________________
શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ૮૧
૮. સિદ્ધિસૂરિકૃત “પાટણ ચિત્યપરિપાટી (સં. ૧૫૭૬) પાટણનાં જૈન મન્દિરોનું વર્ણન કરતી ચાર પ્રાચીન ચૈત્યપરિપાટીઓ અત્યાર સુધીમાં મળેલી છે, જેમાંની બે-લલિતપ્રભસૂરિ અને હર્ષવિજયકત–આ પહેલાં શ્રીહંસવિજયજી લાયબ્રેરી, અમદાવાદ તરફથી પ્રકટ થયેલી છે. જુદા જુદા મહોલ્લા, શેરીઓ, રાજમાર્ગો અને પરાંનો તથા કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનો એમાં નિર્દેશ આવતો હોઈ સ્થાનિક ઈતિહાસ અને ભૂગોળ માટે એ બહુ અગત્યની છે. એ ચારમાં સૌથી પ્રાચીન ઉપલબ્ધ ચૈત્યપરિપાટી સિદ્ધિસૂરિની છે. એની નકલ પૂ. મુનિશ્રી રમણિકવિજયજી પાસેની હસ્તપ્રત ઉપરથી મેં કરી લીધી હતી. એમાં ૯મી કડીમાં નીચે પ્રમાણે પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે:
મદૂકર મનહ મનોરથ પૂરઈ, પાસ પંચાસરઈ ભાવ વિચૂરઈ, સાર સંસારઈ લેમિ.”
૯. સિંઘરાજકૃત “પાટણ ચૈત્યપરિપાટી” (સં. ૧૬૩) આ પરિપાટીની હસ્તપ્રત પણ મને પૂ. મુનિશ્રી રમણિકવિજ્યજી પાસે જોવા મળી હતી. એમાં પંચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મન્દિરોનો નિર્દેશ કડી ૬૨થી ૬૫ સુધીમાં નીચે પ્રમાણે છે :
પંચાસર શ્રીપાસ, આશાપૂરણ જિનપ્રતિમા નવ વાદીઈ એ, હરખ્યા હીયા મઝારિ, હરખ ભવનિ જઈ જિન દેખી આણંદિઆ એ. ૬૨ મૂલનાયક શ્રી આદિ પ્રથમ તીર્થંકર, ત્રાસી પ્રતિમા વાંધીઈ એ, ભમતી માહિ દેહરી રૂડી નિરપીઈ નઈ ત્રીજઈ દેહરઈ આવીએ એ. ૬૩ તિહાં પ્રતિમા પાંત્રીસ, ચુસવઢા સૂ વાસપુર નાયક ઘણી એ, ચુથિઇ જિન ઉગણીસ, પ્રતિમા પૂછ મૂલનાયક માહાવીર તણી એ. ૬૪ પોસાલમાહિ દેહરૂ પાંચમૂ, જઈનઈ નિરષી નેમીસસ. એ, તેર પ્રતિમા તિહાં વાંદી, પાપ નિકંદીનઈ સેવાઈ રાજલિવર એ.” ૬૫
એ એક જ પટાંગણમાં સત્તરમા સૈકાના આરંભમાં પાંચ મન્દિર હતાં. પંચાસરા પાર્શ્વનાથન મન્દિર પછી ૮૩ પ્રતિમાઓ સહિત જે આદિનાથના મન્દિરનો ઉલ્લેખ છે તે હાલમાં નથી. તપાગચ્છનો ઉપાશ્રય, જે પોળિયા ઉપાશ્રય કે પોશાળ તરીકે ઓળખાય છે, એમાં તે સમયે નેમિનાથનું મન્દિર હોવાનો ઉલ્લેખ છે એ નોંધપાત્ર છે અને ચિત્યવાસની પરંપરાનો દ્યોતક છે.
૧૦. લલિતપ્રભસૂરિકૃત “પાટણ ચૈત્યપરિપાટી” (સં. ૧૬૪૮) પૂનમિયા ગચ્છના આચાર્ય લલિતપ્રભસૂરિકૃત ચિત્યપરિપાટીમાં કડી ૧૮-૨૦માં પચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મન્દિરોનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે :
પંચાસરઇ પાટકિ અ૭ઈ એ, ધુરિ વીર જિનવર સાર તુ; નવ પ્રતિમા વદી કરી એ, વાસપૂજય જહારિ તુ. ૧૮ સતાવીસ બિબ તિહાં નમી એ, પંચાર પ્રભુ પાસ તુ; અવર સાત જિનવર નમું એ, વંછિત પૂરઈ આસ તુ. ૧૯ ઋષભદેહરા હિવઇ જિન નમું એ, દશ વલિ ભમતી હોઈ તુ; નવઈ ઘરે છ0 પાસ જિન, ત્રિહતાલીસ બિંબ જોઈ તુ.” ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org