Book Title: Marjivo Mahakavi
Author(s): Maganlal D Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230191/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મરજી મહાકવિ લેખક : શ્રી મગનલાલ ડી. શાહ બાજીપુરાવાલા ગરવી ગૂર્જરભૂમિ ત્યારે બે તેજસ્વી નક્ષત્રોથી પ્રકાશી રહી હતી : એક હતા મહાન તિર્ધર “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને બીજા હતા એમના અનુરાગી, “પરમાત” અને “પરમ માહેશ્વરનાં બન્ને બિરુદને ભાવી જાણનાર મહારાજ કુમારપાળ. હેમાચર્યની ઉદારતા, વિદ્વત્તા અને સમતાભરી સાધુતાએ જનતાને કામણ કર્યા હતાં. રાજર્ષિ કુમારપાળની સમદષ્ટિ અને ન્યાયપ્રિયતાએ એમને લોકપ્રિય રાજવી બનાવ્યા હતા. પણ એ સુવર્ણયુગને મધ્યાહ્ન ઢળવા લાગ્યો હોય એમ સરસ્વતીના લાડકવાયા પુત્ર શ્રીમદુ હેમચંદ્રાચાર્ય હવે કેવલ અક્ષર દેહે જ વિદ્યમાન હતા; અને મહારાજા કુમારપાળનો દેહ પણ પંચભૂતમાં ભળી ગયો હતો. ગુજરાતમાં અસ્મિતાની ભાવના પ્રગટાવનાર, ગુજરાતની પુણ્યભૂમિમાં અહિંસાની ભાવનાથી પરિપૂત સંસ્કૃતિની વેલ પાંગરતી કરનાર, એનાં મૂળિયાં વધુ ઊંડાં નાંખનાર આ બન્ને મહાપુરૂષોથી ગુજરાત વંચિત બની નિરાધાર જેવું બન્યું હતું ! અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમના ગાદીએ આવવાની સાથે જ સુખી અને સમૃદ્ધ ગુજરાતના આકાશમાં આફતની ડમરીઓ ચઢવા માંડી. અત્યાચાર, અનાચાર અને જુલ્મનું ગોઝારું સામ્રાજ્ય સ્થપાયું. રાજા અજયપાળે દમનને કોરડો વીંઝવામાં જરાય મણ ન રાખી—જાણે ગુજરાતને માથે રાહુ બેઠે ! - ગુજરાત સંક્રાન્તિના સમયની આકરી વેદના ભેગવવા લાગ્યું. સંક્રાન્તિના સમયે સતિયાઓનું સત કસોટીએ ચઢે, ધમી જને પર ધાડ પડે, સજજને અત્યાચાર અને અનાચારના સીમમાં રિબાઈ મરે! આ સંકટસમય એ તો સતિયાઓને, પુણ્યપુરને, ધર્મપ્રિય સજજનેને માટે અન્યાય-અધર્મની સામે બળવો પોકારી જુલમની વેદી પર બલિદાન આપવાને લાખેણે અવસર ! અને જનતાને બળિદાનની પ્રેરણાનું પાન કરાવનાર, કાંતિ અને સ્વતંત્રતાને ઉદ્ગાતા એ સાચો કવિ પિતે પણ વખત આવ્યે બલિદાન આપવામાં પાછી પાની કરે ખરો ? Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનલાલ ડી. શાહ : મરજીવે। મહાવિ ૧૫૯ કિવ એટલે મહાસ`વેદનશીલ આત્મા. એ તે મડામાં પણ પ્રાણ ફૂંકીને સ્વાભિમાનની ભાવનાને સજીવન કરે. કવિના અંતસ્તાપ અને પુણ્યપ્રાપ એના પ્રત્યેક શબ્દમાં રણકવા લાગે, અને એવા એક એક શબ્દ જનતામાં ચેતનાની જ્યેાતને જલતી રાખવા માટે તેલનું કામ કરે! એવા જ એક સ્વમાની મસ્ત કવિની આ ગૌરવંતી કહાણી છે. બ્રાહ્મણ તા પ્રભુનુ પ્રથમ સર્જન; બ્રાહ્મણ જૈન ન બની શકે; બ્રાહ્મણુ અને જૈન વચ્ચે અભેદ ન