Page #1
--------------------------------------------------------------------------
________________
નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે
રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ ! ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ “વિજયસિંહસૂરિ-ચરિત”માં એમના જીવન સંબદ્ધ માહિતી અત્યલ્પ પ્રમાણમાં મળે છે. જેમ કે તેઓ પરંપરાથી ઈસ્વીસના આરંભકાળના, ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મનાતા, નિર્ઝન્થાચાર્ય આર્ય ખપટની પરિપાટીમાં થઈ ગયેલા અને ત્યાંનું સુવિદ્યુત જિન મુનિસુવ્રતનું ચૈત્ય તેમના આમ્નાયનું હતું. આથી તેઓ ચૈત્યવાસી મુનિ હોવાનું ઠરે છે. પ્રસ્તુત ચૈત્ય આગથી ભસ્મીભૂત થતાં–મંદિર ઈટ અને કાષ્ઠનું હશે–તેમણે ભરૂચના બ્રાહ્મણોએ કરેલી ધનસહાયથી તેનું પુનર્નિર્માણ કરાવેલું. તેમણે શત્રુંજય તેમ જ ઉજ્જયંતગિરિની યાત્રા કરેલી. (ચરિતકારે આપેલી દંતકથા અનુસાર ઉજજયંત પર અંબાદેવીએ આપેલી સિદ્ધ-ગુટિકાના પ્રભાવે તેઓ ઉત્તમ કોટીના કવિ બનેલા અને ત્યાં તેમણે તત્ક્ષણે “નેમિસમાહિતધિયા”. પદથી પ્રારંભાતી ૨૪ કાવ્યયુક્ત, રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિની મનોહર સ્તુતિ કરેલી. પ્રભાચંદ્રાચાર્યના કથન અનુસાર એ રચના તેમના સમયમાં ઉપલબ્ધ હતી.
ચરિતનાયક વિજયસિંહસૂરિની વિદ્યમાનતાના કાળ વિશે પ્રભાચંદ્રાચાર્ય કશું જ જણાવતા નથી. (સ્વ) મુનિ કલ્યાણવિજયજીના કથન અનુસાર સૂરિએ સુવ્રતજિનનું પુનર્નિર્મિત કરાવેલ કાષ્ઠમય મંદિર જીર્ણ થતાં સં. ૧૧૧૬ | ઈ. સ. ૧૦૬૦ કે સં. ૧૧૨૨ ! . સ. ૧૦૬૬માં ઉદયન મંત્રીના પુત્ર દંડનાયક આમ્રભટ્ટ (આંબડે) પુનરુદ્ધાર કરાવ્યાનો ચરિતકારે ઉલ્લેખ કર્યો છે તે વાત લક્ષમાં લેતાં “અનુમાને આંબડ મંત્રીથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦થી ૩૦૦ પૂર્વના હોઈ શકે અને જો આ કલ્પના માનવા યોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહીં, છતાં એમના સમય વિશેની કોઈ પણ કલ્પના અટકળથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે પણ આમાંથી કોઈ પણ દશમી સદીથી પૂર્વે થયાનું પ્રમાણ મળતું નથી.”
કલ્યાણવિજયજીના પ્રસ્તુત “પ્રબંધાર્યાલોચન”(ઈ. સ. ૧૯૩૧)ના અવલોકન પછી, કેટલાંક વર્ષ બાદ, ચરિતકાર-કથિત વિજયસિંહસૂરિવિરચિત સ્તુતિ-કાવ્યની તાડપત્રીય નકલજેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. પત્રની પ્રતિલિપિનો સમય સં. ૧૧૬૨ | ઈ. સ. ૧૧૦૬ હોઈ, કાવ્ય—અને એથી સૂરિ કવિ-તે પૂર્વે થઈ ગયા છે તેટલું તો સુનિશ્ચિત છે જ. બાકીનું કેટલુંક તો પ્રસ્તુત કાવ્ય હવે મુદ્રિત રૂપેણ ઉપલબ્ધ હોઈ, તેના પરીક્ષણ પરથી અંદાજી શકાય છે. (સ્તુતિ-પ્રાંતે કર્તાએ પોતાનું “વિજયસિંહ” નામ પ્રકટ કર્યું છે).
