Page #1
--------------------------------------------------------------------------
________________
'I/AID/
શ્રી પદ્માવતી આરાધના
– ડો. રુદ્રદેવ ત્રિપાઠી
M. A; Ph. D. સાહિત્ય સાંખ્યયોગાચાર્ય [ મંત્રવિદ્યાને જન ધર્મમાં સ્થાન છે. પણ મંત્રવાદીને માટે કેટલાંક પક્ષપાલન નક્કી થયેલાં છે, અને તે પ્રસિદ્ધ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના સાથે જ ધરશેંદ્ર કે પદ્માવતીની આરાધના થવી જોઈએ. મંત્રસાધનાથી જેનું કલ્યાણ કરવામાં આવે, તેની પાસે દક્ષિણું લેવી ન ઘટે. લેવી પડે, તે તેની શક્તિ મુજબ જ લેવી ઘટે. સામાન્ય રીતે જ્યાં સમ્યકત્વની હાનિ ન થાય અને વ્રતોમાં દોષ ન લાગે એવી ક્રિયા જૈન ઘમી શ્રાવક સ્વીકારી શકે છે. જૈનાચાર્યોની મંત્રશક્તિને ઈતિહાસ બહુ ઉજળો છે. આને માટે “ભૈરવ પદ્માવતી કપ’ આદિ પુસ્તકે ઉપયોગી સામગ્રી ધરાવે છે. જૈન ઉપાસક માટે નવ સ્મરણ મંત્રની ગૂંથણીથી જ બનાવવામાં આવ્યાં છે. એક દેવીની કે દેવની સાધના ગુરગમથી અને ખૂબ સાવધાનીથી સાધવી પડે છે. આથી સામાન્ય સાધકોએ ‘નવ સ્મરણ”થી અને લઘુબહદ શાંતિથી જ સંતોષ માનવો જોઈએ. આ લેખમાં ડો. રુદ્રદેવ ત્રિપાઠી પિતાના અભ્યાસ પ્રમાણે દુનિયાની મંત્રસાધનાની ભૂમિકા દર્શાવી પદ્માવતી આરાધનાનું મહત્ત્વ અને અનેક શૈલીઓનું વિસ્તારથી નિરૂપણ કરે છે.
– સંપાદક ] शैवे श्रियै, तथा बौछे तारायै, जिनशासने ।
पद्मावत जगन्मा सर्वदास्तु नमोनमः ।। 1. માતૃશક્તિની વ્યાપકતા :
વિશ્વમાં જે રમણીય છે, શક્તિ પણ છે, સદાચરણ છે, સત્ય અને શિવ છે તે માતૃશક્તિનું જ રૂપ છે. મૂતિ, સ્થાપત્ય, ચિત્રકળા, સંગીત અને કાવ્ય આ બધાંમાં માતૃશક્તિનાં પ્રતીકેની પ્રધાનતા છે. મધ્ય એશિયાથી લઘુ એશિયા અને ગ્રીસ સુધીની પુરાતત્વ સંબંધી ઉખનનમાં મળેલી માતૃદેવીઓની અનંત મૃત્તિકાની મૂર્તિઓ આપણને તેની અપરિચિત સત્તાને બંધ કરાવવા માટે પર્યાપ્ત છે. મનુષ્ય પોતાની જન્મદાત્રી માતાનાં માતૃત્વ પ્રત્યે કૃતજ્ઞ અને આસ્થાવાળે થાય એ સ્વાભાવિક પણ છે. એટલે એમ કહી શકાય છે કે, વિશ્વમાં મૂર્તિ પૂજાનો આવિર્ભાવ સૌથી પહેલાં માતૃમૂર્તિથી જ થો છે.
શ્રી આર્ય કલ્યાણૉતમસ્મૃતિગ્રંથ
છે
Page #2
--------------------------------------------------------------------------
________________
[૨૮] હર કos es sucksesbrowses obsessessessed હતી.
પ્રાગૈતિહાસિક યુગથી માતૃપૂજાના વિવિધ સંકેતો પ્રસ્તરખંડ તૂટેલી મૂરતો કે શિલાઓ ઉપર કોતરેલાં ચિત્રો વડે અમે જોઈએ છીએ. માનવ જન્મ લેતાં જ માતાની ગોદમાં આવે છે, એટલે તેના હૃદય ઉપર માતૃચેતનાને અમિટ પ્રભાવ પડે, એ સ્વાભાવિક છે, તેથી જ ઘરના રસોડાથી માંડી મંદિરના હવનકુંડ સુધી, ઘરની એારડીથી મંદિરના ગર્ભગૃહ સુધી અને શયાના સ્થાનથી સમાધિના નિઃસ્વન સ્થાન સુધી સર્વત્ર માતૃશક્તિનું આધિપત્ય જોવા મળે છે અને માનવી, માતાની શક્તિ સ્વીકારવામાં જરા પણ સંકેચ કરતો નથી. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, વગેરે પ્રકાશપુત્રોને જન્મ આપનારી એક માત્ર માતા છે એમ તે માને છે, સ્વીકારે છે, માતાને પૂજનીય માને છે.
