Book Title: Marjivo Mahakavi
Author(s): Maganlal D Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ મરજી મહાકવિ લેખક : શ્રી મગનલાલ ડી. શાહ બાજીપુરાવાલા ગરવી ગૂર્જરભૂમિ ત્યારે બે તેજસ્વી નક્ષત્રોથી પ્રકાશી રહી હતી : એક હતા મહાન તિર્ધર “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને બીજા હતા એમના અનુરાગી, “પરમાત” અને “પરમ માહેશ્વરનાં બન્ને બિરુદને ભાવી જાણનાર મહારાજ કુમારપાળ. હેમાચર્યની ઉદારતા, વિદ્વત્તા અને સમતાભરી સાધુતાએ જનતાને કામણ કર્યા હતાં. રાજર્ષિ કુમારપાળની સમદષ્ટિ અને ન્યાયપ્રિયતાએ એમને લોકપ્રિય રાજવી બનાવ્યા હતા. પણ એ સુવર્ણયુગને મધ્યાહ્ન ઢળવા લાગ્યો હોય એમ સરસ્વતીના લાડકવાયા પુત્ર શ્રીમદુ હેમચંદ્રાચાર્ય હવે કેવલ અક્ષર દેહે જ વિદ્યમાન હતા; અને મહારાજા કુમારપાળનો દેહ પણ પંચભૂતમાં ભળી ગયો હતો. ગુજરાતમાં અસ્મિતાની ભાવના પ્રગટાવનાર, ગુજરાતની પુણ્યભૂમિમાં અહિંસાની ભાવનાથી પરિપૂત સંસ્કૃતિની વેલ પાંગરતી કરનાર, એનાં મૂળિયાં વધુ ઊંડાં નાંખનાર આ બન્ને મહાપુરૂષોથી ગુજરાત વંચિત બની નિરાધાર જેવું બન્યું હતું ! અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમના ગાદીએ આવવાની સાથે જ સુખી અને સમૃદ્ધ ગુજરાતના આકાશમાં આફતની ડમરીઓ ચઢવા માંડી. અત્યાચાર, અનાચાર અને જુલ્મનું ગોઝારું સામ્રાજ્ય સ્થપાયું. રાજા અજયપાળે દમનને કોરડો વીંઝવામાં જરાય મણ ન રાખી—જાણે ગુજરાતને માથે રાહુ બેઠે ! - ગુજરાત સંક્રાન્તિના સમયની આકરી વેદના ભેગવવા લાગ્યું. સંક્રાન્તિના સમયે સતિયાઓનું સત કસોટીએ ચઢે, ધમી જને પર ધાડ પડે, સજજને અત્યાચાર અને અનાચારના સીમમાં રિબાઈ મરે! આ સંકટસમય એ તો સતિયાઓને, પુણ્યપુરને, ધર્મપ્રિય સજજનેને માટે અન્યાય-અધર્મની સામે બળવો પોકારી જુલમની વેદી પર બલિદાન આપવાને લાખેણે અવસર ! અને જનતાને બળિદાનની પ્રેરણાનું પાન કરાવનાર, કાંતિ અને સ્વતંત્રતાને ઉદ્ગાતા એ સાચો કવિ પિતે પણ વખત આવ્યે બલિદાન આપવામાં પાછી પાની કરે ખરો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8