સંભવે—એવી એવી કલેશ-દ્વેષ ભરી માન્યતા લઈ ને અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમની આ ગેરસમજણુમાંથી જ ગૂર્જરભૂમિની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિના વિનાશ કરનારું તાંડવનૃત્ય આરંભાયું હતું. હેમાચાય અને કુમારપાળદેવે અંતરનાં અમી સી`ચી સીંચીને ગુજ પ્રજામાં ભ્રાતૃભાવ અને મૈત્રીની જે ભાવના રેલાવી હતી એને સમજવાનું કે સાચવવાનું અજયપાલનુ કાઈ ગળુ ન હતું. ઉદારરારિત આત્માએની ઉદારતાને ખાપડું સોંકુચિત માનસ કેવી રીતે સમજી શકે ? એટલે જ અજયપાળ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રચાર્યનું કર્યું –કારવ્યુ ધૂળમાં મેળવવા તૈયાર થયા હતા. રજનીદેવી રૂપેરી આભલાના ભરતકામથી શૈાલતી સાડી પહેરી આભની અટારીએ ડોકિયુ` કરી રહી હતી. કાળાં કામના કરનારા માનવીએ પેાતાનાં કુંકૃત્યાને કાજળકાળી રાત્રિના અંધકારમાં છુપાવવા મથતા હતા. ત્યારે જાણે રૂપેરી આભલા સમા ટમટમતા તારલિયાએ માનવીની મૂર્ખાઈ પર હસી રહ્યા હતા ! પાટણ નિદ્રાદેવીને ખેાળે પાઢી ગયુ હતુ, નગરની શેરીએ સૂમસામ બની હતી, ત્યારે ઉપાશ્રયમાં એક સાધુરાજ ધ્યાનસ્થ દશામાં બેસી ધચિંતન કરી રહ્યા હતા. આખું નગર ઊંઘતુ' હતુ' ત્યારે આ અપ્રમત્ત સાધુરાજ જાગતા રહીને આત્મભાવની ખેાજ કરી અંતરને અજવાળી રહ્યા હતા. એવામાં એક ગુપ્તચરે દખાતે પગલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને સાધુરાજની પાસે જઈ ને તુમાખી ભર્યા સ્વરે જાણે પડકાર કર્યું : “ કવિરાજ ! પાટણમાં થતી ઉથલપાથલની આપને ખખર તેા છે ને ? સાધુરાજ ! અત્યારે પાટણમાં કોનું શાસન ચાલે છે તેની આપને જાણ તેા છે ને ?” “ પાટણમાં જેનું શાસન ચાલતું હેાય તેનું ભલે ચાલે, મારે એનું શું પ્રયેાજન ? મહાનુભવ, મારે તે મારા હૃદયસામ્રાજ્યમાં કેાનું શાસન પ્રવર્તે છે, એની સાથે જ નિસ્બત છે. અને ત્યાં આત્માનું શાસન ચાલતુ' હાય એટલે. ખસ ! વળી આવતી કાલે હું' સા(૧૦૦)મું કાવ્ય રચીશ, અને પ્રમ'ધશતકર્તા'ની ઉપાધિ મેળવવા ભાગ્યશાળી અનીશ. પશુ મારા અધ્યયનમાં આવી મધ્યરાત્રિએ ખલેલ પાડનાર તમે કાણુ છે, અને અત્યારે અહીં આવવાનું પ્રયાજન શું છે ?' ગુપ્તચરના મનાભાવ જાણે બદલાઈ ગયા. એણે અજપાભર્યાં દીઘ નિ:શ્વાસ નાખ્યા. સાધુરાજની વધુ નજદીક જઈ એ ધીમે સાદે કહેવા લાગ્યું: “કવિરાજ, કવિતા અને કલા, શબ્દ અને ધ્વનિ, અલંકાર અને રસ એ બધાંને, ભે'સ ઘાસના પૂળે વાગાળે એમ, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧દo શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવવાગોળવાનું છોડી દે. હવે તે તમારી કવિતા રાજદરબારની બાંદી બનશે. તમારી સરસ્વતી અજયપાળનાં યશોગાન