________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
( પ્રાસ્તાવિક ) શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સભ્ય દર્શન-જ્ઞાન-વ્યારિત્ર ને મોક્ષમાર્ગ બતાવેલ છે. તેમાં પણ અંતિમ સમ્યફ ત્રારિત્ર છે, સમ્યક ત્રારિત્રની પુષ્ટિ માટે પૂર્વના મહાપુરુષોએ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં સાહિત્ય સર્જન કર્યું છે.
વર્તમાનકાલીન આત્માઓ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના મોટે ભાગે અનભિન્ન હોઈ ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તેવા આત્માઓને લક્ષમાં લઈ.
“શ્રી અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા” : નામના આ ગ્રંથની પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ, આવીજ પદ્ધતિએ એકત્રીસ વરસ પૂર્વે મનોહર માળા નામના ગ્રંથની ૧ હજાર નકલો છપાવેલ તેની પ્રતો વપરાઈ જતાં પછીથી આ ગ્રંથની અત્યાર સુધીની વિવિધ આવૃત્તિઓની માહિતી આ પ્રમાણે છે
પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૬૯ સંવત ૨૦૨૫ પ્રત ૨૦૦૦ બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૮૧ સંવત ૨૦૩૭ પ્રત ૨૦૦૦ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૦ સંવત ૨૦૪૬ પ્રત ૧૦૦૦ ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૫ સંવત ૨૦૫૧ પ્રત ૨૦૦૦ પાંચમી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૬ સંવત ૨૦૫ર પ્રત ૨૦૦૦
આ ગ્રંથમાં અનેકવિધ વિષયોનો સંગ્રહ છ ભાગમાં ગોઠવવામાં આવ્યો છે, તેનો ટુંક પરિચય આ પ્રમાણે છે,
૧ પ્રથમ વિભાગમાં- શ્રી નમસ્કાર મહામંત્ર, પંચિંદિય સૂત્ર અને દેવ દર્શન વિધિ, ગુરુ વંદન વિધિ, શ્રી જિનેન્દ્ર દેવ સન્મુખ બોલાવાની સ્તુતિઓ, આત્મનિંદા, દાવિંશિકા (કુમારપાલ મહારાજા કૃત) તથા રત્નાકર પચ્ચીશીનો અનુવાદ આપવામાં આવેલ છે. પૃષ્ઠ (૧ થી ૨૫).
૨ બીજા વિભાગમાં- પૂર્વાચાર્યોકૃત અનેક વિષયના ચૈત્યવંદનો (૫૫) પંચાવન તથા થોયોનો સંગ્રહ તેમજ બીજી સ્તુતિઓ (૫૦) પચાસ (પૃષ્ઠ ૨૬ થી ૮૧).
૩ ત્રીજા વિભાગમાં- શ્રી શત્રુંજયાદિતીર્થો, ૨૪ ભગવાનનાં સ્તવનો, સામાન્ય જિનનાં સ્તવનો, તેમજ વિહરમાન ભગવાનના સ્તવનો, શ્રી