Book Title: Mangal Pravachana 1 Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ દર્શન અને ચિંતન તેવાં સાધને ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી તે વંચિત રહી જ જાય છે, અને ભાવી સગવડના લાભો તે માત્ર તેમને મને રાજ્યમાં જ રહી. ઊલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ, છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પિતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. અગવડને અતિભાર જે જીવનને કચડી નાંખતા હોય તો એ દે સગવડોના ઢગલામાં પણ રહેલે જ છે. જેને બહુ સગવડ તે હંમેશાં પ્રગતિ કરી જ શકે અથવા કરે છે, એ ધ્રુવ નિયમ નથી. તેથી ઊલટું, જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે, એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હેય તા જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. જેનામાં એ તત્ત્વ વિકસાવવાની ભૂખ હોય છે તે સગવડ-અગવડની તથામાં બહુ પડતો નથી. ઘણી વાર તો તે વિદ્યઃ સન્તુ નઃ શાશ્વ એ કુન્તીના વાક્યથી અગવડને નોતરે છે. મેં એવા એક મહારાષ્ટ્રીય વિદ્યાર્થીને જોયેલે કે જે માતા-પિતા તરફથી મળતી બધી સગવડ છેડી દઈને આપપુરુષાર્થ જ કોલેજમાં ભણત હતો અને બી. એસ–સી. ના અભ્યાસ કરવા સાથે ખર્ચલાયક કમાવા ઉપરાંત સ્વયંપાક કરી ડા ખર્ચમાં રહેવાની કલા સિદ્ધ કરતો હતો. મેં તેને પૂછયું કે ‘વાંચવા વિચારવાનું બહુ ઓછું બનતું હશે ?' તે કહે કે મેં ગોઠવણ જ એવી કરી છે કે આરોગ્ય અને અભ્યાસ સચવાય તેમ જ સ્વાશ્રયવૃત્તિમાં આત્મવિશ્વાસ વધે. છેવટે તેણે ઉચ્ચ વર્ગમાં બી. એસ--સી. ની. પરીક્ષા પસાર કરી. આપણે એ જાણીએ છીએ કે માત્ર વ્યાપારીવૃત્તિવાળાં માતા-પિતા પિતાની સંતતિને વધારે સંપત્તિનો વારસો આપી જવાની જ ખેવના રાખતા હોય છે. તેઓ કેટલીયે પેઢી સુધીની સ્વસંતતિના સુખની ચિંતા સેવતાં હોય છે, પણ આનું પરિણામ ઊલટું જ આવે છે અને સંતતિની કાયમ સલામતીની તેમની ધારણા જ ધૂળમાં ભળી જાય છે. તેથી મારી દૃષ્ટિએ જીવનની ખરી ખૂબી એ જ છે કે ગમે ત્યાં ને ગમે તે સ્થિતિમાં હોઈએ, છતાં વિદ્યાર્થીપણું ચાલુ જ રાખવું જોઈએ અને તેને ઉત્તરોત્તર વિકસાવવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6