Book Title: Nemi Stutikar Vijaysinh suri Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે પ્રભાચંદ્રાચાર્ય પ્રસ્તુત રચનાને “અમરવાક્યો-યુક્ત” કહે છે જે મૂળ સ્તુતિને તપાસતાં વાસ્તવિક જણાય છે. સ્તુતિ નિઃશંક ઉત્તમ કાવ્યકૃતિ છે. તેમાં એક તરફથી ચેતોહરતા, આકારનું લાલિત્ય અને સરસતા પ્રગટ થાય છે, તો બીજી તરફ તેનું અંતરંગ સદોર્મિ, ભક્તિરસ, અને શરણ્યના ભાવથી ભીંજાયેલું છે. તેના પ્રારંભ અને અંતનાં પઘો અહીં પ્રસ્તુત કરવાથી સ્તુતિની કાવ્યરૂપેણ ઉત્તમતાનું પાસું સ્પષ્ટ થશે : તથા नेमिः समाहितधियां यदि दैवयोगाच्चित्ते परिस्फुरति नीलतमालकान्तिः । तेषां कुठार इव दूरनिबद्धमूल दुष्कर्मवल्लिगहनं सहसाच्छिनत्ति ॥१॥ इति जगति दुरापाः कस्यचित् पुण्यभाजो बहुसुकृतसमृद्ध्या सम्भवन्त्येव वाचः । जिनपतिरपि यासां गोचरे विश्वनाथो दुस्तिविजयसिंहः सोऽस्तु नेमिः शिवाय ॥२४॥ Jain Education International આમ એક ઉત્કૃષ્ટ રચના હોવા છતાં સમગ્ર દૃષ્ટિએ તેનાં શૈલી, કલેવર, રંગઢંગ અને છંદોલય મધ્યકાળના આરંભથી—ઈસ્વીસન્ની દશમી-અગિયારમી શતાબ્દીથી-વિશેષ પ્રાચીન હોવાનો તો ભાસ નથી કરાવતાં. સૂરિકવિનું “વિજયસિંહ” અભિધાન પણ તેમને મધ્યકાળથી વિશેષ પુરાતન માનવાની તરફેક્શ કરતું નથી. જો તેમ જ હોય તો તેમની પિછાન તેમ જ તેમના સમય-વિનિશ્ચય વિશે અન્વેષણા દ્વારા થોડીક તો પ્રતિ થવાનો અવકાશ અવશ્ય છે. ૧૨૫ મધ્યકાલીન સાહિત્ય તપાસી જોતાં તેમાં વિજયસિંહ નામક સૌથી જૂના (અને સમકાલિક) એવા બે સૂરિવરો દૃષ્ટિગોચર થાય છે. એક તો છે નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય જેમણે (શ.) સં૰ ૯૭૫ / ઈ. સ. ૧૮૫૩માં પ્રભાસમાં રહી પ્રાકૃતભાષા-નિબદ્ધ ભુવનસુંદરીકથા રચી છે; જયારે બીજાનો ઉલ્લેખ, વલભીવિનિર્ગત કાયસ્થવંશીય કવિ સોઢલે સ્વરચિત સંસ્કૃત રચના ઉદયસુંદરીકથામાં, પોતાના મિત્રરૂપે, અને તેમની ખડ્ગકાવ્ય-રચનાઓથી સંતુષ્ટ બની રાજા નાગાર્જુને તેમને “ખડ્ગાચાર્ય”નું બિરુદ આપેલું એવી નોંધ સાથે, ઉલ્લેખ કર્યો છે. સ્થાનાધીશ શિલાહારવંશીય નાગાર્જુનની એક સ્પષ્ટ મિતિ ઈ. સ. ૧૦૩૯ની હોઈ આ વિજયસિંહાચાર્ય પણ ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા છે. મોટો સંભવ છે કે સંદર્ભગત નેમિનાથસ્તુતિના રચયિતા ઉપર કથિત આ બેમાંથી એક આચાર્ય હોય શકે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5