________________
૯૪ ]
દર્શન અને ચિંતન
અમાં માટે ભાગે ક્લેશક કાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંધમાં વ્યક્તિનું માન અને તેના ગુણ નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્ત કુટુ ઇષ્ટ છે; એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન રહી શતું નથી,
સારી રીત એ છે કે કમાતા થયા પછી પરવું; જુદા થવાની તૈયારી કરીને પરણવુ. અપવાદરૂપે કાઈ કુટુબમાં સુંદર મેળ હાય છે, પણ એમ ન હોય તો જુદાં થવું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છેડવા એ દૃષ્ટિ છે. કુટુંબસ સ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિમૂ ળ થાય કે ભાંગી પડે એવું મને લાગતુ નથી. કુટુંબસંસ્થાના આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની પર. એ આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી પર. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીને સંપૂર્ણ નાશ કદી થતા નથી. સ્ત્રી-પુરુષના સભ્ય વિનાનુ જીવન શકય જ નથી—ત ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય વનમાં તે ગૃહસ્થાશ્રમમાં બન્નેને સાથ આવશ્યક છે.
અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા થતા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એને અંત કદી આવી શકે નહિ. પુરુષ-સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બન્નેમાં વિકૃતિએ આવશે. બન્નેના સભ્યમાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે અધા વ્યવહારગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલવેા જોઈ એ.
પ્ર. ર્—લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પેાતાના વ્યક્તિત્વનું વિલાપન કરવું જોઈ એ એવી એક માન્યતા છે. એથી કુટુંબજીવનમાં ઘણુનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમ જ સમાજકલ્યાણ માટે એ ધૃષ્ટ છે ?
ઉ.—વિલાપનને અર્થ વિવેક અને સામર્થ્યનું વિલોપન એમ હું નથી કરતા, બન્નેએ વૈતસી વૃત્તિ રાખવી જોઈ એ. નદીના પ્રવાહ આવતાં જેમ શ્વેતસ–નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે ખીજાએ કરવું જોઇએ. પ્રવાહના પ્રતીકાર કરતાં વૃક્ષાને ઘણીવાર તૂટી જવું પડે છે, પણ તેતર ટકી રહે છે તે પ્રસંગાપાત્ત અહમ્નુ. વિલેપન કરવાથી; એટલે વિલેપન કરવાનું હોય તો તે અહમ્ કરવું જોઈએ. બાકી વ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થાય એવું તે પતિ પણ ન ઈચ્છે; પત્નીનું સામર્થ્ય તેની પોતાની
Jain Education International
પત્નીના કારણ કે,
For Private & Personal Use Only
www.jainelibrary.org