દેવગૃહ” લઈ એ તો એ મન્દિર સિંઘરાજની કૃતિ રચાઈ (સં. ૧૬૧૩) ત્યાર પછી નવું બન્યું હશે એમ કહી શકાય. વળી એ સમય દરમિયાન પોશાળામાંની પ્રતિમાઓ અન્યત્ર સ્થાપિત કરવામાં આવી હશે. એમ ન હોત તો લલિતપ્રભસૂરિએ એનો ઉલ્લેખ અવશ્ય કર્યો હોત. ૧૧. હર્ષવિજયકૃત "પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૨૯) આમાં પંચાસરા સાથેનાં મન્દિરોનું વર્ણન નીચે મુજબ છે: પ્રથમ પંચાસરે જઈ એ, તિહાં પ્રાસાદ ચાર, પંચાસર જિનવર તણું એ, દેખો દીદાર. ૪ ચોપાન બિબ તિહાં અતિ ભલા એ, વલી હીરવિહાર, પ્રતિમા ત્રિણ સહગુરુ તણી એ, મૂરતિ મનોહાર, ૫ તિહાંથી ઋષભ જિણંદ નમું એ, બિંબ પર ગંભારઈ, એકસો બિંબ અતિ ભલા એ, ભમતીએ જુહારઈ. ૬ વાસુપૂજ્યને દેહરે એ, બિંબ ત્રણ વખાણું, મહાવીર પાસે વલી એ, બિંબ ચાર જ જાણું.” ૭ આમાં હીરવિહારનો ઉલ્લેખ મહત્ત્વનો છે. છેલ્લો જીર્ણોદ્ધાર થયો ત્યાર પહેલાંના પંચાસરાના મન્દિરમાં પેસતાં ડાબી બાજુએ એક ઓરડી હતી અને તેમાં આચાર્યો વગેરેની જ મૂતિઓ હતી. એમાં મુખ્ય વેદિકા ઉપર હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ એ તપગચ્છના ત્રણ પ્રભાવક આચાયની મૂર્તિઓ હતી. આ સ્થાન હીરવિહાર તરીકે ઓળખાતું હશે. એમાં હીરવિજયસૂરિની મૂર્તિ સં. ૧૬૬૨માં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની મૂતિઓ સં. ૧૬૬૪માં પ્રતિષ્ઠિત થયેલી છે એમ તે સાથેના શિલાલેખો ઉપરથી જણાય છે. આથી આ પહેલાંની ત્યપરિપાટીઓમાં હીરવિહારનો ઉલેખ ન હોય એ સમજાય એવું છે. ૧૨. “અહો શાલક બોલિ વર્ણક આ જૂની ગુજરાતી ગદ્યમાં રચાયેલું વર્ણક છે. લિપિ ઉપરથી અનુમાને સત્તરમા સૈકામાં લખાયેલી જણાતી એની હસ્તપ્રત વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમન્દિરમાંથી મળી હતી. વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રકટ થયેલ “વર્ણક-સમુચ્ચયમાં આ કૃતિનો પણ સમાવેશ થયેલો છે. એમાં એક સ્થળે અણહિલપુર પાટણનું ટૂંકું વર્ણન છે, અને તેમાં પાટણના પ્રમુખ દેવાલય તરીકે પંચાસરાના મન્દિરનો પણ ઉલ્લેખ છે: તે અહ્મારું અણહીલપુર પાટણ વર્ણવું. પણિ કસૂ એક છિ જે અણહિલપુર પાટણ? સાટ ઘાટે કરી વિચત્ર ચિત્રામે કરી અભિરામ, મહામહોછ ભલાં આરામ, પંચાસર પ્રમુખ દેવ દેવાલા, ૫. શ્રી જિનવિજયજી-સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભાગ ૨ નું, પ૧૧-૧૩, WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો 83 જે નગરમાંeઈ દાનશાલા, વિષધશાલા, ધરમશાલા, ગઢ મઢ મન્દિર પ્રકાર, ચુરાસી ચુટાંની હટશ્રેણિ, માંહઇ વસ્ત સંપૂર્ણ વરતઈ... 13. દેવહર્ષકૃત “પાટણની ગઝલ” (સં. 1866) ખરતર ગચ્છને મુનિ દેવર્ષે સં. ૧૮૬૬માં “પાટણની ગઝલ” એ નામનું એક સ્થલવર્ણનાત્મક કાવ્ય રચ્યું છે. ગઈ શતાબ્દીને પાટણની સ્થાનિક પરિસ્થિતિ, નોંધપાત્ર સ્થળો તથા વિશિષ્ટ વ્યક્તિઓ આદિની માહિતી માટે આ રચના અગત્યની છે. એના અંતિમ પદ્ય-કલશરૂપ છપાની છેલ્લી બે પંક્તિઓમાં નીચે પ્રમાણે પંચાસરાના મન્દિરનો ઉલ્લેખ છે: પાટણ જસ કીધો પ્રગટ જિહાં પાંચાસર ત્રિભુવન ધણી, કવિ દેવહર્ષ મુખથી કહૈ કુશલ રંગલીલા ઘણી.” કલશમાં આ રીતે એકમાત્ર પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ કર્યો છે, એ પાટણનાં જૈન મદિરોમાં એનું મહત્ત્વ દર્શાવે છે. 14. “પંચાસરા પાર્શ્વનાથ સ્તવન આ નામની બે સંક્ષિપ્ત ભાષાકૃતિઓ જાણવામાં આવી છે અને તે બન્ને વડોદરા જૈન જ્ઞાનમંદિરમાં પૂ. મુનિશ્રી હંસવિજયજીના શાસ્ત્રસંગ્રહમાં (પ્રતિ નં. 3394 અને 4515) છે. બન્નેય સ્તવનોમાં કર્તાનું નામ કે રસ્થા સંવત નથી, પણ લિપિ ઉપરથી સો-દોઢસો વર્ષ પહેલાં તે લખાયેલાં જણાય છે. પહેલું સ્તવન “પાસ પંચાસર ભેટ્યો હો, દૂખ મેચ્યો મુઝ ઘર આંગણે " એ પંક્તિથી તથા બીજું સ્તવન ‘સુખકર શ્રીપંચાસરો પાસ, પાટણપુરનો રાજીઓ' એ પંક્તિથી શરૂ થાય છે. બન્નેમાંથી કોઈ ખાસ એતિહાસિક હકીકત મળતી નથી. આ પ્રકારનાં બીજાં પણ રતવનો તપાસ કરતાં મળી આવવા સંભવ છે. 6. મારા વડે સંપાદિત, ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૪૮માં. = =