Page #2
--------------------------------------------------------------------------
________________
નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે
પ્રભાચંદ્રાચાર્ય પ્રસ્તુત રચનાને “અમરવાક્યો-યુક્ત” કહે છે જે મૂળ સ્તુતિને તપાસતાં વાસ્તવિક જણાય છે. સ્તુતિ નિઃશંક ઉત્તમ કાવ્યકૃતિ છે. તેમાં એક તરફથી ચેતોહરતા, આકારનું લાલિત્ય અને સરસતા પ્રગટ થાય છે, તો બીજી તરફ તેનું અંતરંગ સદોર્મિ, ભક્તિરસ, અને શરણ્યના ભાવથી ભીંજાયેલું છે. તેના પ્રારંભ અને અંતનાં પઘો અહીં પ્રસ્તુત કરવાથી સ્તુતિની કાવ્યરૂપેણ ઉત્તમતાનું પાસું સ્પષ્ટ થશે :
તથા
नेमिः समाहितधियां यदि दैवयोगाच्चित्ते परिस्फुरति नीलतमालकान्तिः । तेषां कुठार इव दूरनिबद्धमूल दुष्कर्मवल्लिगहनं सहसाच्छिनत्ति ॥१॥
इति जगति दुरापाः कस्यचित् पुण्यभाजो बहुसुकृतसमृद्ध्या सम्भवन्त्येव वाचः । जिनपतिरपि यासां गोचरे विश्वनाथो
दुस्तिविजयसिंहः सोऽस्तु नेमिः शिवाय ॥२४॥
આમ એક ઉત્કૃષ્ટ રચના હોવા છતાં સમગ્ર દૃષ્ટિએ તેનાં શૈલી, કલેવર, રંગઢંગ અને છંદોલય મધ્યકાળના આરંભથી—ઈસ્વીસન્ની દશમી-અગિયારમી શતાબ્દીથી-વિશેષ પ્રાચીન હોવાનો તો ભાસ નથી કરાવતાં. સૂરિકવિનું “વિજયસિંહ” અભિધાન પણ તેમને મધ્યકાળથી વિશેષ પુરાતન માનવાની તરફેક્શ કરતું નથી. જો તેમ જ હોય તો તેમની પિછાન તેમ જ તેમના સમય-વિનિશ્ચય વિશે અન્વેષણા દ્વારા થોડીક તો પ્રતિ થવાનો અવકાશ અવશ્ય છે.
૧૨૫
મધ્યકાલીન સાહિત્ય તપાસી જોતાં તેમાં વિજયસિંહ નામક સૌથી જૂના (અને સમકાલિક) એવા બે સૂરિવરો દૃષ્ટિગોચર થાય છે. એક તો છે નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય જેમણે (શ.) સં૰ ૯૭૫ / ઈ. સ. ૧૮૫૩માં પ્રભાસમાં રહી પ્રાકૃતભાષા-નિબદ્ધ ભુવનસુંદરીકથા રચી છે; જયારે બીજાનો ઉલ્લેખ, વલભીવિનિર્ગત કાયસ્થવંશીય કવિ સોઢલે સ્વરચિત સંસ્કૃત રચના ઉદયસુંદરીકથામાં, પોતાના મિત્રરૂપે, અને તેમની ખડ્ગકાવ્ય-રચનાઓથી સંતુષ્ટ બની રાજા નાગાર્જુને તેમને “ખડ્ગાચાર્ય”નું બિરુદ આપેલું એવી નોંધ સાથે, ઉલ્લેખ કર્યો છે. સ્થાનાધીશ શિલાહારવંશીય નાગાર્જુનની એક સ્પષ્ટ મિતિ ઈ. સ. ૧૦૩૯ની હોઈ આ વિજયસિંહાચાર્ય પણ ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા છે. મોટો સંભવ છે કે સંદર્ભગત નેમિનાથસ્તુતિના રચયિતા ઉપર કથિત આ બેમાંથી એક આચાર્ય હોય શકે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૬
હોય શકે.
ભુવનસુંદરીકથાકાર પ્રથમ વિજયસિંહાચાર્યની તરફેણમાં એક જ મુદ્દો છે; પ્રભાસ ગિરનારની નજીક હોઈ ત્યાંથી તેઓ યાત્રાર્થે સરળતાથી ગયા હોય; પણ તેઓ ભૃગુકચ્છચૈત્યના અધિષ્ઠાતા હોય તેમ જણાતું નથી. તેમની પોતાની પ્રશસ્તિમાં એવો આછોપાતળો પણ ઇશારો નથી. તેમ જ તેઓ તો નાગેન્દ્રકુલના છે, આર્ય ખપટના વંશના નહીં; અને તેમની અઘાધિ કોઈ સંસ્કૃત રચના ન તો મળી આવી છે કે ન તો ક્યાંય ઉલ્લિખિત છે. આ મુદ્દાઓ તેમની સ્તુતિકાર હોવાની સામે જાય છે. બીજી બાજુ ભૃગુપુરવાસી વિજયસિંહ એક સિદ્ધહસ્ત સંસ્કૃત કવિ છે; લાટ દેશથી જલ વા સ્થલમાર્ગે ઉત્તર કોંકણની રાજધાની સ્થાન(થાણા, ઠાણે)સ્થ શિલાહારરાજની સભામાં જવું સુગમ હોઈ, સોડ્ડલ-કથિત ખડ્ગાચાર્ય શ્વેતાંબર મુનિકવિ વિજયસિંહ તે “નેમિસમાહિતધિયાં”ના કર્તા—સ્તુતિની ગુણવત્તા લક્ષમાં રાખતાંભૃગુપુરચૈત્યના પરિપાલકમુનિ વિજયસિંહથી અભિન્ન હોવાના નિષ્કર્ષ તરફ દોરી જાય છે.