વિશ્વ ઈતિહાસમાં આપણે જોઈએ તો પ્રાચીન મિસ્ત્ર, મેસોપોટેમિયા, પ્રાચીન તથા મધ્યકાલીન યુરો૫, પ્રાચીન અને મધ્યયુગીન ચીન, જાપાન તથા મલાયા દીપસમૂહમાં માતૃપૂજાના સંપ્રદાયો જોવામાં આવે છે અને ત્યાં જે દેવીઓ પૂજાય છે, તે ભારતીઓની માન્યતા પ્રમાણે જ ગણવામાં આવે છે. જેમ કે, બેબીલોનીયન સંસ્કૃતિમાં “ઈતર, સીરિયામાં “અસ્ટટિ” અને “રાસશમરા”, મોઆબમાં “આશાર, દક્ષિણ અરબસ્તાનમાં “આખ્તર”, એબીસીનિયામાં “આસ્તર’, મિશ્રમાં “આઇસિસ, નૂહ, સિબૂ અને હાથરદેવી' – જે ક્રમશઃ ગ્રીસ, ઈટાલી, સિસલી તથા રોમમાં વ્યાપ્ત થઈ. કીટમાં જીયસજનની “આ”, ફ્રાયગિયા એશિયા માઈનોરના પશ્ચિમી કિનારા પર “સાઈબેલ”, લઘુ એશિયામાં સૈ” અથવા “મૌટ” નામની દેવી, બાબુલ અને એસિરિયામાં “નિના, નના અથવા ઈનિમ્ના”, ઉત્તર આફ્રિકા અને ગ્રીસમાં “તિયામત અને મિલિત્તા, ઈટલીમાં ફારસૂના, સેરેસની, ઇલામેતે – મૃત્યુદેવી, કુહલી અને યુરોપમાં મધ્યયુગીન ઈસાઈ ઉપાસનાના રૂપમાં “કુમારી મેરી” ઈત્યાદિ. ૨. માતૃપૂજાની પ્રાચીનતા :
એમ તો આસ્તિક જગતમાં માતૃપૂજાનો આરંભ સૃષ્ટિના આરંભથી જ માનવામાં આવે છે, છતાં યે આજનો બુદ્ધિજીવી માનવ ઐતિહાસિક પ્રમાણને સાચું માને છે. તેથી આ વિશે વિચાર કરવાને યોગ્ય લેખાશે. આજે સૌથી પ્રાચીન સંસ્કૃતિનાં ચિહ્નો આપણે મોહેં જો ડેરો અને હડપામાં મળેલા અવશેષમાં જોઈ શકીએ છીએ. કેમ કે પુરાતત્વવેત્તાઓ કહે છે કે, આ અવશેષ ઈ. પૂ. ચાર હજાર વર્ષના છે અને ત્યાં પણ શક્તિવિગ્રહના ખંડો મળ્યા છે. એક જૈન પુરાતત્ત્વવિદે તે સંગ્રહમાં જેને સંસ્કૃતિના અવશેષો શોધી, જૈન સંસ્કૃતિ પણ એટલી જ પ્રાચીન છે, એમ સિદ્ધ કર
(ર)
શ્રી આર્ય કયા ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
caccad d
kaalaa Is]
က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်ရဲ့ [૨૮૧]
વાના યત્ન કર્યો છે. બીજા વિદ્વાને આ કાળ પછી જ વૈદિક સંસ્કૃતિના કાળ માને છે. તે રીતે ઋગ્વેદમાં અદ્વિતિ, સરસ્વતી, ઉષા, ઇડા, પૃથિવી વગેરે દેવીઓની પૂજા પ્રચલિત હતી એમ મનાય છે. તે પછી તેા, માતૃઉપાસના આગળ વધી અને દ્રવિડ સ’સ્કૃતિ, આ સંસ્કૃતિ, પુરાણ કાળ,વૈષ્ણવ ભક્તિ કાળ, સિદ્ધ તથા નાથ પર’પરા ઇત્યાદિના માધ્યમથી ભારતીય સભ્યતા અને ધર્મસાધનાના યુગેામાં વહેતી આજ સુધી અક્ષય રૂપે ચાલી આવે છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય શક્તિપૂજાથી વિમુખ દેખાતા નથી, એ ખરેખર માતાની અન ંત શક્તિનું જ પરિણામ ૩. આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના ઃ
છે.
