Book Title: Marjivo Mahakavi Author(s): Maganlal D Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 5
________________ ૧૬૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ કવિતાકલાને પણ અજયપાળના ચરણે શિર ઝુકાવતી કરવાના ષડયંત્ર રચાયાં છે. કવિરાજ! ઇશારામાં સમજી જાઓ, કલ્પનાની પાંખે ઊડવાનું છેડી દે અને નજર સામેનાં કર્તવ્યની વ્યવહારુ ભૂમિકા ઉપર વિચરે તે સારું !” નહિ ભાઈ નહિ. મારાથી એ નહીં બને. પૂજ્ય ગુરુદેવે અમૃત સિંચન કરી જે અમૃતવેલ ઉછેરી તેનું હું ઉમૂલન કેમ કરી શકું? જગતને જાણવા દો કે આ અમૃતવેલને બે પાંદડાં ફૂટયાં : એક કડવું અને બીજું મીઠું. એમાંનું કયું કડવું અને કયું મીઠું એ જગત ભલે જગતની રીતે સમજે. એમના ગુણ-અવગુણની સાથે વેલની પ્રતિષ્ઠાને શી નિસ્બત રામચંદ્રની કવિતા અજયપાળની આગળ કયારેય પિતાનું શિર નથી જ ઝુકાવવાની–પછી ભલે ને થવાનું હોય તે થાય!” રામચંદ્ર જાણે અપાર્થિવ રૂપ ધારણ કરી રહ્યા. કવિરાજ! આદર્શોની અટવીમાં કેમ અટવાઓ છે? ભાગ્યને લાખેણી ઘડી આવી પહોંચી છે. એ ઘડીને શા માટે જવા દે છે? નદીના ધસમસતા પૂરની સામે તરવામાં તે પ્રવાહમાં ઘસડાઈ જવાનું જ ફળ મળે! ઝંઝાવાતમાં જે વૃક્ષ અણનમ રહેવા માગે તે મૂળમાંથી જ ઊખડી જઈ ધરાશાયી બને ! હજાર ગાંડામાં એક ડાહ્યાની શી કિંમત? તેના ડહાપણના કેવા ભંડા હાલહવાલ થાય છે તે તમે નથી જાણતા શું?” પણ મહાકવિ રામચંદ્ર એકના બે ન થયા. બિચારા ગુપ્તચરને થયું કે પથ્થર પર પાણું બધું એળે ગયું ! એટલામાં ઉપાશ્રયનાં પગથિયાં સિપાઈઓના નાળબંધ જોડાથી ધમધમી ઊઠયાં. સૈનિક બેકટેક ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ગુપ્તચર સાવધ બને. અંધકારને લાભ લઈ એ સિપાઈઓમાં ભળી ગયે. ચારદીવાના ઝાંખા પ્રકાશમાં સિપાઈઓ કવિરાજને શોધતા ગર્જી ઊઠયા: “કયાં છે રામચંદ્ર?” સિપાઈઓના સત્તાવાહી સૂરના ભયંકર પડઘા જાણે આગામી આંધીની આગાહી કરતા હતા. સિપાઈઓ ! કવિ રામચંદ્ર અહીં તમારી નજીક જ છે. તમારા આગમનનું પ્રજન?” કવિએ મધુર ભાષામાં જવાબ આ. ગુર્જરેશ્વર મહારાજા અજયપાળે આપને રાજદરબારમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે.” સૈનિકે એ સભ્ય બનવાનો પ્રયાસ કર્યો. “અત્યારે મધ્યરાત્રીના સમયે જ? કાલે સવારે આવું તો ?” “એ નહિ ચાલે. અત્યારે અને અબઘડીએ જ આપને હાજર થવું પડશે.” સિપાઈએ રામચંદ્રના જવાબની રાહ જોવા પણ ન થેભ્યા. એમણે. રામચંદ્રને ઘેરી લીધા. મ્યાનમાંથી તલવારો ખેંચાઈ ગઈ. એક સિપાઈએ ઘટસ્ફોટ કરતાં કહ્યું? “ગુર્જરેશ્વર અજયપાળની આજ્ઞા છે કે ગુનેગારને એક ક્ષણ પણ છૂટ ન મૂકે.” . “હું ગુનેગાર?પણ કવિ રામચંદ્ર પોતાનું વક્તવ્ય આગળ વધારે તે પહેલાં જ સિપાઈઓએ તેમને ઊચકી લીધા. પાટણની સુમસામ શેરીઓએ એ અકાર્ય ઉપર મધ્યરાત્રીને અંધારપછેડો ઢાંકી દીધે! ગુલાબી નિદ્રાને ત્યાગ કરી શેખીન અને વિલાસી પાટણ:ફરી પ્રવૃત્તિશીલ બન્યું ત્યારે પાટણની શેરીઓમાં રાજ્યના અનુચરો પડહ વગાડી રહ્યા હતા: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8