Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ન્યાયાબિન્દુ ન્યાયશાસ્ત્રના આવા મૌલિક ગ્રંથે કઈ પણ વિષયનું યથાર્થ જ્ઞાન – વ્યવહારુ કે શાસ્ત્રીય – પામવા માટે જ્ઞાનનાં સાધનોની નિમળતા કેટલી બધી જરૂરી છે તે વાત પર સરસ ભાર મૂકી આપે છે. માનવ-ઇતિહાસ બતાવે છે કે હજી અનેક પ્રકારનાં પૂર્વગ્રહ અને મમતાએ છોડીને એકંદરે વસ્તુલક્ષી અને સાચા અર્થમાં “પ્રામાણિક’ બનવાનું માણસ માટે બાકી જ છે. જ્ઞાનેંદ્રિયોને પૂરેપૂરી ચીવટથી વાપરતે રહેનાર મનુષ્ય જ સવ કલ્યાણને યોગ સાધી શકે છે. પ્રાચીન ભારતીય શીલ અને પ્રજ્ઞાના દસ્તાવેજી પુરાવારૂપ અનેક પ્રાચીન ગ્રંથોનાં દેશી ભાષામાં સરસ અનુવાદ, અવતરણોના પુરુષાર્થમાં હજી સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદનાં આટલાં વર્ષોમાં આપણે ઠીકઠીક પાછળ છીએ. એ માટે જવાબદાર એવા પૂવગ્રહો અને પ્રમાદ છોડી આ દિશાના સધન પુરુષાર્થમાં નિરંતર પ્રવર્તવાની જરૂર છે. પૂ. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ -મદિર સ્થાપીને સ્વાતંત્ર્યની લડતના પ્રતિકુળ સમયમાં પણ સ્વતંત્ર ભારતના એક મહત્ત્વના પુરુષાર્થની દિશા ચીધી હતી. જગત્ સમક્ષ જે સાહિત્યના અનુવાદ, સ્વાધ્યાયો દેઢ-બે સદીથી મુકાતા આવ્યા છે તે સાહિત્યને સ્વદેશી પ્રજા સવિશેષ સમજી શકે તેમ છે તે દૃષ્ટિએ પણ આધુનિક ભારતીય ભાષાઓમાં વ્યાપક કામ જરૂરી છે. આ આખા અધ્યયનને ખૂણેખૂણે ઉલટપૂર્વક જોઈ જઈને રચનાત્મક સૂચને, ટીકાઓ કરનાર લા. દ. વિદ્યામંદિરના નિવૃત્ત પ્રથમ નિયામક પૂ. પં. દલસુખભાઈ માલવણિયાને સવિશેષ બહણી છે. અગાઉ નિર્દેશ્યા મુજબ આ કામ કરવાની મને તક આપનાર અને મારા વિલંબને નિભાવનાર લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના તંત્રવાહકોને પણ આભારી છું. આ ગ્રંથની સમાલોચના માટે અત્યંત ઉપયોગી એવા ડે. અમર સિંધના એક પુસ્તક તરફ ધ્યાન દોરવા બદલ અને મારા કાર્યમાં ઊંડે રસ દાખવવા બદલ ડો. લઉમેશ જોષીને પણ આભારી છું. મને ભારતીય દર્શનોના કારરૂપ ન્યાયશાસ્ત્રમાં પ્રવેશવા પ્રેરનાર અને મારા ઘડતરમાં અનેક રીતે જવાબદાર એવા સદૂગત પૂ. ૫. સુખલાલજીનું પુણ્યસ્મરણ કરું છું. મને ન્યાયબિંદુનું ઊલટભર્યું અધ્યાપન કરનાર ડો. એસ્તેર સોલોમનને પણ ઋણી છું. મારા વિદ્યાનુરાગી પિતા સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ (જેઓ વિદ્યામંદિરના પણ અનન્ય શુભે છક હતા) મારા આ પ્રથમ જાહેર વિદ્યાયત્નથી પ્રસન્નતા અનુભવશે તેમ માની મારા આ ગ્રંથપુપને તેમના ચરણમાં અર્પણ કરું છું. આ ગ્રંથ તૈયાર કરવામાં જે જે ગ્રંથોને ખાસ ઉપયોગ કર્યો છે તેની યાદી અન્યત્ર પ્રસ્તુત કરી છે. તે સૌ ગ્રંથકારે પ્રત્યેના ઋણને સ્વીકાર કરું છું. મારાં પત્ની ઉષાએ એક સામાન્ય વાચકની હેસિયતથી આ ગ્રંથની સમાલોચનાને ખરડો પૂરેપૂરો એક બેઠકે વાંઓ એ ઘટના મને મહત્ત્વની લાગી છે, અને સામાન્યમાં સામાન્ય વાચક માટે આપણે વિવિધ કક્ષાના પ્રાચીન ગ્રંથનું દહન કરીએ તે જરૂરી છે તે વાત પુષ્ટ થતી લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 318