સ્તુતિનું અંતરંગ જોઈ જતાં તે ઉજ્જયંતગિરિમંડન નેમિનાથને ઉદ્દેશીને રચાઈ હોય તેવું સીધું પ્રમાણ તો તેમાં નથી મળતું; પણ સ્તુતિમાં નેમિનાથની કોઈ પ્રસિદ્ધ પ્રતિમા અવશ્ય દિષ્ટ છે તે તો નીચેનાં બે પદ્યો પરથી સિદ્ધ થઈ જાય છે.
पूजापत्रचयैर्निरन्तरलसत्पत्रावलीमण्ड
અને
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
नानावर्णसुगन्धिपुष्पनिकरैः सर्वत्र यः पुष्पितः । पादान्ते परिणामसुन्दरफलैः सम्भूषितः सर्वतो
नेमिः कल्पतरुः सतामविकलं देयात् तदग्यं फलम् ॥३॥
मूर्तिस्ते जगतां महातिशमिनी मूर्तिर्जनानन्दिनी मूर्त्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी 1 संसाराम्बुनिधि तरीतुमनसां मूर्तिर्दृढा नौरियं
मूर्तिर्नेत्रपथं गता जिनपते ! किं किं न कर्तुं क्षमा ? ||९||
ભરૂચમાં તો સુવ્રજનના પુરાણપ્રસિદ્ધ ચૈત્યાલય અને સં ૧૧૬૮ / ઈ. સ૰ ૧૧૧૨માં વીર જિનના એક મંદિર સિવાય અન્ય કોઈ, તેમાં યે જિન નેમિનાથનું કોઈ જ મંદિર હોવાનું કોઈ પણ સ્રોતમાંથી જાણમાં નથી. એથી પ્રભાવકચરિતકારનું એ કથન, કે પ્રસ્તુત “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ ગિરનારસ્થ નેમિજિનને સંબોધાયેલી છે, તેની સત્યતા વિશે શંકા કરવાને ખાસ કોઈ મુદ્દો ઉપસ્થિત થતો નથી. સજ્જન મંત્રીના નેમિતીર્થના સં. ૧૧૮૫, ઈ સ૰ ૧૧૨૯ના પુનરુદ્ધારથી લગભગ સો’એક વર્ષ પૂર્વેનો આ સાહિત્યિક સંદર્ભ હોઈ, પ્રસ્તુત
Page #4
--------------------------------------------------------------------------
________________
નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે
૧૨૭ -
જિનની ગિરનારપર્વત પર સજ્જન મંત્રીની સંરચના પૂર્વે રહેલ પુરાણી પ્રતિમા, અને એથી એના ભવનના અસ્તિત્વ સંબદ્ધ, જે અનેકાનેક પ્રમાણો ઉપસ્થિત છે તેમાં એક સુદઢ પ્રમાણનો આથી વધારો થાય છે.
મુનિ ચતુરવિજયજીએ તો વિજયસિંહસૂરિ અનેક થઈ ગયા છે કહી નેમિસ્તુતિકાર વિજસિહસંબદ્ધ ગષણા ચલાવી નથી. તો બીજી બાજુ પં. અંબાલાલ પ્રેમચંદ શાહની ખદ્ગાચાર્ય વિજયસિહ સંબદ્ધ ટિપ્પણ અનુસાર “એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.”૧૦ પણ ઉપરની ચર્ચાથી હવે આ બન્ને અનિશ્ચિતતાનો અંત આવે છે. ભૃગુકચ્છ-વિભૂષણ જિન મુનિસુવ્રતના પુરાણા દૈત્યના અધિપાલક વિજયસિંહાચાર્ય તે જ શિલાહારરાજ સમ્માનિત ખગ્રાચાર્ય વિજયસિંહ છે અને “નેમિસમાહિતધિયાં.સ્તુતિ એ એમની કૃતિ છે એવા નિર્ણય વિનિર્ણય સામે કોઈ આપત્તિ આ પળે તો ઉપસ્થિત થતી હોવાનું જણાતું નથી.
