Book Title: Panch Prashno
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પાંચ પ્રશ્નો [૧૪] પ્ર.૧ :–૨૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે? કુટુંબસંસ્થાનું ભાવિ આપ કેવું કહે છે? ઉ-૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં ડે ફેર હતા. ગામડાંમાં વાતાવરણ વધારે સંકુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દરે રચાયેલું નહિ. શરમાશમાંથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી, આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકતું. વિભક્ત થવામાં લોકનિંદાને ભય હતો. માનસિક વિકાસ જોઈએ તે નહિ અને સંસ્કારની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતું. પહેલ કેણું કરે એ પણ પ્રશ્ન હતે. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી, કારણ કે, ત્યાં જે લેકે આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણેને લીધે શહેરનું આકર્ષણ વધારે હતું. ગામડામાં તે લેકે ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિંદિત થવાની કે આંગળી ચધામણું થવાની શક્યતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈને કારણે થતું, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મેટી ઉમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હોય છે, મુક્ત વાતાવરણમાં ક્યાં હોય છે. શાળા, કોલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હોય છે. એ સ્થિતિમાં તે કાઈના દાબ નીચે રહેવાનું ન ઈચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઇચ્છા થાય છે. આર્થિક સગવડ હોય તે ભાગ્યે જ કેઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબને મેળ બેસતો નથી. વડીલે અણગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હોવાથી એકબીજાને દુભવવાને ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનું ઈચ્છનીય છે. સંયુક્ત કુટુંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5