ગાવામાં કૃતાર્થ થશે! મહારાજ, પહેલાને વખત હવે વીતી ગયો !” તમે શું મને ભાડૂતી કવિ બનાવવા માગે છે? હું ખુમારીદાર કવિ મટીને ખુશામતિયે ભાટ બનું એવી સલાહ આપે છે ?” કવિરાજે સાવધ થઈ કહ્યું. હજુ પણ તમારે તમારી ખુમારી ભૂલવી નથી ?” કવિ જે આત્માની ખુમારી નહી અનુભવે તો બીજું કેણ અનુભવશે? શું હું. કુદરતની કવિતા છેડીને અજયપાળ જેવા અધમ રાજવીની પ્રશસ્તિ રચવા લાગું? મહાનુભાવ! ન ભૂતો ન ભવિષ્યતિ!” અરે એ ભદ્ર પુરુષ! એટલું પણ કાં ન સમજે કે પવન જેઈને સૂપડું ધરવું જોઈએ! વણિક સમાજના ગુરુ થઈને એટલું પણ નથી જાણતા કે સમય પ્રમાણે સૂર બદલ ઘટે!” વાણીશૂર ગુપ્તચર વાતમાં મેણુ નાખવાનું ન ભૂલ્યા. * તમે મને વ્યવહારકુશળતાના પાઠ શીખવવા આવ્યા છે? કવિને-મસ્ત કવિનેઆત્માને ગળે ચીપ દેનારાં વ્યવહારકુશળતાનાં બંધન ક્યારેય નડતાં નથી. ખુદ કવિ પણ તેના હૃદયને પરવશ હોય છે; હૃદયની આજ્ઞાને એ ઉથાપી શકતા નથી. અને સાચી કવિતાને સમયનાં બંધન કદી ખયાં નથી અને ખપવાનો પણ નથીકવિની કવિતા તે સનાતન સત્યને જ ઉચ્ચારે છે, અને એવા પરમ સત્યને જ આરાધે છે. ” સાધુરાજ જાણે ફિરસ્તાની વાણી ઉચ્ચારી રહ્યા. કવિરાજ! ભીંત ભૂલ છે! રાજા રૂઠે તે કાસળ કાઢે અને રીઝે તે નિહાલ કરે. સત્તા આગળ શાણપણ નકામું છે. ખુમારીની વાતે નર્યું ગાંડપણ છે. શું તમે નથી જાણતા કે પ્રભુ પંચાસરા પાર્શ્વનાથના પવિત્ર દેવાલયને અજયપાળના સૈનિકોએ હથોડા મારી ખેદાનમેદાન કરી નાંખ્યું છે? શું તમે એ વાતથી અજ્ઞાત છે કે મહામૂલા જ્ઞાન ભંડાર રોમાં આગ ચાંપી એને ભસ્મીભૂત કરવામાં આવ્યા છે? કપદી જેવા મંત્રીશ્વરને એક દિવસ માટે મંત્રીપદે સ્થાપી રામશરણ કરવામાં આવ્યું છે. આમભટ જેવા વીરપુરુષને લશ્કરે ઘેરો ઘાલી હણી નાખે છે! તો પછી તમારા જેવાની શી વિસાત? રાજઆજ્ઞા સ્પષ્ટ ફરમાવે છે કે અત્યાર સુધી જેને ખૂબ મહાલ્યા, ફાલ્યા-ફૂલ્યા; પણ હવે એમના સેનેરી દિવસો પૂરા થયા. હવે તો જેન તે જૈન અને બ્રાહ્મણ તે બ્રાહ્મણને યુગ ફરી શરૂ થયો છે. હવે જૈન બ્રાહ્મણ નહીં બની શકે, જેના દેવ બ્રાહ્મણના દેવ નહીં થઈ શકે ! બ્રાહાણ તે પ્રભુનું પ્રથમ સંતાન અને જેન કરતાં ઉચ્ચ. બ્રાહ્મણ અને જૈન વચ્ચે અભેદ હોઈ શકે જ નહીં! બ્રાહ્મણને ધર્મ એ જ રાજધમ : આવું રાજફરમાન તમે નથી સાંભળ્યું?” ગુપ્તચરે કવિરાજની આંખ ઉઘાડવા પ્રયત્ન કર્યો. - “આપ સ્વભાવમાં મગ્ન રહેનારો, આત્માના ધર્મને પિછાણનારો સાધક કેઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત કે દ્વેષ ન રાખે. કવિ એટલે સાચા અવધૂત. અવધૂત એટલે રાગદ્વેષના વિજેતાને પૂજારી. સેમિનાથ મહાદેવ સમક્ષ પૂજ્ય ગુરુદેવે ગાયેલી અમર પંક્તિઓ હજુ પણ મારા અંતરમાં