Book Title: Mangal Pravachana 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૪ 1 દર્શન અને ચિંતન એને સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન બે મુદ્દા તરફ ખેંચું છું એક તો જીવનમાં હંમેશાં વિદ્યાર્થીપણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થીપણું પણ મુક્તમને એટલે કે નિબંધન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત્વ માનસતત્ત્વની દષ્ટિએ વિચારીએ તો વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યોગ્યતાનાં બીજો બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરે ત્યારથી જ તેમની મનોભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજે ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશોર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દોરવણી મળતી હોય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ન પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી–પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ધરાય છે, અને આગળ વધે છે. નદીના પટમાં પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ઘસાતો ક્યારેક આપમેળે ગોળમટોળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણે સામાન્ય વિદ્યાર્થીવર્ગ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્યતેમજ ધર્મશિરતાજનાં વિવિધ નિયંત્રણોવાળી શિક્ષણપ્રણાલિકાના આંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સોળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન. બીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા. વિદ્યાર્થીજીવનને પ્રારંભ સ્કૂલ છોડી કોલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તે પકવ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? શું સત્ય અને શું અનુપયોગી?-- એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કલેજકાળ ભારે અગત્યને, ભાગ ભજવે છે. પહેલાંની અપર્વ અવસ્થામાં રહી ગયેલી ત્રટિએ કે થયેલી. ભૂલ સુધારવી એ કામ કરવા ઉપરાંત કોલેજજીવનમાં આખા જીવનને સ્પર્શ અને ઉપયોગી થાય એવી સમર્થ તેયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની, તૈયારી પણ હોય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવું એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાઘાત કરવા જેવું છે. હું બેડું ઘણું કૅલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું અને મેં જોયું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6