________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ નાસિકાપુરીમાં વાસ વસતી નથી, તેનો પટેલ ખુટલ છે. ૫ મુખપુરીમાં ધાટી ચાર જણે મળીને રોકી છે. ૬ મુખપુરીમાં શાહુકારોની બત્રીસ પેઢી હતી, તે બત્રીસે જરાસંઘની
હાકલથી ખસી ગઈ છે. ૭ કાયાપુરી પાટણનો નગરશેઠ રસનાદાસ, તેનું જોર કાંઈ ચાલતું
નથી. લોક આજ્ઞા માનતા નથી. ૮ પેટલાદપુરીમાં માલ ખપતો નથી. ૯ ગુહ્ય બંદરનો શિરદાર નિસ્તેજ થઈ બેઠો છે. ૧૦ ચરણપુરી થરથરે છે. ૧૧ ભુજાનું બળ ઘટી ગયું છે. ૧૨ હૃદયપુરીનો દરવાજો સુનો પડ્યો છે. તે તેના કામે છે નહીં.
એણીપરે શહેર અને પરાં ઉજ્જડ કીધા છે; તેવા નગર મધ્યે રહેવાતું નથી. જે હુકમે રાજશ્રીએ મોકલ્યા હતાં તે કામ અમારાથી થયું નથી. અમારામાં ઘણી ભૂલો પડી છે. જે દિવસે નગરમાં અમારૂં ચાલતું હતું, તે દિવસે ચેત્યા નહીં.
હવે તો સઘળો ઘાટ ફરી ગયો છે, એથી આ નગરમાં રહેવાતું નથી. માટે રાજશ્રીજી ! જો હુકમ કરો તો આવીને ચરણે પડું, તેમાં તમારી શોભા વધશે. મને આપના વિના બીજા કોઈનો આધાર નથી. જેને જેના આધારનો ભરોસો રાખ્યો હતો તે સર્વે વિફરી બેઠાં છે. મારૂં કોઈ નથી. હું મૂઢ પહેલાં ન સમજ્યો, હવે અનાથ છું, રાંક છું, રઝળું છું, રડવડું છું, દયા લાવીને મારો ઉદ્ધાર કરજો, મારી સ્થિતિ જાણવા માટે જ આ પત્ર લખ્યો છે.
લિ. જીવાજી મનાજીના કોટિ કોટિ વંદન પ્રતિદિન હો.
-
-
-
-
-
-
-
- -