Book Title: Navasmarana Author(s): Dhirajlal D Mehta, A N Upadhye Publisher: Manish Smruti Trust Mumbai View full book textPage 4
________________ અંતરના ઉદ્ગાર પરમાત્મા મહાવીરદેવના શાસનને સાચી રીતે ઓળખનાર અને ઓળખાવનાર, જૈન શાસનની મહાન પ્રભાવના કરનાર, ભાવિ પ્રજાને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રનો અમૂલ્ય વારસો આપી જનાર પૂર્વાચાર્યો રચિત વિવિધ મંત્રાક્ષરોથી ભરપૂર સંગ્રહ એટલે અતી પ્રચલિત અને દ૨૨ોજ સવારે નિત્ય જેનું પઠન થાય છે તે નવસ્મરણ. આજના આ ભીમ ભયાનક સંસારમાં સર્વ વસ્તુઓ-વ્યક્તિઓ ભયથી ભરેલી છે. સુખ પાછળની મૃગતૃષ્ણા પણ માનવીને ન કરવાનાં કાર્યો કરાવી, ઘણાં પાપ બંધાવી, સભવ બનાવે છે. પદાર્થો પાછળનો સુખનો રાગ માણસને રીબાવે છે, રડાવે છે ત્યારે ખરેખર આ નવસ્મરણ આપણા સૌને માટે અતિ પવિત્ર સરિતા સમાન છે. સૌ કોઈ ભાવિકો તેમાં ડૂબકી લગાવી પવિત્ર થઈ શાંતિ પ્રાપ્ત કરે છે. ગુજરાતી ભાષામાં તો નવસ્મરણના અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, પરંતુ આજના ઈંગ્લીશ મીડીયમના વાતાવરણમાં ઉછરતા અને ગુજરાતી-હિન્દી ભાષા નહીં જાણના૨-સમજનાર વ્યક્તિઓ પણ પોતાના જીવનમાં આ નવસ્મરણનું નિત્ય પઠન-પાઠન કરી શકે તે હેતુથી પંડિતવર્ય શ્રી ધીરજલાલ મહેતા દ્વારા સંકલિત સંપાદિત આ અંગ્રેજી નવસ્મરણ પ્રગટ કરવાનું મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે તે માટે હું આ તકે તેઓશ્રીનો આભાર માનું છું. મારા સ્વર્ગસ્થ ધર્મપત્નિને પ્રિય એવું આ નવસ્મરણ પ્રકાશિત કરતી વેળાએ તેઓશ્રીની છબી મારા મન પર અંકાઈ જાય છે અને હૃદયમાંથી શબ્દો સરી પડે છે કે - આપની આંખમાં અમૃત હતું, વાણીમાં મધુરતા હતી, દૃષ્ટિ ગુણગ્રાહી હતી, હૈયે સહુનું હિત થાય તેવું હેત હતું, કરુણાથી ભરેલું કોમળ હૃદય હતું, સકળ સત્વનું હિત ધરાવતો આશય હતો, રગેરગમાં નવકારની પરિણતિ હતી. અંતમાં સૌ કોઈ આ પુસ્તકનો સદ્ઉપયોગ કરી મોક્ષસુખના અધિકારી બનો એ જ અભ્યર્થના. લી. ધીરુભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 242