Book Title: Mangal Pravachana 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249152/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [૧] મારે પરિચય કરાવતાં શ્રીયુત મોતીચંદભાઈએ કહ્યું છે કે હું વીસમી સદીના વિચારપ્રવાહ અને દૃષ્ટિબિંદુઓથી પરિચિત છું. તેમના આ કથનમાં સત્ય હોય તે હું મારી દૃષ્ટિએ તેનું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છું છું. ભાગ્યે જ આઠસો માણસની વસ્તીવાળા એવા એક ગંદા ગામડામાં ભારે જન્મ અને ઉછેર છે. આધુનિક સંસ્કાર, શિક્ષણ અને સાધનને સાવ અભાવ હોય તેવા જ વાતાવરણમાં હું ઓગણીસમી સદીમાં ઊછર્યો અને ભો છું. ગુજરાતી ગામડિયા નિશાળથી આગળ મારે માટે કોઈ શિક્ષણનું વાતાવરણ હતું જ નહિ. મને યાદ છે ત્યાં સુધી મેં વીસેક વર્ષની ઉંમરે એકાદ સાંપ્રદાયિક માસિકનું નામ સાંભળ્યું હતું. ઓગણીસમી કે વીસમી સદીના કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષણવિષયક લાભ મેં મેળવ્યા નથી. આ દષ્ટિએ હું એક રીતે ઓગણીસમી સદીનોયે નહિ, પણ ચૌદમી સદીનો ગણવા યોગ્ય છું. આ બધું સત્ય હોવા છતાં, તેઓ કહે છે તેમ, જે હું વીસમી સદીને હેવું તે એક અર્થમાં તે સાચું છે. તે અર્થ એટલે ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જુના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્તમને વિચાર કરું છું, અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશક્તિ પ્રયત્ન કરું છું. મારા આ પ્રયત્નમાં અને જાતિ, ધર્મ, સંપ્રદાય, શાસ્ત્ર કે ભાષાના પૂર્વગ્રહ ભાગ્યે જ જકડી રાખતા હશે. હું આચરી શકું કે નહિ તે પ્રશ્ન પુરુષાર્થને છે, પણ હું જિજ્ઞાસા અને વિચારની દષ્ટિએ મારા મનનાં બધાં દ્વારે એટલે સુધી ખુલ્લા રાખવા કાળજી લેવું છું કે રખે કોઈ જ્ઞાતવ્ય એ સત્ય અંશ માત્ર પૂર્વગ્રહ અને ઉપેક્ષાને કારણે ધ્યાન બહાર રહી ન જાય. મનને પૂર્વગ્રહો અને સંકુચિતતાનાં બંધનોથી પર રાખી તથ્ય જાણવા, વિચારવા અને તેને સ્વીકારવાની તત્પરતા સેવવી એ જે વીસમી સદીનું લક્ષણ હોય તે, હું તે અર્થમાં વીસમી સદીનો ગણાઉં ખરે; ભલે બીજા અર્થમાં હું ઓગણીસમી કે ચૌદમી સદીને ઉં. એમ માનું છું કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં, ઇચ્છે તેને માટે, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪ 1 દર્શન અને ચિંતન એને સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન બે મુદ્દા તરફ ખેંચું છું એક તો જીવનમાં હંમેશાં વિદ્યાર્થીપણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થીપણું પણ મુક્તમને એટલે કે નિબંધન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત્વ માનસતત્ત્વની દષ્ટિએ વિચારીએ તો વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યોગ્યતાનાં બીજો બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરે ત્યારથી જ તેમની મનોભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજે ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશોર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દોરવણી મળતી હોય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ન પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી–પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ધરાય છે, અને આગળ વધે છે. નદીના પટમાં પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ઘસાતો ક્યારેક આપમેળે ગોળમટોળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણે સામાન્ય વિદ્યાર્થીવર્ગ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્યતેમજ ધર્મશિરતાજનાં વિવિધ નિયંત્રણોવાળી શિક્ષણપ્રણાલિકાના આંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સોળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન. બીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા. વિદ્યાર્થીજીવનને પ્રારંભ સ્કૂલ છોડી કોલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તે પકવ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? શું સત્ય અને શું અનુપયોગી?-- એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કલેજકાળ ભારે અગત્યને, ભાગ ભજવે છે. પહેલાંની અપર્વ અવસ્થામાં રહી ગયેલી ત્રટિએ કે થયેલી. ભૂલ સુધારવી એ કામ કરવા ઉપરાંત કોલેજજીવનમાં આખા જીવનને સ્પર્શ અને ઉપયોગી થાય એવી સમર્થ તેયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની, તૈયારી પણ હોય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવું એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાઘાત કરવા જેવું છે. હું બેડું ઘણું કૅલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું અને મેં જોયું છે Page #3 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન કે તેમાંના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ મળેલ તક અને શક્તિને સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપગ કરે છે. પરીક્ષામાં યેન કેન પ્રકારેણ પસાર થઈ જવું એ ધરણ સામાન્ય હોવાથી વિદ્યાર્થીને પુષ્કળ કીમતી સમય અને તેની શક્તિસંપત્તિ કાર્યસાધક રીતે વપરાતાં નથી. મારા એક મિત્ર, જેઓ કુશળ વકીલ અને પ્રજાસેવક છે, તેમણે મને કહેલું કે અમે વિદ્યાર્થીઓખાસ કરીને બુદ્ધિમાન ગણાતા વિદ્યાર્થીઓ–દિવસ અને રાતનો મોટે ભાગ ગપગોળા અને અનાવશ્યક વાગ્યુદ્ધમાં વેડફી નાંખતા અને એમ માની લેતા કે પરીક્ષા પાસ કરવી એમાં તે શું? જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે તૈયારી કરી લઈશું અને એ પ્રમાણે કરી પણ લેતા, પરંતુ જ્યારે બી. એ. પાસ થયા અને આગળ ઊંડા અધ્યયનનો વિચાર આવ્યો ત્યારે એમ જણાવ્યું કે અમે શરૂઆતનાં ચાર વર્ષોને ઘણે સમય બેટી રીતે બરબાદ કર્યો છે. એ વખતે બધા જ સામર્થ અને સમયનો એગ્ય રીતે કરકસરપૂર્વક નિયમિત સદપયોગ કર્યો હોત તો અમે ખાતરીથી કોલેજ જીવનમાં મેળવ્યું છે તે કરતાં બહુ વધારે મેળવી શક્યા હોત. હું ધારું છું કે મારા એ મિત્રની વાત તદ્દન સાચી છે અને દરેક કૅલેજિયનને ઓછેવત્તે અંશે લાગુ પડે છે. તેથી હું દરેક વિદ્યાર્થી, જે અત્યારે કોલેજમાં નવો દાખલ થયે હોય કે આગળ વધે હેય, તેનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચું છું. કોલેજના જીવનમાં એટલી બધી સારી તક છે કે માણસ પિતે ધારે તો પિતાનું સંપૂર્ણ નવસર્જન કરી શકે છે. તેમાં જુદા જુદા વિષયના સમર્થ અધ્યાપકે, જોઈએ તેવું પુસ્તકાલય, અને નવીન શોણિતના ઉત્સાહથી થનગનતા વિદ્યાર્થીઓનો સહચાર, એ જીવન તૈયાર કરવા વાસ્તેની મૂલ્યવતી સંપત્તિ છે. માત્ર તેને ઉપયોગ કરવાની જીવનકળા હસ્તગત હોવી જોઈએ. જીવનકળા વિદ્યાર્થી જીવનમાં જે કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવનકળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાપને તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પિતાની સામે જેટલાં અને જેવાં સાધન હૈય, જેટલી અને જેવી સગવડ હોય તેને એવી સજીવ કળાથી ઉપગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપ આપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે, તે વણમાગી આવી ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો ન હોય તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી કરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન તેવાં સાધને ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી તે વંચિત રહી જ જાય છે, અને ભાવી સગવડના લાભો તે માત્ર તેમને મને રાજ્યમાં જ રહી. ઊલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ, છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પિતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. અગવડને અતિભાર જે જીવનને કચડી નાંખતા હોય તો એ દે સગવડોના ઢગલામાં પણ રહેલે જ છે. જેને બહુ સગવડ તે હંમેશાં પ્રગતિ કરી જ શકે અથવા કરે છે, એ ધ્રુવ નિયમ નથી. તેથી ઊલટું, જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે, એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હેય તા જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. જેનામાં એ તત્ત્વ વિકસાવવાની ભૂખ હોય છે તે સગવડ-અગવડની તથામાં બહુ પડતો નથી. ઘણી વાર તો તે વિદ્યઃ સન્તુ નઃ શાશ્વ એ કુન્તીના વાક્યથી અગવડને નોતરે છે. મેં એવા એક મહારાષ્ટ્રીય વિદ્યાર્થીને જોયેલે કે જે માતા-પિતા તરફથી મળતી બધી સગવડ છેડી દઈને આપપુરુષાર્થ જ કોલેજમાં ભણત હતો અને બી. એસ–સી. ના અભ્યાસ કરવા સાથે ખર્ચલાયક કમાવા ઉપરાંત સ્વયંપાક કરી ડા ખર્ચમાં રહેવાની કલા સિદ્ધ કરતો હતો. મેં તેને પૂછયું કે ‘વાંચવા વિચારવાનું બહુ ઓછું બનતું હશે ?' તે કહે કે મેં ગોઠવણ જ એવી કરી છે કે આરોગ્ય અને અભ્યાસ સચવાય તેમ જ સ્વાશ્રયવૃત્તિમાં આત્મવિશ્વાસ વધે. છેવટે તેણે ઉચ્ચ વર્ગમાં બી. એસ--સી. ની. પરીક્ષા પસાર કરી. આપણે એ જાણીએ છીએ કે માત્ર વ્યાપારીવૃત્તિવાળાં માતા-પિતા પિતાની સંતતિને વધારે સંપત્તિનો વારસો આપી જવાની જ ખેવના રાખતા હોય છે. તેઓ કેટલીયે પેઢી સુધીની સ્વસંતતિના સુખની ચિંતા સેવતાં હોય છે, પણ આનું પરિણામ ઊલટું જ આવે છે અને સંતતિની કાયમ સલામતીની તેમની ધારણા જ ધૂળમાં ભળી જાય છે. તેથી મારી દૃષ્ટિએ જીવનની ખરી ખૂબી એ જ છે કે ગમે ત્યાં ને ગમે તે સ્થિતિમાં હોઈએ, છતાં વિદ્યાર્થીપણું ચાલુ જ રાખવું જોઈએ અને તેને ઉત્તરોત્તર વિકસાવવું જોઈએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન ખુલ્લું અને નિર્ભય મન જ્ઞાન અને વિદ્યા