માનવજીવનની સાકતા સ`સારના ક્ષણિક સુખાપભાગમાં તે નથી જ, એ સ્વય સિદ્ધ છે. ભૌતિક સમૃદ્ધિના લાભ માટે અન તાન ત ચેાનિએ પછી મળેલા આ માનવદેહને પ્રેરે છે, તે ફરીથી ભવેાભવના ફેરા ખાવાને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાન ભણી આગળ વધી મેાક્ષની કામના કરવી એ જ અભીષ્ટ છે. આપણા ઉદાર મહર્ષિ આએ ત્રિવિધ તાપ મિટાવવા અને મેાક્ષ મેળવવા માટે આત્મચિંતનને સર્વ શ્રેષ્ઠ મહત્ત્વ આપ્યું છે. મેાક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસના બળથી સપન્ન થયેલ માનવને જ થઇ શકે છે. ઉપાસના જ એક એવી કસોટી છે કે, જેની ઉપર માનવજીવનની સફળતા અને સત્તાનુ' પરીક્ષણ થઈ શકે છે, અને માનવી એ ઉપાસનાથી પાતામાં સત્ય, શિવ અને સુંદરતાના અનુભવ કરે છે. ઉપાસના એવી એક એવી નિસરણી કહેવાય છે કે, જે ચઢીને પુરુષાર્થાંના ચરમ અને પરમ લક્ષ્યના શિખરે આરુઢ થઇને પરમ શાંતિ - પ્રમ નિર્ઘાના લાભ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન જે આત્મસ્વરૂપની છેલ્લી અભિવ્યક્તિ લેખાય છે, તે ઉપાસના (સતત સાધના) વગર મળી શકે તેવુ' નથી. આધ્યાત્મિક ભૂમિકાના ધરાતલ પર ઝળહળતા આ નિર્વાણપ્રાપ્તિના દીપ ઉપાસનાની જ્ગ્યાતિથી આલેાકિત છે કે, જેનેા ઉજજવળ પ્રકાશ કેવળ સ્વર્ગાંઢિ સુખને જ પમાડે છે એટલુ જ નહિ, પણ તે અન`ત તેજોમય મેાક્ષસુખ સુધી પણ પહેાંચાડી શકે છે.
ઉપાસના કાંડમાં મંત્ર, યંત્ર અને તંત્રની ત્રિવેણીના સગમ છે. તે ત્રિવેણીમાં સ્નાન કરવા ઇચ્છનારે પેાતાની પાત્રતા ચેાગશાસ્ત્ર વડે મેળવવી જોઇએ. વળી આ ત્રિવેણીસ્નાનની સાર્થકતા ઉચિત સમયે ક્રિયાએ વડે થાય છે. એટલે આ ઉપાસનાવિધિમાં સ્ત્રરાદયની સહાયતા લેવી પડે છે. આમ મત્ર, યંત્ર, તંત્ર, ચેાગ અને સ્વરાય શાસ્ત્રમાંનું પ ́ચામૃત પીએ છે, તે પેાતાની જાતને વિવિધ તાપસ તાપથી છેડાવી આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે, તેમાં સંશય નથી.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
T૮ીeddosed federations of deshowdooffered Schood.h
hotel.dedeem
૪. જૈન ધર્મમાં માંત્રિક પ્રયોગોને પ્રવેશ:
આધ્યાત્મિક ઉન્નતિ ચાહનારા વદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે સંપ્રદા મંત્રાદિ સાધનને સ્વીકારે છે. તેથી જ જૈન ધર્મમાં અદ્ર વત્રતૂત ના રવિ શાંત વિશાનની અનુસાર દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ હતું. તેના પાંચ વિભાગમાંથી ત્રીજા વિભાગમાં આવેલાં ચૌદ પૂર્વેમાં દશમું પૂર્વ વિદ્યાપ્રવાદ નામનું હતું, જેમાં અનેક વિદ્યાઓ અને મંત્રો હતાં. એક જૈન શાસ્ત્રના