ગુંજ્યા કરે છે, અને મને સતત ભાન કરાવતી રહે છે કે જેઓ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનલાલ ડી. શાહ: મરજી મહાકવિ ૧૬૧ રાગદ્વેષના વિજેતા છે એવા કોઈ પણ દેવને મારા નમસ્કાર હ! આત્માને તે ખરેખર, બધા ધર્મોનું મિલન-મંદિર બનાવવાનું હોય!” - સાધુરાજ! આવી બધી અભેદની જપમાળા હવે છેડી દે! મહારાજા કુમારપાળ અને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું નિધન થતાં જ અભેદનું અવસાન થઈ ગયું સમજે. અજયપાળ ભેદને પૂજારી છે. એ તે બ્રાહ્મણ અને જૈનના ભેદ વધુ સ્પષ્ટ કરવા માગે છે. તમે રાજઆજ્ઞાને મર્મ નથી સમજતા?” કવિને રાજઆજ્ઞા સાથે શી લેવાદેવા? મારું પ્રસ્થાન તે ગુરુદેવે ચીધેલા માર્ગે જ હોય; બીજ માર્ગને વિચાર પણ મને કુરે નહિ. કોઈ પણ જાતના ભયથી, અરે, મરણના ભયથી પણ, કવિને વિચલિત થવાનું ન હોય. સાચો ધર્માત્મા પાપભીરુ હોય. અને કવિ ઉપરાંત હું તે કલિકાલસર્વજ્ઞ શિષ્ય! પ્રાણના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું જતન જ કરવાનું હોય !” જાણે કવિ રામચંદ્ર અગમવાણું ઉચ્ચારી રહ્યા. ગુપ્તચર કવિરાજને પરમ શુભેચ્છક હત; એ ગમે તેમ કરીને કવિરાજને નિર્ણય બદલાવવા માગતો હતો. એણે લાગણીભીના સ્વરે કહ્યું: “કવિવર! સાચા કે ખોટાને નિર્ણય કરવાને આ સમય નથી. ઊગતા રવિને સાકાઈ પૂજે છે; આથમતા સૂર્યને કઈ પૂજતું નથીદુનિયાને એ રાહ છે. ગૂર્જરભૂમિનાં આબદાર (સાચા)મતી તે અજયપાળે પ્રગટાવેલી હતાશનીમાં ક્યારનાં હેમાઈ ગયાં; જે કાંઈ ડાં બાકી રહ્યાં છે તેમની પણ ઘડી–પળ ગણાઈ રહી છે. અજયપાળ પિતાને માર્ગ નિષ્કટક કરવા માગે છે. અભેદમાં માનનારને તે કંટક સમજે છે; એવા કંટકોને દૂર કરવા તે એની રાજનીતિ છે.” રાજાની રાજનીતિ ગમે તે હોય, સાધુ ધર્મવિમુખ ન બની શકે. કવિ એ પણ સાધુ-આત્મા છે, જનતાની ભાવનાની દીવાદાંડી છે. એ સનાતન સત્ય ઉચ્ચારે છે. સમય કે રાજનીતિનાં બંધન એને નડતાં નથી. એની કવિતા સંસારના વૈભવ-વિલાસની દાસી ન બની શકે! કવિ તે મુક્ત આત્મા હોય.” કવિરાજ! કવિ ઉપર કાવ્ય રચવાનું બંધ કરે! સાચા કવિને આ જમાન નથી. ખુશામતિયા કવિની જ આજે બેલબાલા છે. એક જ ગુરુના બે ચેલા એક રાજદરબારમાં શ્વાનની જેમ પૂછડી પટપટાવતો હોય એવે વખતે બીજે મેરુની જેમ અચળ રહેવા માગે એને રાજસત્તા કેમ સાંખી શકે ?” જેને જીવ વહાલે છે તે ભલે પૂછડી પટપટાવે! જેને આત્મા વહાલે છે તે પિતાની વાÈવીને પારકાને ઘેર પાણી ભરવા ન મોકલી શકે ! જે મરજી છે તે જ મુક્તિના દિવ્ય સંગીતનું અણમોલ મતી મેળવી શકે. બાલચંદ્રને ગમતું હોય તે બાલચંદ્ર ભલે કરે. રામચંદ્ર તે રામચંદ્ર જ રહેશે ! એ બાલચંદ્ર કદી નહીં બને! રામચંદ્ર પિતાના આત્માને