Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 14
________________ આપના દાનવીર સ્વામીએ પિતાની પાછળ જુદાં જુદાં ધમકાર્યોમાં લગભગ એક લાખ રૂપિયા જેવડી હેાટી રકમ ખર્ચવાની કરેલ જનાને આપે તુરન્ત અમલમાં મૂકી દઈ તેમણે નિર્દિષ્ટ કરેલ સ્થળમાં તે તમામ રકમ પહોંચાડી દેવાનું કામ સત્વર બજાવ્યું છે. આપની ઉદાર વૃત્તિ ખાસ બેંધવા ગ્ય છે. આપને દાનપ્રવાહ સતત વહેતો રહે છે. મુંબઈના છેલ્લા હિન્દુ-મુસ્લીમરમખાણુના ભયંકર વખતમાં કઈ પણ નિરાધાર દુઃખી જન આપની પાસેથી ખાલી હાથે નહિ ગયે હેય. આપે તે કટોકટીના મામલા વખતે દાનવૃષ્ટિ કરી સેંકડે નિરાધાર દુખિયાઓની આન્તરડી ઠારી તેમના આશીર્વાદ મેળવ્યા છે. આપ અસહાય વિદ્યાથીઓને પણ અવાર નવાર સ્કોલરશિપ કે છુટક દાન આપી તેમને તેમના વિદ્યાભ્યાસમાં પ્રોત્સાહન આપતાં રહો છે. અશક્ત, બેકાર, ગરીબ ભાઈઓંનેને યથાગ સંતોષતું આપનું દાનવર્ષાણુ સદા ચાલુ રહે છે. આપના દાનની રસધાર પ્રાચીન અને નવીન ગ્રન્થ-સાહિત્યના પ્રકાશનમાં પણ બહુ સરસ વેગ આપી રહી છે. આપને “સર્વધર્મસમભાવ' પણ ઉલ્લેખનીય છે. આપ પ્રગતિકારક અન્ય ધર્મસંસ્થાઓમાં પણ યથાયોગ્ય દાન આપી જૈન જીવનની ઉદારતા અને માયાળુતાને પરિચય કરાવે છે. આપ મુંબઈ–મહિલા સમાજના મત્રી પદને કુશળ કાર્ય-પદ્ધતિથી શભાવી રહ્યા છે. સમાજસુધારની દિશામાં આપ આપની બલવતી ભાવનાઓને પિષવામાં ખૂબ તત્પર રહે છે. મહિલાવર્ગને વિકાસભૂમિ પર આણવાને આપને પ્રચંડ મનોરથ આપના વિચારવાતાવરણમાં સતત ગાજ્યા કરે છે. સામાજિક કે રાષ્ટ્રીય જાહેર મંડળમાં ભાગ લઈ તત્સંબધી ભાવનાઓને વેગ આપવામાં આપ ખૂબ રસ ધરાવે છે. મુંબઈના શિક્ષિત અને સંસ્કારી મહિલા-વર્ગમાં આપનું સ્થાન યશસ્વી અને શૈરવભાજન છે. આપના સ્વામીના અવસાન પછી તાજેતરમાંજ આપને લખેલે પત્ર બહાર આવ્યા છે, કે જે આ પુસ્તકના અન્તભાગમાં પ્રગટ થયા છે. જે વખતે વૈધવ્ય સ્થિતિના તુરતના તાજા ઘામાં નારી-હદય સત્તાપમાં બળી રહ્યું હોય છે તે વખતે પણ આપ આપના મહાન ધર્મસંસ્કારના બળે મન ઉપર પૂર્ણ પૈય રાખી આપના પત્રમાં આપની મનોદશાનું ચિત્ર ખડું કરતાં અધ્યાત્મભાવના ઉચ્ચ પ્રદેશમાં વિહરતાં જણાઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 268