Book Title: Nemi Stutikar Vijaysinh suri Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ૧૨૬ હોય શકે. ભુવનસુંદરીકથાકાર પ્રથમ વિજયસિંહાચાર્યની તરફેણમાં એક જ મુદ્દો છે; પ્રભાસ ગિરનારની નજીક હોઈ ત્યાંથી તેઓ યાત્રાર્થે સરળતાથી ગયા હોય; પણ તેઓ ભૃગુકચ્છચૈત્યના અધિષ્ઠાતા હોય તેમ જણાતું નથી. તેમની પોતાની પ્રશસ્તિમાં એવો આછોપાતળો પણ ઇશારો નથી. તેમ જ તેઓ તો નાગેન્દ્રકુલના છે, આર્ય ખપટના વંશના નહીં; અને તેમની અઘાધિ કોઈ સંસ્કૃત રચના ન તો મળી આવી છે કે ન તો ક્યાંય ઉલ્લિખિત છે. આ મુદ્દાઓ તેમની સ્તુતિકાર હોવાની સામે જાય છે. બીજી બાજુ ભૃગુપુરવાસી વિજયસિંહ એક સિદ્ધહસ્ત સંસ્કૃત કવિ છે; લાટ દેશથી જલ વા સ્થલમાર્ગે ઉત્તર કોંકણની રાજધાની સ્થાન(થાણા, ઠાણે)સ્થ શિલાહારરાજની સભામાં જવું સુગમ હોઈ, સોડ્ડલ-કથિત ખડ્ગાચાર્ય શ્વેતાંબર મુનિકવિ વિજયસિંહ તે “નેમિસમાહિતધિયાં”ના કર્તા—સ્તુતિની ગુણવત્તા લક્ષમાં રાખતાંભૃગુપુરચૈત્યના પરિપાલકમુનિ વિજયસિંહથી અભિન્ન હોવાના નિષ્કર્ષ તરફ દોરી જાય છે. સ્તુતિનું અંતરંગ જોઈ જતાં તે ઉજ્જયંતગિરિમંડન નેમિનાથને ઉદ્દેશીને રચાઈ હોય તેવું સીધું પ્રમાણ તો તેમાં નથી મળતું; પણ સ્તુતિમાં નેમિનાથની કોઈ પ્રસિદ્ધ પ્રતિમા અવશ્ય દિષ્ટ છે તે તો નીચેનાં બે પદ્યો પરથી સિદ્ધ થઈ જાય છે. पूजापत्रचयैर्निरन्तरलसत्पत्रावलीमण्ड અને નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ Jain Education International नानावर्णसुगन्धिपुष्पनिकरैः सर्वत्र यः पुष्पितः । पादान्ते परिणामसुन्दरफलैः सम्भूषितः सर्वतो नेमिः कल्पतरुः सतामविकलं देयात् तदग्यं फलम् ॥३॥ मूर्तिस्ते जगतां महातिशमिनी मूर्तिर्जनानन्दिनी मूर्त्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी 1 संसाराम्बुनिधि तरीतुमनसां मूर्तिर्दृढा नौरियं मूर्तिर्नेत्रपथं गता जिनपते ! किं किं न कर्तुं क्षमा ? ||९|| ભરૂચમાં તો સુવ્રજનના પુરાણપ્રસિદ્ધ ચૈત્યાલય અને સં ૧૧૬૮ / ઈ. સ૰ ૧૧૧૨માં વીર જિનના એક મંદિર સિવાય અન્ય કોઈ, તેમાં યે જિન નેમિનાથનું કોઈ જ મંદિર હોવાનું કોઈ પણ સ્રોતમાંથી જાણમાં નથી. એથી પ્રભાવકચરિતકારનું એ કથન, કે પ્રસ્તુત “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ ગિરનારસ્થ નેમિજિનને સંબોધાયેલી છે, તેની સત્યતા વિશે શંકા કરવાને ખાસ કોઈ મુદ્દો ઉપસ્થિત થતો નથી. સજ્જન મંત્રીના નેમિતીર્થના સં. ૧૧૮૫, ઈ સ૰ ૧૧૨૯ના પુનરુદ્ધારથી લગભગ સો’એક વર્ષ પૂર્વેનો આ સાહિત્યિક સંદર્ભ હોઈ, પ્રસ્તુત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5