કદી નહીં રૂંધે. આત્મા અનંત શક્તિને ધણી છે એ સૂત્ર રામચંદ્રને માટે જીવનનું ધ્રુવતારક છે. જે આત્મા પોતાની શક્તિઓને પ્રગટાવે છે તેને માટે વ્યવહાર અને રાજનીતિની દુનિયામાં જે અશક્ય લેખાતું હોય તે પણ શક્ય બને છે.” કવિરાજ ! ભાવાવેશમાંથી જન્મેલી આવી બધી મનની વાતે મનમાં જ રહી જશે, અને જિંદગી જોખમમાં મુકાઈ જશે. યતિરાજ બાલચંદ્રની કવિતાની જેમ તમારી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ કવિતાકલાને પણ અજયપાળના ચરણે શિર ઝુકાવતી કરવાના ષડયંત્ર રચાયાં છે. કવિરાજ! ઇશારામાં સમજી જાઓ, કલ્પનાની પાંખે ઊડવાનું છેડી દે અને નજર સામેનાં કર્તવ્યની વ્યવહારુ ભૂમિકા ઉપર વિચરે તે સારું !” નહિ ભાઈ નહિ. મારાથી એ નહીં બને. પૂજ્ય ગુરુદેવે અમૃત સિંચન કરી જે અમૃતવેલ ઉછેરી તેનું હું ઉમૂલન કેમ કરી શકું? જગતને જાણવા દો કે આ અમૃતવેલને બે પાંદડાં ફૂટયાં : એક કડવું અને બીજું મીઠું. એમાંનું કયું કડવું અને કયું મીઠું એ જગત ભલે જગતની રીતે સમજે. એમના ગુણ-અવગુણની સાથે વેલની પ્રતિષ્ઠાને શી નિસ્બત રામચંદ્રની કવિતા અજયપાળની આગળ કયારેય પિતાનું શિર નથી જ ઝુકાવવાની–પછી ભલે ને થવાનું હોય તે થાય!” રામચંદ્ર જાણે અપાર્થિવ રૂપ ધારણ કરી રહ્યા. કવિરાજ! આદર્શોની અટવીમાં કેમ અટવાઓ છે? ભાગ્યને લાખેણી ઘડી આવી પહોંચી છે. એ ઘડીને શા માટે જવા દે છે? નદીના ધસમસતા પૂરની સામે તરવામાં તે પ્રવાહમાં ઘસડાઈ જવાનું જ ફળ મળે! ઝંઝાવાતમાં જે વૃક્ષ અણનમ રહેવા માગે તે મૂળમાંથી જ ઊખડી જઈ ધરાશાયી બને ! હજાર ગાંડામાં એક ડાહ્યાની શી કિંમત? તેના ડહાપણના કેવા ભંડા હાલહવાલ થાય છે તે તમે નથી જાણતા શું?” પણ મહાકવિ રામચંદ્ર એકના બે ન થયા. બિચારા ગુપ્તચરને થયું કે પથ્થર પર પાણું બધું એળે ગયું ! એટલામાં ઉપાશ્રયનાં પગથિયાં સિપાઈઓના નાળબંધ જોડાથી ધમધમી ઊઠયાં. સૈનિક બેકટેક ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ગુપ્તચર સાવધ બને. અંધકારને લાભ લઈ એ સિપાઈઓમાં ભળી ગયે. ચારદીવાના ઝાંખા પ્રકાશમાં સિપાઈઓ કવિરાજને શોધતા ગર્જી ઊઠયા: “કયાં છે રામચંદ્ર?” સિપાઈઓના સત્તાવાહી સૂરના ભયંકર પડઘા જાણે આગામી આંધીની આગાહી કરતા હતા. સિપાઈઓ ! કવિ રામચંદ્ર અહીં તમારી નજીક જ છે. તમારા આગમનનું પ્રજન?” કવિએ મધુર ભાષામાં જવાબ આ. ગુર્જરેશ્વર મહારાજા અજયપાળે આપને રાજદરબારમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે.” સૈનિકે એ સભ્ય બનવાનો પ્રયાસ કર્યો. “અત્યારે મધ્યરાત્રીના સમયે જ? કાલે સવારે આવું તો ?” “એ નહિ ચાલે. અત્યારે અને અબઘડીએ જ આપને હાજર થવું પડશે.” સિપાઈએ રામચંદ્રના જવાબની રાહ જોવા પણ ન થેભ્યા. એમણે. રામચંદ્રને ઘેરી લીધા. મ્યાનમાંથી તલવારો ખેંચાઈ ગઈ. એક સિપાઈએ ઘટસ્ફોટ કરતાં કહ્યું? “ગુર્જરેશ્વર અજયપાળની આજ્ઞા છે કે ગુનેગારને એક ક્ષણ પણ છૂટ ન મૂકે.” . “હું ગુનેગાર?