Page #1
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રશ્નો [૧૪]
પ્ર.૧ :–૨૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે? કુટુંબસંસ્થાનું ભાવિ આપ કેવું કહે છે?
ઉ-૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં ડે ફેર હતા. ગામડાંમાં વાતાવરણ વધારે સંકુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દરે રચાયેલું નહિ. શરમાશમાંથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી,
આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકતું. વિભક્ત થવામાં લોકનિંદાને ભય હતો. માનસિક વિકાસ જોઈએ તે નહિ અને સંસ્કારની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતું. પહેલ કેણું કરે એ પણ પ્રશ્ન હતે. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી, કારણ કે, ત્યાં જે લેકે આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણેને લીધે શહેરનું આકર્ષણ વધારે હતું. ગામડામાં તે લેકે ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિંદિત થવાની કે આંગળી ચધામણું થવાની શક્યતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈને કારણે થતું, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મેટી ઉમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હોય છે, મુક્ત વાતાવરણમાં ક્યાં હોય છે. શાળા, કોલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હોય છે. એ સ્થિતિમાં તે કાઈના દાબ નીચે રહેવાનું ન ઈચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઇચ્છા થાય છે. આર્થિક સગવડ હોય તે ભાગ્યે જ કેઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબને મેળ બેસતો નથી. વડીલે અણગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હોવાથી એકબીજાને દુભવવાને ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનું ઈચ્છનીય છે. સંયુક્ત કુટુંબ
Page #2
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
દર્શન અને ચિંતન
અમાં માટે ભાગે ક્લેશક કાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંધમાં વ્યક્તિનું માન અને તેના ગુણ નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્ત કુટુ ઇષ્ટ છે; એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન રહી શતું નથી,
સારી રીત એ છે કે કમાતા થયા પછી પરવું; જુદા થવાની તૈયારી કરીને પરણવુ. અપવાદરૂપે કાઈ કુટુબમાં સુંદર મેળ હાય છે, પણ એમ ન હોય તો જુદાં થવું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છેડવા એ દૃષ્ટિ છે. કુટુંબસ સ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિમૂ ળ થાય કે ભાંગી પડે એવું મને લાગતુ નથી. કુટુંબસંસ્થાના આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની પર. એ આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી પર. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીને સંપૂર્ણ નાશ કદી થતા નથી. સ્ત્રી-પુરુષના સભ્ય વિનાનુ જીવન શકય જ નથી—ત ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય વનમાં તે ગૃહસ્થાશ્રમમાં બન્નેને સાથ આવશ્યક છે.
અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા થતા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એને અંત કદી આવી શકે નહિ. પુરુષ-સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બન્નેમાં વિકૃતિએ આવશે. બન્નેના સભ્યમાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે અધા વ્યવહારગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલવેા જોઈ એ.
પ્ર. ર્—લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પેાતાના વ્યક્તિત્વનું વિલાપન કરવું જોઈ એ એવી એક માન્યતા છે. એથી કુટુંબજીવનમાં ઘણુનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમ જ સમાજકલ્યાણ માટે એ ધૃષ્ટ છે ?
ઉ.—વિલાપનને અર્થ વિવેક અને સામર્થ્યનું વિલોપન એમ હું નથી કરતા, બન્નેએ વૈતસી વૃત્તિ રાખવી જોઈ એ. નદીના પ્રવાહ આવતાં જેમ શ્વેતસ–નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે ખીજાએ કરવું જોઇએ. પ્રવાહના પ્રતીકાર કરતાં વૃક્ષાને ઘણીવાર તૂટી જવું પડે છે, પણ તેતર ટકી રહે છે તે પ્રસંગાપાત્ત અહમ્નુ. વિલેપન કરવાથી; એટલે વિલેપન કરવાનું હોય તો તે અહમ્ કરવું જોઈએ. બાકી વ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થાય એવું તે પતિ પણ ન ઈચ્છે; પત્નીનું સામર્થ્ય તેની પોતાની
પત્નીના કારણ કે,
Page #3
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રશ્નો
[ v
શક્તિને, તેજને વધારનાર હોય છે. પરસ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંધર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પેાતાનુ સ્વમાન જાળવવું જોઈએ-તેના વધુ ન થવા દેવા જોઈ એ. પેાતાની વિશિષ્ટતાઓના ન વિલેપનમાં પત્નીનુ કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું.
