Book Title: Mangal Pravachana 1 Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ મંગળપ્રવચન કે તેમાંના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ મળેલ તક અને શક્તિને સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપગ કરે છે. પરીક્ષામાં યેન કેન પ્રકારેણ પસાર થઈ જવું એ ધરણ સામાન્ય હોવાથી વિદ્યાર્થીને પુષ્કળ કીમતી સમય અને તેની શક્તિસંપત્તિ કાર્યસાધક રીતે વપરાતાં નથી. મારા એક મિત્ર, જેઓ કુશળ વકીલ અને પ્રજાસેવક છે, તેમણે મને કહેલું કે અમે વિદ્યાર્થીઓખાસ કરીને બુદ્ધિમાન ગણાતા વિદ્યાર્થીઓ–દિવસ અને રાતનો મોટે ભાગ ગપગોળા અને અનાવશ્યક વાગ્યુદ્ધમાં વેડફી નાંખતા અને એમ માની લેતા કે પરીક્ષા પાસ કરવી એમાં તે શું? જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે તૈયારી કરી લઈશું અને એ પ્રમાણે કરી પણ લેતા, પરંતુ જ્યારે બી. એ. પાસ થયા અને આગળ ઊંડા અધ્યયનનો વિચાર આવ્યો ત્યારે એમ જણાવ્યું કે અમે શરૂઆતનાં ચાર વર્ષોને ઘણે સમય બેટી રીતે બરબાદ કર્યો છે. એ વખતે બધા જ સામર્થ અને સમયનો એગ્ય રીતે કરકસરપૂર્વક નિયમિત સદપયોગ કર્યો હોત તો અમે ખાતરીથી કોલેજ જીવનમાં મેળવ્યું છે તે કરતાં બહુ વધારે મેળવી શક્યા હોત. હું ધારું છું કે મારા એ મિત્રની વાત તદ્દન સાચી છે અને દરેક કૅલેજિયનને ઓછેવત્તે અંશે લાગુ પડે છે. તેથી હું દરેક વિદ્યાર્થી, જે અત્યારે કોલેજમાં નવો દાખલ થયે હોય કે આગળ વધે હેય, તેનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચું છું. કોલેજના જીવનમાં એટલી બધી સારી તક છે કે માણસ પિતે ધારે તો પિતાનું સંપૂર્ણ નવસર્જન કરી શકે છે. તેમાં જુદા જુદા વિષયના સમર્થ અધ્યાપકે, જોઈએ તેવું પુસ્તકાલય, અને નવીન શોણિતના ઉત્સાહથી થનગનતા વિદ્યાર્થીઓનો સહચાર, એ જીવન તૈયાર કરવા વાસ્તેની મૂલ્યવતી સંપત્તિ છે. માત્ર તેને ઉપયોગ કરવાની જીવનકળા હસ્તગત હોવી જોઈએ. જીવનકળા વિદ્યાર્થી જીવનમાં જે કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવનકળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાપને તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પિતાની સામે જેટલાં અને જેવાં સાધન હૈય, જેટલી અને જેવી સગવડ હોય તેને એવી સજીવ કળાથી ઉપગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપ આપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે, તે વણમાગી આવી ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો ન હોય તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી કરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6