Book Title: Mangal Pravachana 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ મંગળપ્રવચન ખુલ્લું અને નિર્ભય મન જ્ઞાન અને વિદ્યા એ માત્ર અહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. ઓછું કે વધુ' વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાના સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવા હોય તો, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કાઈ પણ પૂર્વગ્રહાને કે રૂઢ સંસ્કારાને આડે આવવા દેવા નહિ. મારા અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મના કાંઈ પણ ખરા અને ઉપયોગી અથ થતા હોય તો તે નિર્ભયતા સાથેની સત્યની શાધ છે. તત્ત્વજ્ઞાન એ સત્યશોધને એક માર્ગો છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને સબંધ રહેલા જ છે, એ બન્ને વસ્તુ કાઈ ચેાકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારા સત્ય માટે ખુલ્લાં હાય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તે! જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્માંમાં સમાઈ જાય છે. જીવનસ સ્મૃતિ જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વો’ગણ સ્વચ્છતા તેમ જ સામજસ્યપૂર્ણ ખળ આણુનું—એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજાર વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ છતાં ધનું નામ સૂગ ઉપજાવનારુ થઈ પડયુ છે અને તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાએમાં ખપવા લાગ્યું છે. એનું શું કારણ ?–એ આજના પ્રશ્ન છે. એના ઉત્તર ધર્મગુરુ, ધર્મ શિક્ષણ અને ધર્મસંસ્થાએની જડતા તેમ જ નિશ્ચિંતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન તે તેા જીવનનું સર્વવ્યાપી સૌરભ છે. એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ટેકેદારાને લીધે છે. જેમ કાચુ અન્ન અણુ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ કે તેથી ભાજનમાત્ર ત્યાન્ય અનતું નથી અને જેમ તાન્ત અને પેાષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જડતાપોષક ધર્મોનું કલેવર ત્યાજ્ય છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. વ્યક્તિની બધી શક્તિએ, સિદ્ધિ અને પ્રવૃત્તિએ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં ચેશાય ત્યારે જ ધમ યા સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધમ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમાનુ મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only [is www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6