________________
અદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
_
_
પૂ. આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ્ હસ્તે દિક્ષા સ્વીકારી પ. પૂ. બા. બ્ર. સાધ્વીજી નરેન્દ્રશ્રીજી મ. સા. બન્યા. સાધ્વીજીવનમાં નિઃસંગની ઉપાસનામાં ઉત્તરોત્તર આગળ વધતાં, જ્ઞાનામૃતનું પાન કરતાં, ક્રિયા સરલતા ફળોના ભોજન સાથે સમતાનો મુખવાસ આરોગતાં, જ્ઞાન-ધ્યાન, પ્રભુભક્તિ સ્વાધ્યાયથી પૂ. શ્રી એ અનુકુળતાનો સ્વેચ્છાએ ત્યાગ અને પ્રતિકુળતાનો સામેથી સ્વીકાર કરી ચરીત્રજીવન ઉજ્વલ્લી બનાવ્યું.
કરૂણામૂર્તિ પૂ. ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા. ની મુખમુદ્રા શાંત-પ્રશંત હતી. મિતભાષિતા, વાણી ઉપર અજબનો સંયમ સ્વાધ્યાયપ્રિયતા, ગજબનું વાત્સલ્ય, ભણવામાં - ભણાવવાનો રસ અદ્દભૂત હતો. વિદ્યાભ્યાસ એમના જીવનનો મુખ્ય ગુણ હતો પઠનપાઠન-ચિંતન એમના રોજીંદા જીવનમાં વણાઈ ગયાં હતા. સ્વાધ્યાય આભાઓ પ્રત્યે તેમનો ઉદાર ભાવ હતો. ઉપવૃંહણા કરી તેમની અભ્યાસ પ્રવૃત્તિને વેગવંતી બનાવતા. તેમની દિવા તેજસ્વી બ્રહ્મતેજથી ચમકતી આંખોમાંથી સદૈવ વાત્સલ્યનો ધોધ વરસતો હતો. પોતાનાથી વડીલોનું તેઓએ ખૂબ માન-સન્માન જાળવ્યું. અવસરોચિત વિનય વૈયાવચ્ચમાં પૂ. શ્રી કદી પણ પાછા પડ્યા નથી. નિસ્પૃહતાનો ગુણ તો પૂ. શ્રી ના જીવનમાં અજબનો ઝળહળી રહ્યો હતો. જીવનમાં પ્રમાદ વગર પોતાનું કામ પોતે જ કરવાના હિમાયતી હતા.
દર્શનશુધ્ધિ માટે તીર્થયાત્રા એ મહત્વનું અંગ છે. પૂ. શ્રી એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ વગેરે પ્રદેશોમાં વિહાર કરી જિનમંદિરો જાહારી, અનહદ-અવિહડ પ્રભુ કરતાં. વિ. સં. ૨૦૩૮ થી શ્રી સુથરી સંઘની આગ્રહભરી વિનંતીથી શારિરિક તકલીફોને કારણે સ્થિરવાસ રહ્યા હતા. સતત ૧૩ વરસ સુધી ધૃતકલોલ દાદાની છત્રછાયામાં રહ્યા. તે દરમ્યાન શ્રી સુથરી સંધે પૂ. શ્રી ની અજોડ ભક્તિ વૈયાવચ્ચ કરેલ. શ્રી સુથરી જૈન સંઘનું પૂ. શ્રી માટે અતિ માન હતું. છેલ્લા બે વર્ષથી લકવાની બીમારીના કારણે દેહથી પરવશ બન્યા હતા. છતાં મનથી સ્વસ્થ હતાં, આભાથી જાગૃત હતાં. શ્રી સુથરી જૈન સંઘે તનમનથી વિભવના કરી પણ તૂટી