Book Title: Nemi Stutikar Vijaysinh suri Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ ! ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ “વિજયસિંહસૂરિ-ચરિત”માં એમના જીવન સંબદ્ધ માહિતી અત્યલ્પ પ્રમાણમાં મળે છે. જેમ કે તેઓ પરંપરાથી ઈસ્વીસના આરંભકાળના, ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મનાતા, નિર્ઝન્થાચાર્ય આર્ય ખપટની પરિપાટીમાં થઈ ગયેલા અને ત્યાંનું સુવિદ્યુત જિન મુનિસુવ્રતનું ચૈત્ય તેમના આમ્નાયનું હતું. આથી તેઓ ચૈત્યવાસી મુનિ હોવાનું ઠરે છે. પ્રસ્તુત ચૈત્ય આગથી ભસ્મીભૂત થતાં–મંદિર ઈટ અને કાષ્ઠનું હશે–તેમણે ભરૂચના બ્રાહ્મણોએ કરેલી ધનસહાયથી તેનું પુનર્નિર્માણ કરાવેલું. તેમણે શત્રુંજય તેમ જ ઉજ્જયંતગિરિની યાત્રા કરેલી. (ચરિતકારે આપેલી દંતકથા અનુસાર ઉજજયંત પર અંબાદેવીએ આપેલી સિદ્ધ-ગુટિકાના પ્રભાવે તેઓ ઉત્તમ કોટીના કવિ બનેલા અને ત્યાં તેમણે તત્ક્ષણે “નેમિસમાહિતધિયા”. પદથી પ્રારંભાતી ૨૪ કાવ્યયુક્ત, રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિની મનોહર સ્તુતિ કરેલી. પ્રભાચંદ્રાચાર્યના કથન અનુસાર એ રચના તેમના સમયમાં ઉપલબ્ધ હતી. ચરિતનાયક વિજયસિંહસૂરિની વિદ્યમાનતાના કાળ વિશે પ્રભાચંદ્રાચાર્ય કશું જ જણાવતા નથી. (સ્વ) મુનિ કલ્યાણવિજયજીના કથન અનુસાર સૂરિએ સુવ્રતજિનનું પુનર્નિર્મિત કરાવેલ કાષ્ઠમય મંદિર જીર્ણ થતાં સં. ૧૧૧૬ | ઈ. સ. ૧૦૬૦ કે સં. ૧૧૨૨ ! . સ. ૧૦૬૬માં ઉદયન મંત્રીના પુત્ર દંડનાયક આમ્રભટ્ટ (આંબડે) પુનરુદ્ધાર કરાવ્યાનો ચરિતકારે ઉલ્લેખ કર્યો છે તે વાત લક્ષમાં લેતાં “અનુમાને આંબડ મંત્રીથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦થી ૩૦૦ પૂર્વના હોઈ શકે અને જો આ કલ્પના માનવા યોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહીં, છતાં એમના સમય વિશેની કોઈ પણ કલ્પના અટકળથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે પણ આમાંથી કોઈ પણ દશમી સદીથી પૂર્વે થયાનું પ્રમાણ મળતું નથી.” કલ્યાણવિજયજીના પ્રસ્તુત “પ્રબંધાર્યાલોચન”(ઈ. સ. ૧૯૩૧)ના અવલોકન પછી, કેટલાંક વર્ષ બાદ, ચરિતકાર-કથિત વિજયસિંહસૂરિવિરચિત સ્તુતિ-કાવ્યની તાડપત્રીય નકલજેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. પત્રની પ્રતિલિપિનો સમય સં. ૧૧૬૨ | ઈ. સ. ૧૧૦૬ હોઈ, કાવ્ય—અને એથી સૂરિ કવિ-તે પૂર્વે થઈ ગયા છે તેટલું તો સુનિશ્ચિત છે જ. બાકીનું કેટલુંક તો પ્રસ્તુત કાવ્ય હવે મુદ્રિત રૂપેણ ઉપલબ્ધ હોઈ, તેના પરીક્ષણ પરથી અંદાજી શકાય છે. (સ્તુતિ-પ્રાંતે કર્તાએ પોતાનું “વિજયસિંહ” નામ પ્રકટ કર્યું છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5