________________
પ્રસ્તાવના
જગજીવનદાસ પોપટલાલ શાહ અને ૩. ડૉ. શ્રી રમણલાલ ચી. શાહની, સમગ્ર જૈન આગમોની શાસ્ત્રીય વાચનાને પ્રકાશિત કરવા માટેની ઉચ્ચ ભાવનાની અનુમોદના કરીને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ જણાવું છું.
મારી શારીરિક શક્તિ મર્યાદિત થતી જાય છે, છતાંય મારી શક્તિ પ્રમાણે આગમપ્રકાશન કાર્યમાં સક્રિય રહેવા માટે મને સતત ઉત્સાહિત કરનાર અને જૈન-આગમ-પ્રકાશન યોજનાના સમગ્ર ગ્રંથોને પ્રકાશિત જોવા માટે નિરંતર અભિલાષા સેવનાર તેમજ મુદ્રણના પ્રત્યેક કાર્યમાં સતત સક્રિય રહેતા શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની જ્ઞાનપ્રકાશન માટેની તલ્લીનતાની અનુમોદનાપૂર્વક, તેઓ પ્રત્યે આંતર આભારની લાગણી વ્યક્ત કરું છું.
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના કાર્યકારી અધ્યક્ષ, દર્શન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી વિદ્યાપુરુષ ડૉ. શ્રી નગીનભાઈ જે. શાહે પ્રસ્તુત ગુજરાતી પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર કર્યું છે, તે બદલ તેમનો અંતઃકરણથી આભાર માનું છું. તદુપરાંત ડૉ. શ્રી ચીનુભાઈ નાયક, ડૉ. શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે સજજનોએ એક યા અન્ય પ્રકારે સહાય કરી છે તે માટે તેમનો આભારી છું.
છેલ્લે હાલમાં પક્વ વયે મારા અંતરમાં સતત પ્રવર્તતી લાગણી જણાવું છું—
भई वट्टउ सुयणाण जेहि उच्छाहिओ अहं सययं । तह समभावऽभासे निमित्तभूयाणऽसंताणं ॥१॥ अण्णाणंधमईए मए पुरा खलु असग्गुणत्थवणं । जं जं विहियमणुचियं तं निंदे तं च गरहामि ॥ २॥
[જેમણે મને તમારા વિદ્યાકાર્યમાં સતત ઉત્સાહિત કર્યો છે તે સજ્જનોનું તથા મારા સમભાવના અભ્યાસમાં નિમિત્તભૂત થયા હોય તે અસજ્જનોનું પણ કલ્યાણ થાઓ.૧
મેં અજ્ઞાનધબુદ્ધિને કારણે ગત વર્ષોમાં જે અનુચિત અસગુણની સ્તવના કરી છે તેની હું નિંદા અને ગહ કરું છું. ૨].
રૂતિ રાખ્યું
૧૧, કરુણા સોસાયટી નવા વાડજ પાસે અમદાવાદ ૩૮૦૦૧૩ તા. ૧૫-૨-૧૯૮૭
વિદ્વજનવિનય અમૃતલાલ મોહનલાલ ભોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org