________________
પ્રસ્તાવના
ગ્રંથીમાંથી જુદી તારવીને, લખવામાં આવી છે. સંભવ છે કે આઠમાથી બારમા ક્રમાંકવાળી પાંચ કૃતિઓ પણ અચાન્ય નાના-મોટા ગ્રંથમાંથી અલગ તારવીને લખી હોય. પાંચમાંથી બારમાં ક્રમાંક સુધીની આઠ રચનાઓ, વિવિધ રચનાઓના સંગ્રહરૂપ એક જ પ્રતિમાં લખેલી છે. આથી સમજી શકાય છે કે, જુદા જુદા ગ્રંથોમાં આવેલી આવી આત્મહિતકર ઉપદેશાત્મક સામગ્રીને અલગ તારવીને એક સંગ્રહગ્રંથરૂપે લખવાથી તે, આત્માર્થી અભ્યાસી વર્ગને ખૂબ ઉપકારક થાય છે. આવા પ્રકારના સંગ્રહરૂપે લખાયેલી વિવિધ હસ્તલિખિત પ્રતિઓ અન્યાન્ય ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ છે. આવી ઉપયોગી સામગ્રીને એકત્રિત કરવા માટે વર્તમાન સમયમાં તો, વિપુલ પ્રમાણમાં મુદ્રિત થયેલા ગ્રંથોના વિષયાનુક્રમના આધારે સવિશેષ અનુકૂળતા છે. આ હકકીત પ્રત્યે અહીં અધિકારી વર્ગનું ધ્યાન દોરું છું.
પ્રતિ પરિચય – - ૨. પાઉurસ્થિવિરાણા આ ઈપલાયા-પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીએ આ ગ્રંથને એક A સંજ્ઞક તાડપત્રીય પ્રતિ અને B D E F સંજ્ઞાવાળી પાંચ કાગળ ઉપર લખાયેલી, એમ કુલ છ પ્રતિઓના આધારે સંશોધિત કરેલ છે. આ પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે–
A સંજ્ઞક પ્રતિ–અનુમાનથી વિક્રમના ચૌદમા શતકમાં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર–પાટણમાં સુરક્ષિત અનેક પ્રાચીન ગ્રંથભંડારો પૈકીના સંધવીપાડા જૈન જ્ઞાનભંડારની છે. આ પ્રતિના એકથી એકાવન સુધીના પત્રોમાં પ્રસ્તુત આરાધનાપતાકા લખાયેલી છે. એકાવનમા પત્રમાં આરાધનાપતાકા પૂર્ણ થયા પછી બસો વીસ પત્ર સુધીમાં અન્ય નાની-મોટી ત્રીસ કૃતિઓ લખેલી છે. આની વિગત, પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરાદ્વારા ઈ. સ. ૧૯૩૭માં પ્રકાશિત “વત્તાનમાળાના પ્રથસૂવી” ગ્રંથના ૭૭ મા પૃષ્ઠમાં જોવાની ભલામણ કરું છું. ભંડારની નવી સૂચીમાં આ પ્રતિ ક્રમાંક 1 છે.
A B અને C સંજ્ઞક પ્રતિ –ઉપર્યુક્ત જ્ઞાનમંદિરસ્થિત શ્રીસંઘ જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી આ બે પ્રતિઓનાં પ્રત્યેકના પત્ર ૧૮ છે. બન્ને પ્રતિઓની લંબાઈ–પહોળાઈ ૧૦૧ ૪૪ ઇંચપ્રમાણ છે. અંતમાં લેખકની પ્રશસ્તિ આદિ નથી. જ્ઞાનમંદિરની પ્રકાશિત ગ્રંથસૂચીમાં આ બન્ને પ્રતિઓનો અનુક્રમે ક્રમાંક ૬૫૧ અને ૬૫ર છે.
D સંજ્ઞક પ્રતિ–ઉપર્યુક્ત જ્ઞાનમંદિરમાં સુરક્ષિત લિંબડીપાડા જૈન જ્ઞાનભંડારની ૬૬ પત્રાત્મક આ પ્રતિ વિ. સં. ૧૫૬૯માં કાગળ ઉપર લખાયેલી છે. અંતમાં સંવતના ઉલ્લેખ સિવાય પ્રશસ્તિ આદિ નથી. પ્રતિની સ્થિતિ સારી, લિપિ સુવાચ અને લંબાઈ-પહોળાઈ ૧૦૪૪ ઈચપ્રમાણ છે. જ્ઞાનમંદિરની પ્રકાશિત ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૩૭૯૧ છે.
E અને F સંજ્ઞક પ્રતિ –ઉપર્યુક્ત જ્ઞાનમંદિરમાં સુરક્ષિત સાગરગચ્છ જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી આ બે પ્રતિઓની પત્રસંખ્યા અનુક્રમે ૧૭ અને ૧૩ છે. જ્ઞાનમંદિરની પ્રકાશિત ગ્રંથસૂચીમાં આ બે પ્રતિઓનો ક્રમાંક અનુક્રમે ૭૫૮૦ અને ૭૫૮૧ છે. E સંસક પ્રતિ વિ. સં. ૧૪૬૬માં લખાયેલી છે અને તેની લંબાઈ-પહોળાઈ ૧૦ x ૪ ઇચપ્રમાણ છે, સંવતના ઉલ્લેખ સિવાય અંતમાં પ્રશસ્તિ આદિ નથી. - સંજ્ઞક પ્રતિના અંતમાં પ્રશસ્તિ, લેખનસંવત આદિ નથી. લિપિના આકાર-પ્રકારના આધારે “આ પ્રતિ વિક્રમના પંદરમા શતકમાં લખાયેલી છે? એમ કહી શકાય. બન્ને પ્રતિઓની સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org