પણ કવિ રામચંદ્ર પોતાનું વક્તવ્ય આગળ વધારે તે પહેલાં જ સિપાઈઓએ તેમને ઊચકી લીધા. પાટણની સુમસામ શેરીઓએ એ અકાર્ય ઉપર મધ્યરાત્રીને અંધારપછેડો ઢાંકી દીધે! ગુલાબી નિદ્રાને ત્યાગ કરી શેખીન અને વિલાસી પાટણ:ફરી પ્રવૃત્તિશીલ બન્યું ત્યારે પાટણની શેરીઓમાં રાજ્યના અનુચરો પડહ વગાડી રહ્યા હતા: Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનલાલ ડી. શાહુ : મરજીવા મહાકવિ ૧૬૩ ·CC પાટણના પ્રજાજનો ! સહ સાંભળજો ! ગુજ રેશ્વર મહારાજા અજયપાળની રાજઆજ્ઞા છે કે બ્રાહ્મણુ અને જૈન એક ન હેાઈ શકે. બ્રાહ્મણ તે બ્રાહ્મણ, જૈન તે જૈન. પરમાત અને પરમમાહેશ્વર એ ખિરુદ સાથે ન સંભવે ! બ્રાહ્મણધમ એ રાજધમ છે, માટે બ્રાહ્મણુધર્મોને સૌ પ્રજાજનાએ માન આપવુ. જે કાઈ સમષ્ટિને નામે, અભેદને નામે બ્રાહ્મણુ અને જૈનને એકત્ર કરવા યત્ન કરશે, તેમને સખ્ત શિક્ષા કરવામાં આવશે.” પાટણનાં નર-નારીએ ખિન્ન હૃદયે આ ઢંઢેરા સાંભળી રહ્યાં. કયાં પહેલાંનુ પાટણ અને કયાં આજનુ' પાટણ ! જાણે આટલું. એછુ' હાય એમ એ ઢંઢેરાએ વધારામાં જાહેર કયું કે “ આજે મધ્યાહ્ને સર્વ પ્રજાજનાએ રાજસભામાં હાજર થવાનુ છે. ત્યાં રાજઆજ્ઞાની અવગણના કરવા બદલ કવિ રામચંદ્રના ન્યાય તાળાવાના છે.” સમય થયેા અને નગરજને રાજસભામાં કીડિયારાની જેમ ઊભરાવા લાગ્યા. કાંય તલપુર જગ્યા ખાલી ન હતી. બધા મહાકવિ રામચંદ્રને કેવા ન્યાય મળે છે તે જોવા આતુર હતા. કવિ રામચંદ્રને સભામાં હાજર કરવામાં આવ્યા, પણ એમના ચહેરા પર ગુનેગારીની કે લાચારીની એક પણ રેખા દેખાતી ન હતી. એમના પ્રશાંત ચહેરા પર ખ્રિવ્ય તેજ વિલસતું હતું. “ કવિરાજ ! તમને જૈન અને બ્રાહ્મણાને એક કરવાની ઘેલછા લાગી છે. એવાં અભેદનાં કાવ્યેા રચવા માટે તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” “ અભેદ શું પાપ છે ? અભેદ્યનાં કાવ્યેા રચવાં એ શુ' પાપકાય છે ? ” “ કવિરાજ ! રાજઆજ્ઞા પ્રમાણે અભેદના પ્રચાર કરવા એ ગુના છે: એ તમારે જાણવુ' ઘટે ! ” 66 કવિનું કાવ્ય કોઈ પ્રયત્નનું નહીં પણ અકળ પ્રેરણાનું પરિણામ છે. કાવ્યગંગાની ગ ગાત્રીનું, પ્રેરણાસ્થાન સાવ અકળ જ હેાય છે. કવિમાં અકલ્પ્ય રીતે આવી પ્રેરણા જાગે અને કાવ્ય સ્ફુરે તેમાં પાપના પ્રશ્ન જ કચાં ઊભે થાય છે? પાપ અને પ્રાયશ્ચિત્ત કવિતા પાસે *કી પણ શકતાં નથી. કોઈ સત્તાના ભયથી કે સમૃદ્ધિના લેાભથી કવિતાદેવીની સાચી આરાધના ન થઈ શકે. કવિહૃદય માનવી જ કવિની કવિતાનું મૂલ્યાંકન