પ્રામાણિક વિદ્વાનના કહેવા પ્રમાણે, જિન ધર્મમાં એક લાખ યંત્રો અને એક લાખ તંત્રો છે. આ વાત સાચી લાગે છે. બીજા સંપ્રદાય મુજબ જૈન સંપ્રદાયમાં પણ મંત્રાદિની સાધનાપ્રવૃત્તિ અનાદિ કાળથી ચાલી આવે છે, છતાં પણ, કેટલાક વિદ્વાનોની ધારણા એવી છે કે, જૈન ધર્મમાં શ્રી નેમિનાથજી પછી ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથના સમયમાં અર્થાત ઈ. સ. પૂર્વે ૮૫૦ માં અન્ય પરંપરાઓ-વૈદિક, તાપસ અને નાસ્તિકવાદીઓની ચાલતી હતી અને પ્રાયઃ તાપસો જતર, મંતર, ટુચકા કરતા હતા. વળી પંચાગ્નિતાપન, વૃક્ષની શાખા પર ઊલટા લટકી રહેવું, હાથ ઊંચા રાખીને ફરવું, લોખંડની ખીલીઓ ઉપર સૂવું, ટાઢમાં રાત્રે પાણીમાં રહેવું વગેરે ક્રિયાઓ કરી તાપ સમાજને પિતા પ્રત્યે આકૃષ્ટ કરતા હતા. એટલે ભગવાન શ્રી પાર્શ્વનાથે આ બધી ક્રિયાઓને અનુચિત ગણી ધ્યાનને પ્રાધાન્ય આપ્યું હતું. ધ્યાનની વિવિધ ક્રિયાઓ કરી આત્મકલ્યાણ સાધવું અને અન્ય જીવોનું પણ કલ્યાણ આ રીતે સાધવું એમ ઉપદેશ આપ્યો. એટલે ધ્યાનમાથી ધીરે ધીરે પૂવ સંસ્કારવશ તે વખતના સાધુઓએ ઉપર્યુક્ત પાર્શ્વ પરંપરા અને પ્રચલિત સાધુપરંપરાની વચ્ચે સંકમણકાળમાં રહેવાથી જૈન ધર્મમાં પણ મંત્રતંત્રને આશ્રય મળ્યો. પરિણામે અનેક ઉપાસના અને ક્રિયાકાંડો ચાલવા માંડયા. જો કે, તે પછી થયેલા ભગવાનશ્રી મહાવીરે તેનું પ્રત્યાખ્યન કર્યું.
બીજી રીતે જિનશાસનમાં પંચનમસ્કારની પ્રમુખતા તો આદિ કાળથી પ્રચલિત હતી જ. તેમાં પણ અવસર અને અવકાશ મળતાં જુદી જુદી ક્રિયાઓ થઈ. નમસ્કાર અંગે પ્રકાશિત થયેલા ગ્રંથે એ ક્રિયાકાંડ વિશે ઘણું જ્ઞાન આપે છે. નાનાથી માંડીને મોટા મોટા રોગ-ઉપદ્રવને દૂર કરવા માટે અમુક બીજમંત્રો લગાડીને નમસ્કાર મંત્રના ચમત્કારિક પ્રયોગો પ્રગટયા. આમ ઉપાસના કાંડ જૈન મતમાં જીવંત હતો.
તો પણ, ઇતિહાસવિદ્દોની આ વાત સાચી લાગે છે કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયથી આ મંત્ર પ્રયોગોને વધારે પિષણ મળ્યું. કેમ કે, તે વખતે ગેરખનાથી સંપ્રદાય પણ કુંડલિની જાગરણની લાલસામાં હતો અને તે માટે હગની સાધનામાં
સ)શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
tonedposessessorted
stodafadossesses blesssteeless
poles of close stoofsfooks
of Goddess. ૧૮૩)
મશગૂલ રહેતો હતો. તેમાંથી નિરાશ બનેલા સાધુઓએ આ ઉપાસનાનો રાજમાર્ગ સ્વીકાર્યો. ૫. જૈન શાસન અને શક્તિપૂજા
“શક્તિ” શબ્દમાં “શ” નો અર્થ ઐશ્વર્યવાચક છે અને “કિતને અર્થ પરાક્રમ થાય છે, જે તસ્વરૂપ ઐશ્વર્ય તેમ જ પરાક્રમને આપે તે શક્તિ કહેવાય છે, એમ શાસ્ત્રકારો કહે છે.
