________________ દર્શન અને ચિંતન આ દષ્ટિએ ગાંધીજી આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતો અમૃત ઝરે પૂરે પાડનાર કઈ અખૂટ ઊગમસ્થાન હોય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિર્ણયને વળગી રહેવાની મકકમતા અને ગમે તેને ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુઓને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતાએ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધર્મબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકે અને શિક્ષકે પર અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેને ઘણો આધાર છે. ધંધાદારી અને કુટુંબ પતિને આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તે માત્ર વિદ્યાર્થીઓને જ શીખવાનું છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ ? અને કેવી રીતે શીખી શકીએ ? પણ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મોન્ટેસોરીની શિક્ષણ પદ્ધતિમાં માત્ર શિશુ અને બાલકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાત, પણ તેના વડીલે સુદ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તે જ શિશુઓ અને બાળકેનું જીવન ઘર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મોટી ઉંમરના વિદ્યાર્થીઓની બાબતમાં પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તો પણ તે બચત સમય અને શક્તિનો ઉપગ સુસંસ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ, પણ તેણે તેમ કરવું પણ જોઈએ. નહિ તો તેની અને તેનાં સંતાનોની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સંતાનને ઉખશે. એવી સ્થિતિ કદી પણ ઈષ્ટ નથી કે જ્યારે સંતાને કહે કે વડીલ વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલે કહે કે ભણેલા ગણાતા વિદ્યાથઓ માત્ર હવામાં ઊડે છે. વડીલો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊંડી ન બને તેને રામબાણ ઇલાજ મુખ્યપણે વડીલોના હાથમાં જ છે, પછી ભલેને તે ગમે તેવા ધંધાદારી અને કુટુંબી હેય. એ ઇલાજ એટલે તેમણે પોતે પોતાની સમજને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે તે. -પ્રબુદ્ધ જૈન 8. 45. તા૧૪૫ ના રોજ સત્રારભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલું પ્રવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org