કરી શકે કે કવિની કવિતાના ન્યાય તાળી શકે. એ તાળવાનું તમારુ' ગજુ નહીં ! ઝવેરી જ હીરાનું મૂલ્ય કરી શકે, ગેાવાળ નહિ !” જાણે કવિની જીભ નહીં પણ એનું અંતર ખાલી રહ્યું હતું. “ કવિરાજ ! રાજ્યની આજ્ઞા ઉત્થાપવાનુ દુઃસાહસ ખેડવા માગે છે ? ખખર તા છે ને કે એનાં કેવાં માઠાં પરિણામ આવે છે? એથી ખચવુ' હશે તે તમારે રાજ્ય અને રાજાનાં પ્રશસ્તિકાવ્યેા રચીને આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ પડશે. તમારા ગુરુભાઈ માલચન્દ્રે એ જ રાહ ગ્રહણ કર્યો છે.” “ કવિ સ્વૈરવિહારી હેાય છે. સમગ્ર વિશ્વ એનુ રાજ્ય છે. એના ખજાના પણ અખૂટ છે. દુનિયાની કોઈ સત્તા એને ડરાવી નહી' શકે; સંસારની કોઈ સ'પત્તિ એને લલચાવી નહીં શકે. તમારાં શૌય કે સત્કાર્યોથી કવિના અતરમાં ઊમિ' જગાડા અને જુએ કે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ એમાંથી કેવાં મનેાહર પ્રશસ્તિકાવ્યે વહેવા લાગે છે. વસ'ત આવે છે ત્યારે કોકિલાને કાણુ કહેવા જાય છે કે તું તારી સ્વરમાધુરીને વહેતી મૂક ? એવું જ સાચી કવિતાનું સમજવું. ભય કે લાલચથી ખરીદી શકાય એ કવિતા જ નહી.” “ કવિરાજ ! આવી બધી અહીન વાતેા છેડે, અને તમારી વાણીથી સત્તાને રીઝવા. તમારા ગુરુભાઈ ખાલચ'દ્રની પણ આ જ સલાહ છે.” “ હુસ તે। સદાય મેાતીના જ ચારો ચરવાના ! ભૂંડ ભલે અખાજ આરેાગ્યા કરે! જેને પેાતાનું સ્વાતંત્ર્ય નહી' પણ પેાતાના પ્રાણ વધુ વહાલા છે, તે જ એક ભાન ભૂલેલા રાજાની પ્રશસ્તિ રચીને પેાતાની કાવ્યદેવીને લજવે છે. સાચી સલાહની તા અત્યારે આવી નમાલી સલાહ આપનારને જ જરૂર છે ! ” કવિનાં આકરાં વેણુથી ઘવાયેલા ખાલચંદ્રે બૂમ પાડી : “ નૃપ, રામચંદ્ર મારું' હડહડતું અપમાન કરે છે !” “ શાંત રહેા ! ગાંડા કવિ જો પેાતાનું ગાંડપણુ હજી પણ નહી' તજે તે એમને અપમાનના ાગ્ય બદલે મળી જ રહેવાના છે!” અજયપાળે અધીરાઈથી કહ્યું. મહાકવિ એક પશુ શબ્દ ન ખેલ્યા—જાણે એમના ચિત્ત ઉપર હિમાલયની સ્વસ્થતા અને શીતળતા વ્યાપી રહી હતી. અજયપાળની વાત સાંભળીને રાજસભા હવે આગળ શું મને છે એની ઉત્સુકતા અનુભવી રહી. થેાડીક પળેા માટે સભામાં સ્મશાન જેવી શાન્તિ છવાઈ ગઈ. આમ થોડીક પળે સ્તબ્ધતામાં પસાર થઈ. પછી જાણે અણુનમ કવિને નમાવવાના એક વધુ પ્રયાસ કરતા હાય એમ અજયપાળે કહ્યુ': “ કવિરાજ ! રાજાની આજ્ઞાના અનાદરનુ' પિરણામ કેવુ' આવે છે તે શું તમારા જેવા વિદ્વાનને સમજાવવુ` પડશે? ... ઇચ્છું છું કે રાજસત્તાને તમારી સામે પેાતાના ઢંડ ઉગામવાનો વખત આવવા ન દ્યો ત સારું! આમાં શું કરવું એ તમારા પેાતાના જ હાથની વાત છે. શુ હજી પણ તમારી વાણી રાજસત્તાના ચરણ પખાળવા તૈયાર નહીં થાય ? ” કવિએ વાણીનો વ્યય કરવાને