एश्वर्य वचन शश्च ‘क्ति' पराक्रम एव च ।
तत्त्वस्वरुपा तयोर्दात्री सा शक्तिः परिकीर्तिता ॥ ઉપર આપણે માતૃશકિતની મહત્તા જોઈ ગયા છીએ. એટલે તેના આધારે વિશ્વમાં શક્તિની આરાધના પ્રવર્તે એ સત્ય છે. તેમ જ જન શાસ્ત્રમાં પણ દયાન માર્ગથી પ્રસરેલી તાંત્રિક ઉપાસના ક્રમશઃ ચક્રેશ્વરી આદિ વીશ દેવીની આરાધના, હિણી, પ્રજ્ઞપ્તિ આદિ સરસ્વતી ન્યૂહની સેળ દેવીની આરાધના સાથે આગળ વધી. પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની શાસનદેવી અકિંચન શરણ ભગવતીશ્રી પદ્માવતીની ઉપાસના ઉત્તરોત્તર ઉન્નત થઈ
આવશ્યકતા જેમ જેમ વધે છે, તેમ તેમ આવિષ્કારે પણ વધવા માંડે છે. આ રીતે પૂર્વાચાર્યોએ આ વિષયનું મંથન ચાલુ રાખ્યું. શોધખોળ કરતાં આરાધનાના પ્રકારો મેળવી લીધા. ઉપાસકોએ માતા પદ્માવતીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી નવા નવા માર્ગો પ્રકટ કર્યા. નામ ભેદ હોવા છતાં બ્રહ્મવિદ્યા જે વૈદિક ધર્મમાં વ્યાપ્ત છે, તથા દેવીની ઉપાસના, જે દેવી બૌદ્ધોની આરાધ્યા છે, તેમ જ જિન શાસનમાં શ્રી પદ્માવતી દેવીની ઉપાસના સર્વોપરી છે એમ અનુભવી જને કહી ઊઠયા :
जैने पद्मावतीति त्वमशुभदलना त्वं च गौरीति शवे, तारा बौद्धागमें त्व प्रकृतिरिति मता देवि, सांख्यागमे त्वम् । गायत्री भट्टमार्गे त्वमसि च विमले कौलिके त्वं च वना,
व्याप्त विश्व स्वयेति स्फुरदुरुयशसे मेऽस्तु पद्मे नमस्ते ॥ વૈદિક ધર્મમાં “શ્રીવિદ્યા “રાજ રાજેશ્વરી ત્રિપુરસુંદરી’ની વરિયસ્યા અંગે ઘણા ગ્રંથો લખાયા છે. અનેક પરંપરાઓને લેપ થયા પછી પણ ભારતમાં વિશુદ્ધ બ્રહ્મવિદ્યાની નિર્મળ અને સરળ ઉપાસના એક માત્ર તેની જ ગણાય છે, કેમ કે, તેમાં વામાચારને નિષેધ છે. જગદારાધ્યા માતાની કૃપા પ્રાપ્તિનું લક્ષ્ય જ સર્વોપરિ મનાય છે, તથા તંદૂકથાનાં પરિવાઢાનાં ઇત્યાદિ પ્રાર્થના વડે જીવ માત્રના કલ્યાણની કામના નિત્ય
શ્રી શ્રી આર્ય કદવાડાdhસ્મૃતિગ્રંથ કહE
Page #6
--------------------------------------------------------------------------
________________
TRCY
e testostestosteste destestostestostese de destuledeste deste deste de sa dost oteste destuesto de desesteste destedeslasteste stedestestestede desteste stedes
કરવામાં આવે છે. તે જ પ્રમાણે પદ્માવતીજીની ઉપાસના પણ સાત્વિક છે, નિર્મળ અને સરળ છે, તથા શ્રીદેવીની ઉપદેવી તરીકે તારા દેવી અને પદ્માવતી દેવીની પૂજામાં પણ સામ્ય રહેલું છે, એટલે ઘણુ વિગતો એકય ધરાવે છે. તેથી જન, અજેન સર્વેમાં પદ્માવતીની પૂજા માન્ય છે. ૬. આખાયે દુર્લભ છે :
ઉપાસના માર્ગ સરળ હોવા છતાં આરંભમાં ઘણું અઘરું છે. કેમ કે, પ્રથમ પ્રવેશકાળે “દીક્ષા” આવશ્યક છે, પછી પ્રાતઃકાળથી સાયંકાળ સુધી પાળવાના ૮૪ નિયમે, જ૫ રહસ્યના ૩૧ ગુણ પ્રકારે, ષક, શોધન, મંત્ર સિદ્ધિ માટે મંત્રશાધન, તત્ત્વ, સ્વાદ, મુદ્રા, આસન, મંડળ, પંચદેવ, ગ્રહ, નક્ષત્ર, તિથિ, ઋતુ અને મંત્રમૈતન્ય વગેરેનું જ્ઞાન આવશ્યક હોય છે. દરેક મંત્રનાં અંગો - કવચ, પંજર, હૃદય, અષ્ટોત્તરશત નામ, અંગતુતિ, મંત્ર, પુરશ્ચરણ પદ્ધતિ, સહસ્ત્રનામ, અંગન્યાસ, કરન્યાસ, માહાતમ્ય, સ્તવરાજ અને માળામંત્ર વગેરે જાણવા જરૂરી હોય છે, તેથી જ કહેવાય છે :
निर्बीजमक्षर नास्ति नास्ति मूलमनौषधम् ।
निर्धना पृथिवी नास्ति आम्नायाः खलु दुर्लभाः ॥ – અક્ષરો બીજ (મંત્ર) વગરના નથી, જડ ઔષધગુણ વિનાની નથી, પૃથ્વી ધન વગરની નથી પણ તેમના આમ્ના (મેળવવાના પ્રકારે) દુર્લભ છે.