એ માત્ર અહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. ઓછું કે વધુ' વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાના સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવા હોય તો, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કાઈ પણ પૂર્વગ્રહાને કે રૂઢ સંસ્કારાને આડે આવવા દેવા નહિ. મારા અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મના કાંઈ પણ ખરા અને ઉપયોગી અથ થતા હોય તો તે નિર્ભયતા સાથેની સત્યની શાધ છે. તત્ત્વજ્ઞાન એ સત્યશોધને એક માર્ગો છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને સબંધ રહેલા જ છે, એ બન્ને વસ્તુ કાઈ ચેાકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારા સત્ય માટે ખુલ્લાં હાય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તે! જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્માંમાં સમાઈ જાય છે. જીવનસ સ્મૃતિ જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વો’ગણ સ્વચ્છતા તેમ જ સામજસ્યપૂર્ણ ખળ આણુનું—એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજાર વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ છતાં ધનું નામ સૂગ ઉપજાવનારુ થઈ પડયુ છે અને તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાએમાં ખપવા લાગ્યું છે. એનું શું કારણ ?–એ આજના પ્રશ્ન છે. એના ઉત્તર ધર્મગુરુ, ધર્મ શિક્ષણ અને ધર્મસંસ્થાએની જડતા તેમ જ નિશ્ચિંતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન તે તેા જીવનનું સર્વવ્યાપી સૌરભ છે. એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ટેકેદારાને લીધે છે. જેમ કાચુ અન્ન અણુ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ કે તેથી ભાજનમાત્ર ત્યાન્ય અનતું નથી અને જેમ તાન્ત અને પેાષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જડતાપોષક ધર્મોનું કલેવર ત્યાજ્ય છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. વ્યક્તિની બધી શક્તિએ, સિદ્ધિ અને પ્રવૃત્તિએ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં ચેશાય ત્યારે જ ધમ યા સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધમ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમાનુ મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. [is Page #6 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન આ દષ્ટિએ ગાંધીજી આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતો અમૃત ઝરે પૂરે પાડનાર કઈ અખૂટ ઊગમસ્થાન હોય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિર્ણયને વળગી રહેવાની મકકમતા અને ગમે તેને ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુઓને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતાએ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધર્મબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકે અને શિક્ષકે પર અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેને ઘણો આધાર છે. ધંધાદારી અને કુટુંબ પતિને આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તે માત્ર વિદ્યાર્થીઓને જ શીખવાનું છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ ? અને કેવી રીતે શીખી શકીએ ? પણ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મોન્ટેસોરીની શિક્ષણ પદ્ધતિમાં માત્ર શિશુ અને બાલકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાત, પણ તેના વડીલે સુદ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તે જ શિશુઓ અને બાળકેનું જીવન ઘર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મોટી ઉંમરના વિદ્યાર્થીઓની બાબતમાં પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તો પણ તે બચત સમય અને શક્તિનો ઉપગ સુસંસ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ, પણ તેણે તેમ કરવું પણ જોઈએ. નહિ તો તેની અને તેનાં સંતાનોની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સંતાનને ઉખશે. એવી સ્થિતિ કદી પણ ઈષ્ટ નથી કે જ્યારે સંતાને કહે કે વડીલ વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલે કહે કે ભણેલા ગણાતા વિદ્યાથઓ માત્ર હવામાં ઊડે છે. વડીલો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊંડી ન બને તેને રામબાણ ઇલાજ મુખ્યપણે વડીલોના હાથમાં જ છે, પછી ભલેને તે ગમે તેવા ધંધાદારી અને કુટુંબી હેય. એ ઇલાજ એટલે તેમણે પોતે પોતાની સમજને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે તે. -પ્રબુદ્ધ જૈન 8. 45. તા૧૪૫ ના રોજ સત્રારભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલું પ્રવચન.