પરિશિષ્ટ મૂળ લેખ પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યા બાદ, વાદિવેતાલ શાન્તિસૂરિના ગુરુ વિજયસિંહસૂરિ “પદ્ગાચાર્ય હોવા સંબંધમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે વ્યક્ત કરેલી સંભાવના વિશેનું કથન આકસ્મિક નજરમાં આવ્યું યથા : “પાટણમાં “સંપક-વિહાર' નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગથ્વીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખાચાર્ય' બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે.” (“ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૧) પરંતુ પણ આ વાત સંભવિત જણાતી નથી. પ્રભાવક ચરિતકારના કથન અનુસાર વાદિવેતાલ શાંતિસૂરિ (વૃદ્ધવયે) ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ ! ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોવેશન કરી દિવંગત થયેલા. એમના ગુરુનો સમય આથી ઈસ્વીસની દશમી શતાબ્દીનો ઉત્તરાર્ધ (કે થોડું ખેંચીને ૧૧મીના આરંભ સુધીનો) હોવો ઘટે, અને એ કારણસર તેઓ શિલાહારરાજ નાગાર્જુન(ઈ. સ. ૧૦૩૯)થી તો પાંચેક દાયકા પૂર્વે થઈ ગયા છે. વળી પાટણથી ઠેઠ કોંકણ સુધી તેઓ ગયા હોય, ઊંચી કોટીના કવિ પણ હોય તે બધા વિશે ક્યાંથીયે સૂચન મળતું નથી. એ જ પ્રમાણે ખગ્રાચાર્ય વિજયસિંહ થારાપદ્રગચ્છના હતા એવી પણ કોઈ સૂચના કોઈ જ અદ્યાવધિ ઉપલબ્ધ સ્રોતમાં તો નથી. આથી મૂળ લેખમાં ભૃગુકચ્છીય- . નેમિસ્તુતિકાર–વિજયસિંહ સૂરિ અને ખગ્રાચાર્ય વિજયસિંહ અભિન્ન હોવાની જે સપ્રમાણસપુક્તિ ધારણા ઉપર રજૂ કરી છે તે જ ઠીક જણાય છે. લેખ લખતે સમયે થારાપદ્રગથ્વીય વિજયસિંહસૂરિ ધ્યાનમાં હતા જ; પણ તેમના સમયનો મેળ વાત સાથે બેસતો ન હોઈ એમના વિશે કોઈ ઉલ્લેખ કરવો ઉપકારક લાગ્યો નહોતો.
Page #5
--------------------------------------------------------------------------
________________ 128 નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ટિપ્પણો H 1. જિનવિજયમુનિ, (સં.) પ્રથમ ભાગ-મૂલ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 13, અમદાવાદ-કલકત્તા 1940, પૃ. 41-46. 2. “પ્રબંધ પર્યાલોચન”, (6) “વિજયસિંહસૂરિ', પૃ 40, શ્રી પ્રભાવકચરિત્ર (ગુજરાતી ભાષાંતર જૈન આત્માનંદ સભા-ભાવનગર, શ્રી આત્માનંદ ગ્રંથમાળા નં. 63, વિ. સં. 1987 સિન્ 1931]. 3. પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, “સિદ્ધરાજ અને જૈનો”, ઐતિહાસિક લેખસંગ્રહ (1) “વિજયસિંહ R', 40 oC; teul Muni Shri Punyavijayaji, New Catalogue of Sanskrit and Prakrit Manuscripts, Jesaimer collection, L. D. Series 36, Ahmedabad, 1972, p. 73. 4. ચતુરવિજય મુનિ, (સં.) નૈન સ્તોત્ર સરોદ (પ્રાચીન-સ્તોત્ર-સંદ) પ્રથમ વાર અમદાવાદ 1932, પૃ. 190-195. 5. नेमिसमाहितधियामित्यादिभिरमरवाक्यसंकाशैः / –(જિનવિજયજી, પૃ૪૫) 6. Eds. C. D. Dalal and Embar Krishnamacharya, Gaekwad's Oriental Series, No. 11, Baroda, 1920, p. 155; તથા મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1931, પૃ. 208-209, કંડિકા 285, ટિપ્પણ 223. 7. આ સંબંધમાં વિશેષ ચર્ચા માટે જુઓ v. V. Mirashi, "The Udayasundarikatha of Soddhala," Professor K. A. Nilakanta Sastri Felicitation Volume, Madras, 1971, p. 431; L 21% awej 1451, Literary and Historical Studies in Indology, Delhi 1975, p. 86. C. Cf. M. A. Dhaky, "Urjayantagiri and Jina Aristanemi," Journal of the Indian Society of Oriental Art, NS VOL. XI, Calcutta 1980. 9. ચતુરવિજયજી, “પ્રસ્તાવના”, પૃ. 9, 10. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, (સં.) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ભાગ 4, સોલંકીકાલ, “ભાષા અને સાહિત્ય, પૃ. 278.