Book Title: Panchasara Parshwanathna Mandir Vishena Ketlak Author(s): Bhogilal J Sandesara Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો પ્રાકૃત ‘ ચંદ્રપ્રભચરિત'માંથી છે. એ જ ગ્રન્થકારનું અપભ્રંશ ‘નેમિનાથચરિત – સં. ૧૨૧૬માં રચાયેલું છે, એટલે ઉક્ત ચંદ્રપ્રભચરિત · પણ એ અરસામાં રચાયું હશે. જો કે સં. ૧૨૨૩ પછી તો એ રચાયું નથી જ, કેમ કે એ વર્ષમાં લખાયેલી એ કાવ્યની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંધવીના પાડાના ભંડારમાં છે. એની પ્રશસ્તિના ઉલ્લેખ પ્રમાણે, જયસિંહદેવ અને કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતાપિતાના શ્રેય અર્થે પંચાસર પાર્શ્વગૃહમાં મંડપની રચના કરાવી હતી—— जयसीहएव-सिरिकुमरवालनरनायगाण रज्जेसु । सिरीपुहइवालमंती अवितहनामो इमो विहिओ ॥ अह निन्नयकारा वियजालिहरगच्छरिसहजिणभवणे । जय जगणीए उण पंचासरपासगिहे ॥ चड्डावलीयंमि उ गच्छे मायामहीए सुहहेउं । अहिलवाsयपुरे कराविया मंडवा जेण ॥ ' અર્થાત્ શ્રીજયસિંહદેવ અને કુમારપાલ નરનાયકોના રાજ્યમાં શ્રી પૃથ્વીપાલ મંત્રી અવિતથ નામવાળો થયો. પોતાના પૂર્વજ) નિમ્નયે કરાવેલા જાલિહર ગચ્છના ઋષભજનભવનમાં તથા પંચાસર પાર્શ્વગૃહમાં પોતાના જનક અને જનનીના (શ્રેય) અર્થે તથા પોતાની માતામહીના સુખ અર્થે તેણે ચડ્ડાવલી ( ચંદ્રાવતી) અને અણુહિલવાડપુરમાં મડપો કરાવ્યા હતા. Jain Education International ૨. અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્ત્તન ( સં. ૧૨૯૮ અને ૧૨૮૭ ની વચ્ચે ) અરિસિંહ એ ગુજરાતના સુપ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલનો આશ્રિત કવિ હતો અને વસ્તુપાલનાં સત્કૃત્યો વર્ણવતું ‘ સુકૃતસંકીર્ત્તન ' નામે મહાકાવ્ય તેણે રચેલું છે. એના પહેલા સર્ગમાં કવિએ ચાવડા વંશના રાજાઓનો કાવ્યમય વૃત્તાન્ત આપ્યો છે. આમાં ખાસ નોંધપાત્ર તો એ છે કે સોલંકી અને વાઘેલા યુગમાં રચાયેલાં અનેક ઐતિહાસિક કાવ્યોમાંથી માત્ર અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્ત્તન ’ અને ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ સુકૃતકીર્તિકલ્લોલિની'માં જ ચાવડાઓનો ઉલ્લેખ છે; 'યાશ્રય' કાવ્યમાં ગુજરાતનો ઇતિહાસ આલેખવાનો રીતસર પ્રયત્ન કરનાર આચાર્ય હેમચન્દ્રે પણ ચાવડાઓની વાત કરી નથી. ચાવડાઓની હકૂમત પાટણ આસપાસના થોડા પ્રદેશ ઉપર જ હતી અને તે કારણે ઐતિહાસિક કાવ્યોના લેખકોએ એમને એટલું રાજકીય મહત્ત્વ નહિ આપ્યું હોય. એ રીતે સુકૃતસંકીર્તનમાં આપેલી ચાવડાઓની વંશાવલી મહત્ત્વની છે. ‘ સુકૃતસંકીર્તન’ની રચના સં. ૧૨૭૮ અને ૧૨૮૭ની વચ્ચે કયારેક થયેલી છે.ર એ કાવ્યના પ્રથમ સર્ગના ૧૦મા શ્લોકમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ છે, એટલું જ નહિ પણ એ મન્દિરની તુલના પર્યંત સાથે કરી છે, જે એના શિખરની ઊંચાઈ દર્શાવે છે- अंतर्वसद्घनजनाद्भुतभारतो भू मी भृश्यतादिति भृशं वनराजदेवः । पञ्चासराहूवनव पार्श्वजिनेशवेश्मव्याजादिह चितिधरं नवमाततान ૧. પાટણ ભંડારની સૂચિ (ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ), પૃ. ૨૫૫ ૨. જુઓ મારું પુસ્તક Literary Circle of Mahamatya Vastupala, પૃ. ૬૩ وای For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8