Book Title: Marjivo Mahakavi Author(s): Maganlal D Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 3
________________ ૧દo શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવવાગોળવાનું છોડી દે. હવે તે તમારી કવિતા રાજદરબારની બાંદી બનશે. તમારી સરસ્વતી અજયપાળનાં યશોગાન ગાવામાં કૃતાર્થ થશે! મહારાજ, પહેલાને વખત હવે વીતી ગયો !” તમે શું મને ભાડૂતી કવિ બનાવવા માગે છે? હું ખુમારીદાર કવિ મટીને ખુશામતિયે ભાટ બનું એવી સલાહ આપે છે ?” કવિરાજે સાવધ થઈ કહ્યું. હજુ પણ તમારે તમારી ખુમારી ભૂલવી નથી ?” કવિ જે આત્માની ખુમારી નહી અનુભવે તો બીજું કેણ અનુભવશે? શું હું. કુદરતની કવિતા છેડીને અજયપાળ જેવા અધમ રાજવીની પ્રશસ્તિ રચવા લાગું? મહાનુભાવ! ન ભૂતો ન ભવિષ્યતિ!” અરે એ ભદ્ર પુરુષ! એટલું પણ કાં ન સમજે કે પવન જેઈને સૂપડું ધરવું જોઈએ! વણિક સમાજના ગુરુ થઈને એટલું પણ નથી જાણતા કે સમય પ્રમાણે સૂર બદલ ઘટે!” વાણીશૂર ગુપ્તચર વાતમાં મેણુ નાખવાનું ન ભૂલ્યા. * તમે મને વ્યવહારકુશળતાના પાઠ શીખવવા આવ્યા છે? કવિને-મસ્ત કવિનેઆત્માને ગળે ચીપ દેનારાં વ્યવહારકુશળતાનાં બંધન ક્યારેય નડતાં નથી. ખુદ કવિ પણ તેના હૃદયને પરવશ હોય છે; હૃદયની આજ્ઞાને એ ઉથાપી શકતા નથી. અને સાચી કવિતાને સમયનાં બંધન કદી ખયાં નથી અને ખપવાનો પણ નથીકવિની કવિતા તે સનાતન સત્યને જ ઉચ્ચારે છે, અને એવા પરમ સત્યને જ આરાધે છે. ” સાધુરાજ જાણે ફિરસ્તાની વાણી ઉચ્ચારી રહ્યા. કવિરાજ! ભીંત ભૂલ છે! રાજા રૂઠે તે કાસળ કાઢે અને રીઝે તે નિહાલ કરે. સત્તા આગળ શાણપણ નકામું છે. ખુમારીની વાતે નર્યું ગાંડપણ છે. શું તમે નથી જાણતા કે પ્રભુ પંચાસરા પાર્શ્વનાથના પવિત્ર દેવાલયને અજયપાળના સૈનિકોએ હથોડા મારી ખેદાનમેદાન કરી નાંખ્યું છે? શું તમે એ વાતથી અજ્ઞાત છે કે મહામૂલા જ્ઞાન ભંડાર રોમાં આગ ચાંપી એને ભસ્મીભૂત કરવામાં આવ્યા છે? કપદી જેવા મંત્રીશ્વરને એક દિવસ માટે મંત્રીપદે સ્થાપી રામશરણ કરવામાં આવ્યું છે. આમભટ જેવા વીરપુરુષને લશ્કરે ઘેરો ઘાલી હણી નાખે છે! તો પછી તમારા જેવાની શી વિસાત? રાજઆજ્ઞા સ્પષ્ટ ફરમાવે છે કે અત્યાર સુધી જેને ખૂબ મહાલ્યા, ફાલ્યા-ફૂલ્યા; પણ હવે એમના સેનેરી દિવસો પૂરા થયા. હવે તો જેન તે જૈન અને બ્રાહ્મણ તે બ્રાહ્મણને યુગ ફરી શરૂ થયો છે. હવે જૈન બ્રાહ્મણ નહીં બની શકે, જેના દેવ બ્રાહ્મણના દેવ નહીં થઈ શકે ! બ્રાહાણ તે પ્રભુનું પ્રથમ સંતાન અને જેન કરતાં ઉચ્ચ. બ્રાહ્મણ અને જૈન વચ્ચે અભેદ હોઈ શકે જ નહીં! બ્રાહ્મણને ધર્મ એ જ રાજધમ : આવું રાજફરમાન તમે નથી સાંભળ્યું?” ગુપ્તચરે કવિરાજની આંખ ઉઘાડવા પ્રયત્ન કર્યો. - “આપ સ્વભાવમાં મગ્ન રહેનારો, આત્માના ધર્મને પિછાણનારો સાધક કેઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત કે દ્વેષ ન રાખે. કવિ એટલે સાચા અવધૂત. અવધૂત એટલે રાગદ્વેષના વિજેતાને પૂજારી. સેમિનાથ મહાદેવ સમક્ષ પૂજ્ય ગુરુદેવે ગાયેલી અમર પંક્તિઓ હજુ પણ મારા અંતરમાં ગુંજ્યા કરે છે, અને મને સતત ભાન કરાવતી રહે છે કે જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8