Book Title: Panch Prashno Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ હા ] દર્શન અને ચિંતન વાને છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાને છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હોય એ જ રીતે એને ઉપયોગ થવો જોઈએ. શારીરિક દષ્ટિએ, સંતાનોત્પત્તિની દૃષ્ટિએ, તેમ જ વ્યવહારમાં સ્ત્રીઓની જે કમળતા છે એ જોતાં લશ્કરી તાલીમને એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જેતો નથી. લશ્કરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તે આ તાલીમથી નુકસાન થશે. પ્ર. ૪–-લગ્નેચ્છા ન હોય, પણ વડીલના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને કે એવાં કઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વ્યાજબી ગણાય ? ઉ–ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઇચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પિતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણીવાર એમ બને છે કે લેકે માને છે કે વડીલના દબાણને વશ થઈને, કેવળ તેમને સતિષ આપવા માટે જ પિતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પિતાના જ અંતરમાં ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તે જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઈછા ન હોય તેની, પાસે વલેના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદા-ટીકાને સહેવા માટે મને બળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વ્યાજબી ગણતું નથી. પ્ર. પ–જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠન ઈષ્ટ નથી એમ કેટલાક સુધારકને મત છે અને તેથી પર થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનોનો મેળ બેસાડી શકાય ખરો ? ઉ—બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડે બધા એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડે ના હોય પણ ચિત્ત નાનું ન હોય તે શી હરકત છે ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જે બીજા રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5