તાત્પર્ય એ છે કે, સાધકે સાધનમાર્ગમાં પ્રવિષ્ટ થયા પછી કેટલી સાવધાનીથી વર્તવું, તેનું માત્ર દિગ્દર્શન ઉપર લખેલી વાતોથી થાય છે. એમ તો માતાના શરણમાં ગયા પછી યુપુત્રો ગાતે નવવિવિ કુમાતા ને મવતિ ના આધારે સર્વત્ર શાંતિ જ મળે છે. છતાં ય આટલું જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે, જેમ બંદુકમાં દારૂ કે ગોળી મૂક્યા પછી તેને છેડતી વખતે તે છેક પાછળ પણ પ્રત્યાઘાત કરે છે, તેમ જ સાધનામાં આગળ વધવાની સાથે વિદનો ઘણું આવે છે. હ. પદ્માવતની ઉપાસના :
શ્રી મલિષણ વિરચિત “પદ્માવતી કલ્પ'માં મંત્રોપાસકનાં ૨૩ લક્ષણે વર્ણવ્યાં છે. અનુષ્ઠાન કરતાં પહેલાં મંત્રો પાસકે ષટકમ [ દીપન, પહલવ, સંપુટ, રાધ, ગ્રંથન અને વિદર્ભનું જ્ઞાન કરી મંત્ર શૈતન્ય કરવું જોઈએ. જેથી મહાત્મા તુલસીદાસના કથન પ્રમાણે –
मंत्र परम लघु जासु बस, विधि, हरि, हर, सुर सर्व । महामत्त गजराज कहँ बसकर अंकुश खर्व ॥
(
શ્રી આર્ય કથાગમઅતિ ગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
ધર્મ વધ કર રસધાર " નર તૂં 2 ટન
કરવાનું
હ [૮૫] અર્થાત્ જેમ મહામત્ત ગજરાજને નાનકડા અંકુશ વશમાં કરે છે, તેમ નાનકડા મંત્ર સિદ્ધ કરેલા હાય તેા સર્વે દેવાને વશ કરે છે.
મત્રમાં શક્તિ આવી જાય પછી, ગુરુકૃપાદૃષ્ટિ માથી સાધક ઉપાસનામાં પ્રવૃત્ત થાય. પેાતાના ઈષ્ટદેવની પીડાની યાત્રા કરે અને ગુરુ દ્વારા પ્રાપ્ત સૂત્રરૂપ ઉપાસનાના પથને પ્રશસ્ત કરવા માટે વિવિધ સાધકની સેાખત કરે અને પ્રકટ પૂજા-પ્રક્રિયાઓને જોઈ ગુરુ આજ્ઞાનુસાર આગળ વધે. ગુરુ અને શાસ્ત્ર બંનેના આદેશોની કોઈ પણ રીતે અવહેલના ન થાય તે માટે સાધક સાવધાન રહે.
સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણૢા વિશેષરૂપે ધ્યાનમાં રાખવાં ઃ ૧. દાતા, ૨. ભેાક્તા, ૩. અયાચક વૃત્તિ. એટલે સાધક ઉદાર વૃત્તિથી દાન આપે, પાતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરીને ઉપચેગમાં લે અને કાઈ ની પાસેથી યાચના ન કરે. મનમાં સદા ભાવના કરે કે,
याचे न कञ्चन, न कञ्चन वञ्चयामि, सेवे न कञ्चन समस्त निरस्तदैन्यः । लक्ष्ण वसे मधुरम िभजे वरस्त्री, देवी हृदि स्फुरति मे
कुलकामधेनुः ॥
હું કાઈ ની પાસે યાચના ન કરુ', કાઈને છેતરુ' નહિ. સ` પ્રકારની દીનતાના ત્યાગ કરી કાઈ ખીજાની હું સેવા ન કરુ', ઘેાડાં પણ સારાં વસ્ત્રા ધારણ કરુ', મધુર ભાજન ખાઉ' અને ઉત્તમ સ્ત્રીને સેવું, કેમ કે, મારા હૃદયમાં મારી માતા કુટુ’ખની કામધેનુરૂપ નિવાસ કરે છે.
કોઈ ઉપસમાંથી ઉપાસક ભય પામે નહિ, તે ખીજા દેવેને પણ માતાના સ્વરૂપમાં જ જુએ. સદા સર્વાર ટેસ્મિન પશ્યામ્યમ્વામિદેવાં તામ્। આ લેાકમાં સર્વાંપરિ એકરૂપા માતાને જ હું જોઉં છુ ’ એમ ચિંતવે અને પેાતાની બધી ક્રિયાએ માતાને અપ ણ કરે.