પુરુષને સ્ત્રી પ્રત્યે જો પ્રેમ ન હેાય, એને વ્યવહાર દુરાચારી અને સ્ત્ર પ્રત્યે . આદર્રાત્રહાણે હોય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તે! ન શકે પણ સાથે પોતાનુ જીવન પણ નકામું બનાવી દે, એમાં હું કાઈનું શ્રેય જોતા નથી. ઘણી વાર એમાં નિળતાનું તત્ત્વ મુખ્ય હાય છે. એવા પ્રસગામાં તો સ્ત્રીએ પોતાની તાકાત વધારવી જોઈ એ; કેટલીક વાર તો આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છેડી શકતી નથી, પણ એ તે અનાથાશ્રમમાં રહેવા જેવુ થયું.
બીજી રીતે જોઈ એ તો સામાન્ય મધ્યમ વર્ગોમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકાને ઉછેરે છે તે પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તે પુરુષની કમાણી કદાચ એછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુના સ્વીકાર થવા જોઈ એ. બહેનોએ પણ વધુ સમજ અને સ્વાવલ’બનરાક્તિ ળવવાં જોઈ એ, જેથી તે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કાઈ પ્રસંગે, બધા જ પ્રયાસો પછી પણ વિસંવાદિતા જ રહે તે, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે. બન્ને જ્યાં પરસ્પર આદર જાળવતાં હૈાય ત્યાં વિલાપનના પ્રસંગે! એઓછા ઊભા થાય છે. આકી સમગ્રપણે પેાતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, અહંનેની તાકાત ને શક્તિ વધે તે પુરુષોના પણ લાભમાં જ છે.
પ્ર. ૩-સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે?
ઉ.—હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાય એમના ગુરુકુળની વિદ્યાર્થીનીઓને લઈ ને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું : ‘પતિજી, વાત તો સારી છે. કન્યાઓના આ કાયમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ ખાવાઈ ગયું લાગે છે. '
કહેવાનું તાત્પ એ છે કે લશ્કરી તાલીમના ઉદ્દેશ નિČયતા કેળવ
Page #4
--------------------------------------------------------------------------
________________
હા ]
દર્શન અને ચિંતન વાને છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાને છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હોય એ જ રીતે એને ઉપયોગ થવો જોઈએ. શારીરિક દષ્ટિએ, સંતાનોત્પત્તિની દૃષ્ટિએ, તેમ જ વ્યવહારમાં સ્ત્રીઓની જે કમળતા છે એ જોતાં લશ્કરી તાલીમને એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જેતો નથી. લશ્કરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તે આ તાલીમથી નુકસાન થશે.
પ્ર. ૪–-લગ્નેચ્છા ન હોય, પણ વડીલના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને કે એવાં કઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વ્યાજબી ગણાય ?
ઉ–ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઇચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પિતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણીવાર એમ બને છે કે લેકે માને છે કે વડીલના દબાણને વશ થઈને, કેવળ તેમને સતિષ આપવા માટે જ પિતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પિતાના જ અંતરમાં ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તે જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઈછા ન હોય તેની, પાસે વલેના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદા-ટીકાને સહેવા માટે મને બળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વ્યાજબી ગણતું નથી.
પ્ર. પ–જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠન ઈષ્ટ નથી એમ કેટલાક સુધારકને મત છે અને તેથી પર થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનોનો મેળ બેસાડી શકાય ખરો ?
ઉ—બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડે બધા એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડે ના હોય પણ ચિત્ત નાનું ન હોય તે શી હરકત છે ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જે બીજા રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે
Page #5
--------------------------------------------------------------------------
________________ પાંચ પ્રશ્નો [ 97 તુચ્છતાનો ભાવ હેય તે વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહેચે ખરી. એમ ન હૈય તે, આપણે આપણું સાથે બીજાને પણ ઉત્કર્ષ ઈચ્છતાં હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તે એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંધર્ષ થતો નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણા વિકાસમાં બાધક છે કે સાધક તે જવું જોઈએ. પરસ્પર સહાય, સહકારને ભાવ હેય ને ચિત મુક્ત હેય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી. –ગૃહમાધુરી 12, 1954.