Book Title: Padmavati Aradhna
Author(s): Rudradev Tripathi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ T૮ીeddosed federations of deshowdooffered Schood.h hotel.dedeem ૪. જૈન ધર્મમાં માંત્રિક પ્રયોગોને પ્રવેશ: આધ્યાત્મિક ઉન્નતિ ચાહનારા વદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે સંપ્રદા મંત્રાદિ સાધનને સ્વીકારે છે. તેથી જ જૈન ધર્મમાં અદ્ર વત્રતૂત ના રવિ શાંત વિશાનની અનુસાર દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ હતું. તેના પાંચ વિભાગમાંથી ત્રીજા વિભાગમાં આવેલાં ચૌદ પૂર્વેમાં દશમું પૂર્વ વિદ્યાપ્રવાદ નામનું હતું, જેમાં અનેક વિદ્યાઓ અને મંત્રો હતાં. એક જૈન શાસ્ત્રના પ્રામાણિક વિદ્વાનના કહેવા પ્રમાણે, જિન ધર્મમાં એક લાખ યંત્રો અને એક લાખ તંત્રો છે. આ વાત સાચી લાગે છે. બીજા સંપ્રદાય મુજબ જૈન સંપ્રદાયમાં પણ મંત્રાદિની સાધનાપ્રવૃત્તિ અનાદિ કાળથી ચાલી આવે છે, છતાં પણ, કેટલાક વિદ્વાનોની ધારણા એવી છે કે, જૈન ધર્મમાં શ્રી નેમિનાથજી પછી ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથના સમયમાં અર્થાત ઈ. સ. પૂર્વે ૮૫૦ માં અન્ય પરંપરાઓ-વૈદિક, તાપસ અને નાસ્તિકવાદીઓની ચાલતી હતી અને પ્રાયઃ તાપસો જતર, મંતર, ટુચકા કરતા હતા. વળી પંચાગ્નિતાપન, વૃક્ષની શાખા પર ઊલટા લટકી રહેવું, હાથ ઊંચા રાખીને ફરવું, લોખંડની ખીલીઓ ઉપર સૂવું, ટાઢમાં રાત્રે પાણીમાં રહેવું વગેરે ક્રિયાઓ કરી તાપ સમાજને પિતા પ્રત્યે આકૃષ્ટ કરતા હતા. એટલે ભગવાન શ્રી પાર્શ્વનાથે આ બધી ક્રિયાઓને અનુચિત ગણી ધ્યાનને પ્રાધાન્ય આપ્યું હતું. ધ્યાનની વિવિધ ક્રિયાઓ કરી આત્મકલ્યાણ સાધવું અને અન્ય જીવોનું પણ કલ્યાણ આ રીતે સાધવું એમ ઉપદેશ આપ્યો. એટલે ધ્યાનમાથી ધીરે ધીરે પૂવ સંસ્કારવશ તે વખતના સાધુઓએ ઉપર્યુક્ત પાર્શ્વ પરંપરા અને પ્રચલિત સાધુપરંપરાની વચ્ચે સંકમણકાળમાં રહેવાથી જૈન ધર્મમાં પણ મંત્રતંત્રને આશ્રય મળ્યો. પરિણામે અનેક ઉપાસના અને ક્રિયાકાંડો ચાલવા માંડયા. જો કે, તે પછી થયેલા ભગવાનશ્રી મહાવીરે તેનું પ્રત્યાખ્યન કર્યું. બીજી રીતે જિનશાસનમાં પંચનમસ્કારની પ્રમુખતા તો આદિ કાળથી પ્રચલિત હતી જ. તેમાં પણ અવસર અને અવકાશ મળતાં જુદી જુદી ક્રિયાઓ થઈ. નમસ્કાર અંગે પ્રકાશિત થયેલા ગ્રંથે એ ક્રિયાકાંડ વિશે ઘણું જ્ઞાન આપે છે. નાનાથી માંડીને મોટા મોટા રોગ-ઉપદ્રવને દૂર કરવા માટે અમુક બીજમંત્રો લગાડીને નમસ્કાર મંત્રના ચમત્કારિક પ્રયોગો પ્રગટયા. આમ ઉપાસના કાંડ જૈન મતમાં જીવંત હતો. તો પણ, ઇતિહાસવિદ્દોની આ વાત સાચી લાગે છે કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયથી આ મંત્ર પ્રયોગોને વધારે પિષણ મળ્યું. કેમ કે, તે વખતે ગેરખનાથી સંપ્રદાય પણ કુંડલિની જાગરણની લાલસામાં હતો અને તે માટે હગની સાધનામાં સ)શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9