૮. ઉપાસનાના વિવિધ પ્રકારો :
આમ્નાય અને સ'પ્રદાય ભેદથી ઉપાસનાના પ્રકારભેદ થાય છે. શ્રી પદ્માવતીની ઉપાસના ગુજરાતમાં અમુક રીતે ચાલે છે, તેા મારવાડમાં છેક વિશેષતા સાથે ઉપાસકે પ્રત્યેાગ કરે છે. દક્ષિણમાં હામ્બુર્નમાં પદ્માવતી મદિરમાં પૂજાના પ્રકાર જુદા જ દેખાય છે. ત્યાં માત્ર પ્રતિ પત્ર ઉપર રાજોપચારથી માતાજીની પૂજા થાય છે. તેમાં જે અભિષેક થાય છે, તેમાં જુદા જુદા મંત્રો વડે શ્રીફળનું જળ, કઢલીફ્ળ રસ, આમ્રફળ રસ, ઈક્ષુ રસ, દૂધ, દધિ, ગુડ, શકરા, વ્રત, ઉષ્ણેાદક, ગધેોદક, સુગંધ દ્રવ્ચેાદક ઇત્યાદિના ઉપયેગ થાય છે, તેમ જ આવરણુ પૂજા પણ વિધિસર થાય છે. માળવા અને ખીજા સ્થાને એ આવેલાં પદ્માવતીનાં મદિરામાં તે કેવળ પ્રતિક્રિન સ્નાનાદિથી પુજન થાય છે. ઘણા
શ્રી આર્ય કલ્યાણ તમસ્મૃતિગ્રંથ,
DIS
Page #8
--------------------------------------------------------------------------
________________
(૨૮૬]wwwજા ઉપાસકે કર્માનુસાર પુપપૂજાને જ અગ્રસ્થાન આપે છે, એટલે આ વિશે કાંઈ નિર્ણયાત્મક કહી શકાય તેમ નથી.
અનંતકોટિ બ્રહ્માંડનાયિકા રાજરાજેશ્વરીની પૂજામાં અકિંચન માણસ શું અર્પણ કરી શકે?
मातः पद्मिनि ! पद्मरागरुचिरे पद्मप्रसूनाने पद्म पद्मवनस्थिते परिलसत्यमाक्षि पद्मानने । पद्मामोदिनि पद्मकांतिवरदे पद्मप्रसूनाचिते
पद्मोल्लासिनि, पद्मनामिनिलये पद्मावति त्राहि माम् ॥ એક માત્ર પ્રાર્થના કરી માતાના ગુણગાનમાં સમય ગાળે.
કેટલાક તંત્રગ્રંથ જેવાથી પદ્માવતીની ઉપાસનાના પ્રકારો શુદ્ર ઉપદ્રવ, રાગ, શક, દુઃખ, દારિદ્રય, ભૂતપ્રેત પિશાચાદિના ઉપદ્ર, રાજકુળ અને મહામારી ઈ ત્યાદિની શાંતિ, સંગ્રામમાં વિજય, વશીકરણાદિ ષક, પાપપ્રશમન, લક્ષમીપ્રાપ્તિ, શત્રુનાશ, પરવિદ્યા નિવારણ, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ ઈત્યાદિના નિવારણ માટે અમુક બીજમંત્રો જેડીને કે અમુક પ્રકારનાં યંત્રો ધારણ કરીને ઉપયોગમાં લેવા માટેનું આજ્ઞા સાથે જોવા મળે છે. તેમાં (૧) ધરણંદ્ર પદ્માવતી, (૨) રક્ત પદ્માવતી, (૩) હંસ પદ્માવતી, (૪) સરસ્વતી પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) રવી પદ્માવતી, (૮) કૌરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી, (૧૦) નિત્યા પદ્માવતી, (૧૧) પુરકર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) મહામહિની પદ્માવતી, (૧૪) વાગત પદ્માવતી, (૧૫) મહાભૈરવી પદ્માવતી, (૧૬) વૃઢરકત પદ્માવતીનાં ક, મંત્રો અથવા તો સાધનો મળે છે. અને એક બાજુ લૌકિક પ્રયોગોને અનુસુરત અવતાર પ્રયોગો કે જેમાં માતાજીનું આવાહન કરી પોતાના ઇછિત પ્રશ્નોના ઉત્તર માગવામાં આવે છે, એ પણ મળે છે. જેમાં (૧) પદ્માવતી કજજલાવતાર, (૨) પદ્માવતી ઘટાવતાર, (૩) પદ્માવતી દીપાવતાર, (૪) પદ્માવતી ખળાવતાર, (૫) પદ્માવતી નખદર્પણ (હાજરાત) ના પ્રયોગો મુખ્ય છે.
