Book Title: Marjivo Mahakavi Author(s): Maganlal D Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ શ્રી મગનલાલ ડી. શાહુ : મરજીવા મહાકવિ ૧૬૩ ·CC પાટણના પ્રજાજનો ! સહ સાંભળજો ! ગુજ રેશ્વર મહારાજા અજયપાળની રાજઆજ્ઞા છે કે બ્રાહ્મણુ અને જૈન એક ન હેાઈ શકે. બ્રાહ્મણ તે બ્રાહ્મણ, જૈન તે જૈન. પરમાત અને પરમમાહેશ્વર એ ખિરુદ સાથે ન સંભવે ! બ્રાહ્મણધમ એ રાજધમ છે, માટે બ્રાહ્મણુધર્મોને સૌ પ્રજાજનાએ માન આપવુ. જે કાઈ સમષ્ટિને નામે, અભેદને નામે બ્રાહ્મણુ અને જૈનને એકત્ર કરવા યત્ન કરશે, તેમને સખ્ત શિક્ષા કરવામાં આવશે.” પાટણનાં નર-નારીએ ખિન્ન હૃદયે આ ઢંઢેરા સાંભળી રહ્યાં. કયાં પહેલાંનુ પાટણ અને કયાં આજનુ' પાટણ ! જાણે આટલું. એછુ' હાય એમ એ ઢંઢેરાએ વધારામાં જાહેર કયું કે “ આજે મધ્યાહ્ને સર્વ પ્રજાજનાએ રાજસભામાં હાજર થવાનુ છે. ત્યાં રાજઆજ્ઞાની અવગણના કરવા બદલ કવિ રામચંદ્રના ન્યાય તાળાવાના છે.” સમય થયેા અને નગરજને રાજસભામાં કીડિયારાની જેમ ઊભરાવા લાગ્યા. કાંય તલપુર જગ્યા ખાલી ન હતી. બધા મહાકવિ રામચંદ્રને કેવા ન્યાય મળે છે તે જોવા આતુર હતા. કવિ રામચંદ્રને સભામાં હાજર કરવામાં આવ્યા, પણ એમના ચહેરા પર ગુનેગારીની કે લાચારીની એક પણ રેખા દેખાતી ન હતી. એમના પ્રશાંત ચહેરા પર ખ્રિવ્ય તેજ વિલસતું હતું. “ કવિરાજ ! તમને જૈન અને બ્રાહ્મણાને એક કરવાની ઘેલછા લાગી છે. એવાં અભેદનાં કાવ્યેા રચવા માટે તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” “ અભેદ શું પાપ છે ? અભેદ્યનાં કાવ્યેા રચવાં એ શુ' પાપકાય છે ? ” “ કવિરાજ ! રાજઆજ્ઞા પ્રમાણે અભેદના પ્રચાર કરવા એ ગુના છે: એ તમારે જાણવુ' ઘટે ! ” 66 કવિનું કાવ્ય કોઈ પ્રયત્નનું નહીં પણ અકળ પ્રેરણાનું પરિણામ છે. કાવ્યગંગાની ગ ગાત્રીનું, પ્રેરણાસ્થાન સાવ અકળ જ હેાય છે. કવિમાં અકલ્પ્ય રીતે આવી પ્રેરણા જાગે અને કાવ્ય સ્ફુરે તેમાં પાપના પ્રશ્ન જ કચાં ઊભે થાય છે? પાપ અને પ્રાયશ્ચિત્ત કવિતા પાસે *કી પણ શકતાં નથી. કોઈ સત્તાના ભયથી કે સમૃદ્ધિના લેાભથી કવિતાદેવીની સાચી આરાધના ન થઈ શકે. કવિહૃદય માનવી જ કવિની કવિતાનું મૂલ્યાંકન કરી શકે કે કવિની કવિતાના ન્યાય તાળી શકે. એ તાળવાનું તમારુ' ગજુ નહીં ! ઝવેરી જ હીરાનું મૂલ્ય કરી શકે, ગેાવાળ નહિ !” જાણે કવિની જીભ નહીં પણ એનું અંતર ખાલી રહ્યું હતું. “ કવિરાજ ! રાજ્યની આજ્ઞા ઉત્થાપવાનુ દુઃસાહસ ખેડવા માગે છે ? ખખર તા છે ને કે એનાં કેવાં માઠાં પરિણામ આવે છે? એથી ખચવુ' હશે તે તમારે રાજ્ય અને રાજાનાં પ્રશસ્તિકાવ્યેા રચીને આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ પડશે. તમારા ગુરુભાઈ માલચન્દ્રે એ જ રાહ ગ્રહણ કર્યો છે.” “ કવિ સ્વૈરવિહારી હેાય છે. સમગ્ર વિશ્વ એનુ રાજ્ય છે. એના ખજાના પણ અખૂટ છે. દુનિયાની કોઈ સત્તા એને ડરાવી નહી' શકે; સંસારની કોઈ સ'પત્તિ એને લલચાવી નહીં શકે. તમારાં શૌય કે સત્કાર્યોથી કવિના અતરમાં ઊમિ' જગાડા અને જુએ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8