બદલે માત્ર માથું હલાવીને એ વાતનેા ઇનકાર કર્યો. અજયપાળને મહારાજા કુમારપાળ કરતાં સવાઈ ક્રીતિ વરવાનાં અરમાન હતાં. કવિ રામચંદ્ર જેવા વિદ્વાનાથી એ પેાતાની રાજસભાને વિભૂષિત કરવા માગતા હતા. તેથી તેણે ધમકીથી વશ ન થનારા કવિને સમજાવવા પેાતાની વાતની રીત બદલી : “ કવિરાજ ! હવે તા કલ્પનાવિહારમાંથી પાછા ફરો. પ્રત્યક્ષ દેખાતા લાભ જતા ન કરો. મારી રાજસભામાં તમારા ગુરુનું સ્થાન તમારે માટે ખાલી છે, તેને શેશભાવા—મારી રાજસભાના રાજકવિ મનીને ! ” “ રાજન્! પૂજ્ય ગુરુદેવનું નામ લઈ ને તમે મને ચલાયમાન નહીં કરી શકેા. એ નામ તે! મને મારા સંકલ્પમાં વધુ દૃઢ બનવાનુ` મળ આપે છે. મારા નિણ્ય અફર છે: મારી વાણી આજની રાજસત્તાનાં કીતિગાન નહીં જ ગાય ! ” Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનલાલ ડો. શાહ મરજી મહાકવિ “કવિ, તારી જીભ બંધ કર. તારે સર્વનાશ નોતરતી મારી કઠોર આજ્ઞા છૂટે તે પહેલાં સમજી જા. તને આ આખરી તક આપું છું. " રાજાએ ઉશ્કેરાઈને ચેતવણીને સૂર ઉચ્ચાર્યો. પણ કવિએ? કવિએ પ્રત્યુત્તર વાળવાને બદલે સ્વતંત્રતાનું ગીત લલકાર્યું: “હે પરમાત્મા, મારી સ્વતંત્રતા ખાતર ગલીઓમાં ફરતે કૂતરો બનવાનું મને મંજૂર છે, પણ પરાધીન બનીને હું ત્રણ જગતને સ્વામી પણ બનવા તૈયાર નથી !" કવિએ-સ્વતંત્રતાના કવિએ-સ્વાતંત્ર્યનું ગીત લલકાર્યું. પરંતુ કવિને એક એક શબ્દ અજયપાળના અંતરમાં રેષને આતશ પ્રગટાવી રહ્યો. એ ક્રોધથી ધમધમી ઊઠયો. એણે આજ્ઞા કરીઃ “મંત્રી ! આ રાજદ્રોહીને એવું મત આપો કે જે સાંભળીને ભયંકર ખૂની પણ કંપી ઊઠે. જલ્લાદને હુકમ કરો કે ધગધગતા તવા પર આ કવિરાજને અભિષેક કરી ફળફળતા તેલથી સ્નાન કરાવેઃ મારી આ આજ્ઞાને સત્વર અમલ કરો!” રાજાની આજ્ઞા સાંભળી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. જે રાજસભામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને પડતો બોલ ઝીલી લેવામાં રાજા અને પ્રજાજને પિતાનું અહોભાગ્ય માનતા, તે જ રાજસભામાં એમના પરમ શિષ્યનું આવું કમકમાટીભર્યું મૃત્યુ ! મહાકવિ તે મરજીવા બનીને જીવન અને મૃત્યુને તરી ગયા હતા. જલાએ એમનું કામ પૂરું કર્યું; મહાકવિ અમર બની ગયા! કઈ સભાજન એ દશ્ય ન નીરખી શક્યો. કેઈ વાણી એ વેદનાભર્યા દશ્યને ન વર્ણવી શકી. સૌનાં અંતર કકળીને એક જ નાદ ગુંજી રહ્યાં નમ. શત્તાય તેન–એ તેજસ્વી મહાકવિને નમન હો! - સૌ કારમી વેદનાની મૂચ્છમાંથી જાગ્યા ત્યારે જાણે મહાકવિને સ્વસ્થ આત્મા પિકાર કરી જગતને પૂછતા હતાઃ પરાકાષ્ઠાએ કેણુ પહોંચ્યું? પાપીનું પાપ કે સતિયાનું સત? * स्वतन्त्रो देव ! भूयासं सारमेयोऽपि वर्मनि / मा स्म भूयं परायत्तत्रिलोकस्यापि नायकः / /