શ્રીમદ્જીવાવ કુટમુટતી ઇત્યાદિ શ્લોકથી આરંભ થતું મહાપ્રભાવિક પદ્માવતી સ્તોત્ર પદ્માવતીની ઉપાસના અંગે ઘણો જ પ્રકાશ પાડે તેવું છે. આમાં ગીર્વાણચક્ર યંત્ર, મત્સ્ય યંત્ર, કોપ નં ઝં' આદિ કલેકથી ઉદ્દધૃત રક્ષાકર યંત્ર “ઐ ણાં તાં શ્રી શ્રી” બીજમંત્રોથી ભૂષિત મુકુટધારણ યંત્ર, દશમા લોકથી ઉધૃત સંકલેકવશીકરણ યંત્ર, ચતુર્મુખ યંત્ર, પદ્માવતી સ્થાપન યંત્ર, શૈલોક્યમોહન યંત્ર વગેરે વર્ણવ્યાં છે.
કરી ગ શ્રઆર્યકરયાણગૌતમસ્મૃતિગ્રંઘ
Page #9
--------------------------------------------------------------------------
________________ જ નકજનનts Assess.aked domestost f reedoorsedeesassess stos, fasless show[287 આ રીતે ઘણુ સિદ્ધ સ્તોત્રો બીજા પણ મળે છે. તેમાં આચાર્યશ્રી અકલંકદેવ વિરચિત “અષ્ટોત્તરશતનામામાલિકા : સ્તોત્રરત્ન” ઘણું જ પ્રભાવશાળી છે. તેના માત્ર અમુક પાઠ કરવાથી જ સિદ્ધિ મળે છે. અંક યંત્ર જેમ કે, પંદરિયા, વિશા, પૈસઠિયા, અને બોંતેરિયાના આધારે પણ પદ્માવતીની આરાધના થાય છે. અને કેટલાક ઔષધપ્રોગો - ભવેતાર્ક, તણું જા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાળશૃંગી અને મારી વડે પદ્માવતી ગાયત્રી અને બીજા મંત્રો વડે કરે છે. પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી હવાને લીધે (1) કલિકુંડ પાર્શ્વનાથ, (2) ધરણેન્દ્ર પાર્શ્વનાથ, (3) શીધ્ર સંપત્તિકર પાર્શ્વનાથ, (4) જીરાઉલી પાર્શ્વનાથ, (5) સ્તંભન પાર્શ્વનાથ (6) વશ્યકર, (7) પુત્રકર, (8) જગવલ્લભ, (9) સર્વકાર્યકર, (10) સંતિકર, (11) વિષ પહાર અને (12) વાદવિજયકર પાર્શ્વનાથની સાથે પણ પદ્માવતીની આરાધના થાય છે. 9. ઉપસંહાર : આ પૃથ્વી ઉપર કપવૃક્ષ છે, ચિંતામણિ છે અને કામધેનુ પણ છે, કિંતુ તે બધાં ભાગ્ય વગર મળતાં નથી. એટલે સાચા મનથી ગુરુ તથા ઇશ્વર પ્રત્યે નિષ્ઠા રાખી ઈષ્ટ વસ્તુ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. મળ્યા પછી સદુપયોગ થાય, તે માટે સાવધાની રાખવી જોઈએ અને અહર્નિશ આત્મકલ્યાણ તથા જગતના કલ્યાણમાં મતિ કરવી એ સાધકનાં લક્ષણ છે. કેમ કે, માતાના શરણમાં ગયા પછી કાંઈ બાકી રહેતું નથી. તે પોતાના ભક્તને - ददातीष्टान् योगान् क्षपयति रिपून् हन्ति विपदो, दहत्याधीन् व्याधीन् शमयति, सुखानि प्रतनुते / ટાવવું ઢઢથતિ વિનર વિરહ, सकृद्ध्याता देवी किमिति निरवद्यं न कुरुते // - ઈષ્ટ ભેગની વસ્તુઓ આપે છે, શત્રુઓને નષ્ટ કરે છે, વિપત્તિઓને તે દેવી) દૂર કરે છે, માનસિક ચિંતાઓને બાળી નાખે છે, રોગોને શમાવે છે, સુખને વિસ્તાર છે, અંતરનાં દુઃખને હઠપૂર્વક હણે છે, ઇષ્ટ વિરહને પીસી નાખે છે એટલે આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે, જેને એક વાર ભક્તિપૂર્વક ધ્યાન કરવામાં આવેલાં દેવી આપતા નથી? આ શી આર્યકરયાણાનો મસ્મૃતિગ્રંથ, D.