SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળપ્રવચન [૧] મારે પરિચય કરાવતાં શ્રીયુત મોતીચંદભાઈએ કહ્યું છે કે હું વીસમી સદીના વિચારપ્રવાહ અને દૃષ્ટિબિંદુઓથી પરિચિત છું. તેમના આ કથનમાં સત્ય હોય તે હું મારી દૃષ્ટિએ તેનું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છું છું. ભાગ્યે જ આઠસો માણસની વસ્તીવાળા એવા એક ગંદા ગામડામાં ભારે જન્મ અને ઉછેર છે. આધુનિક સંસ્કાર, શિક્ષણ અને સાધનને સાવ અભાવ હોય તેવા જ વાતાવરણમાં હું ઓગણીસમી સદીમાં ઊછર્યો અને ભો છું. ગુજરાતી ગામડિયા નિશાળથી આગળ મારે માટે કોઈ શિક્ષણનું વાતાવરણ હતું જ નહિ. મને યાદ છે ત્યાં સુધી મેં વીસેક વર્ષની ઉંમરે એકાદ સાંપ્રદાયિક માસિકનું નામ સાંભળ્યું હતું. ઓગણીસમી કે વીસમી સદીના કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષણવિષયક લાભ મેં મેળવ્યા નથી. આ દષ્ટિએ હું એક રીતે ઓગણીસમી સદીનોયે નહિ, પણ ચૌદમી સદીનો ગણવા યોગ્ય છું. આ બધું સત્ય હોવા છતાં, તેઓ કહે છે તેમ, જે હું વીસમી સદીને હેવું તે એક અર્થમાં તે સાચું છે. તે અર્થ એટલે ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જુના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્તમને વિચાર કરું છું, અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશક્તિ પ્રયત્ન કરું છું. મારા આ પ્રયત્નમાં અને જાતિ, ધર્મ, સંપ્રદાય, શાસ્ત્ર કે ભાષાના પૂર્વગ્રહ ભાગ્યે જ જકડી રાખતા હશે. હું આચરી શકું કે નહિ તે પ્રશ્ન પુરુષાર્થને છે, પણ હું જિજ્ઞાસા અને વિચારની દષ્ટિએ મારા મનનાં બધાં દ્વારે એટલે સુધી ખુલ્લા રાખવા કાળજી લેવું છું કે રખે કોઈ જ્ઞાતવ્ય એ સત્ય અંશ માત્ર પૂર્વગ્રહ અને ઉપેક્ષાને કારણે ધ્યાન બહાર રહી ન જાય. મનને પૂર્વગ્રહો અને સંકુચિતતાનાં બંધનોથી પર રાખી તથ્ય જાણવા, વિચારવા અને તેને સ્વીકારવાની તત્પરતા સેવવી એ જે વીસમી સદીનું લક્ષણ હોય તે, હું તે અર્થમાં વીસમી સદીનો ગણાઉં ખરે; ભલે બીજા અર્થમાં હું ઓગણીસમી કે ચૌદમી સદીને ઉં. એમ માનું છું કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં, ઇચ્છે તેને માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249152
Book TitleMangal Pravachana 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy