Book Title: Nemi Stutikar Vijaysinh suri Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે ૧૨૭ - જિનની ગિરનારપર્વત પર સજ્જન મંત્રીની સંરચના પૂર્વે રહેલ પુરાણી પ્રતિમા, અને એથી એના ભવનના અસ્તિત્વ સંબદ્ધ, જે અનેકાનેક પ્રમાણો ઉપસ્થિત છે તેમાં એક સુદઢ પ્રમાણનો આથી વધારો થાય છે. મુનિ ચતુરવિજયજીએ તો વિજયસિંહસૂરિ અનેક થઈ ગયા છે કહી નેમિસ્તુતિકાર વિજસિહસંબદ્ધ ગષણા ચલાવી નથી. તો બીજી બાજુ પં. અંબાલાલ પ્રેમચંદ શાહની ખદ્ગાચાર્ય વિજયસિહ સંબદ્ધ ટિપ્પણ અનુસાર “એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.”૧૦ પણ ઉપરની ચર્ચાથી હવે આ બન્ને અનિશ્ચિતતાનો અંત આવે છે. ભૃગુકચ્છ-વિભૂષણ જિન મુનિસુવ્રતના પુરાણા દૈત્યના અધિપાલક વિજયસિંહાચાર્ય તે જ શિલાહારરાજ સમ્માનિત ખગ્રાચાર્ય વિજયસિંહ છે અને “નેમિસમાહિતધિયાં.સ્તુતિ એ એમની કૃતિ છે એવા નિર્ણય વિનિર્ણય સામે કોઈ આપત્તિ આ પળે તો ઉપસ્થિત થતી હોવાનું જણાતું નથી. પરિશિષ્ટ મૂળ લેખ પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યા બાદ, વાદિવેતાલ શાન્તિસૂરિના ગુરુ વિજયસિંહસૂરિ “પદ્ગાચાર્ય હોવા સંબંધમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે વ્યક્ત કરેલી સંભાવના વિશેનું કથન આકસ્મિક નજરમાં આવ્યું યથા : “પાટણમાં “સંપક-વિહાર' નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગથ્વીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખાચાર્ય' બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે.” (“ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૧) પરંતુ પણ આ વાત સંભવિત જણાતી નથી. પ્રભાવક ચરિતકારના કથન અનુસાર વાદિવેતાલ શાંતિસૂરિ (વૃદ્ધવયે) ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ ! ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોવેશન કરી દિવંગત થયેલા. એમના ગુરુનો સમય આથી ઈસ્વીસની દશમી શતાબ્દીનો ઉત્તરાર્ધ (કે થોડું ખેંચીને ૧૧મીના આરંભ સુધીનો) હોવો ઘટે, અને એ કારણસર તેઓ શિલાહારરાજ નાગાર્જુન(ઈ. સ. ૧૦૩૯)થી તો પાંચેક દાયકા પૂર્વે થઈ ગયા છે. વળી પાટણથી ઠેઠ કોંકણ સુધી તેઓ ગયા હોય, ઊંચી કોટીના કવિ પણ હોય તે બધા વિશે ક્યાંથીયે સૂચન મળતું નથી. એ જ પ્રમાણે ખગ્રાચાર્ય વિજયસિંહ થારાપદ્રગચ્છના હતા એવી પણ કોઈ સૂચના કોઈ જ અદ્યાવધિ ઉપલબ્ધ સ્રોતમાં તો નથી. આથી મૂળ લેખમાં ભૃગુકચ્છીય- . નેમિસ્તુતિકાર–વિજયસિંહ સૂરિ અને ખગ્રાચાર્ય વિજયસિંહ અભિન્ન હોવાની જે સપ્રમાણસપુક્તિ ધારણા ઉપર રજૂ કરી છે તે જ ઠીક જણાય છે. લેખ લખતે સમયે થારાપદ્રગથ્વીય વિજયસિંહસૂરિ ધ્યાનમાં હતા જ; પણ તેમના સમયનો મેળ વાત સાથે બેસતો ન હોઈ એમના વિશે કોઈ ઉલ્લેખ કરવો ઉપકારક લાગ્યો નહોતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5