________________
૯૦] અગત્યનાં બજારમાં મંદીના ઝપાટ લાગવા માંડશે. આ મંદી સમયની પ્રતિકુળતાથી કારગત થશે કે કેમ? તે શંકાસ્પદ છે.
જેઠ—આ મહિનામાં પાંચ શુક્વાર છે, ચંદ્રદર્શન સુદ ૧ શુક્રવાર થાય છે. મિથુન સંક્રાન્તિ સુદ ૮ ગુરુવારે બેસે છે, આ મહિનાના પ્રચાર જોતાં હવામાન અનુકૂળતાવાળું રહેશે. ગરમીનું પ્રમાણુ કંઈક ઓછું હેશે. આકાશ ડોળાયેલું માલુમ પડશે. પ્રજામાં સુખશાંતિ રહેશે. આ મહિનામાં વરસાદના યુગો સારા થયા છે વરસાદની આશા સારી રહે. કારણ કે આદ્ર પુનમ ઉપર બેસે છે. લગભગ અમાસ ઉપર ચેમાસુ જામી જશે. પુનમથી વરસાદ થવા માંડશે. વેપારી બજારમાં મોટે ભાગે તેજી ચાલશે. લાલ રંગની ચીજોમાં ખાસ કરીને તેજી આવશે. રૂમ ઠીક ઠીક વધઘટ થરો ને પછી મંદી થશે પશુઓને થોડીક પીડા થશે.
સેનું ચાંદી તેજી ઉપર રહેશે. નાણાંકીય લેવડદેવડ કરનારી સંસ્થાઓ માટે સમય સારો નથી. અને વ્યાજના દરમાં ફેરફાર થવાની શક્યતા છે. છતાં આ અસર થશે જ તેમ માની લેવાનું નથી.
અષાડ-આ મહિનામાં પાંચ શનિવાર તથા પાંચ રવિવાર છે. ચંદ્રદર્શન સુદ ૨ રવિવારે થાય છે. સંક્રાન્તિ સુદ ૧૨ રવિવારે બેસે છે.
મા બધા યેગે જોતાં આ મહિનાનું હવામાન અનિયમિત રહેશે. પ્રજાને કષ્ટદાયક સમય છે તેવો અનુભવ થશે. સુદમાં ૨, અનાજ, અળશી, સરસવ, એરંડા, ગોળ, ખાંડ, કપુર, દવાઓ તથા સફેદ રંગની ચીજોમાં તેજી આવશે. વદમાં અનાજ કઠોળ, રસકસ, સોપારી, હીંગ, હળદર, પણ, ઉન, ખજુર, રેશમ, સીસું, સેનું, ચાંદી, કેશર, કસ્તુરી વગેરે ચીજોમાં તેજી ચાલશે. રૂમાં વીસ, પચીસ ટકાની તેજી થઈ મદી થશે. આ મહિનામાં વદ ૫ થી ગુરુને અસ્ત થાય છે. અને તે શ્રાવણ વદમાં ઉદય પામે છે. એટલે તે સમયમાં શુભ કાર્યો માટે સમય અનુકૂળ નથી રહેત, આ સમય રૂ બજાર માટે અનિયમિતતા વધારનાર છે. માટે વેપારીઓએ ધ્યાન રાખી કામ કરવું જરૂરી છે. જો કે ધણી મોટી ઉથલપાથલને સંભવ નથી.
શ્રાવણઃ—આ મહિનામાં પાંચ સેમવાર છે. ચંદ્રદર્શન સુદ ૧ સોમવારે છે. સંક્રાન્તિ સુદ ૧૫ ને ગુરૂવારે બેસે છે. આ બધા યોગો જોતાં આ મહિનાનું હવામાન સારું રહેશે. લેક સુખાકારી સારી રહેશે. વૃષ્ટિ માફકસરની અને ખેતીવાડી આશાસ્પદ રહેશે, આથી પ્રજાઓનાં (પ્રાણી માત્રનાં) મન પ્રફુલ્લ રહેશે, સમય માંગલિક ચાલે છે તેમ અનુભવ થશે. જો કે શુભ કાર્યો માટે મુહુર્તી નથી. છતાં વ્રત, ધક્રીયા વગેરે માટે સમય અનુકુળ રહેશે.
સુદમાં વેપારી બજારમાં ખાસ ફેરફાર જેવું માલુમ પડતું નથી બધું નિયમસર અને યોગ્ય પ્રમાણુવાળું ચાલશે. વદમાં કેટલાક અટપટા બનાવની આગાહીઓ વહેતી મૂકાશે. પણ પરિણામ કશું જ નહિ આવે. વેપારી બજારમાં નાણાંની ખેંચ ઉભી થશે. તેમજ કિંમતી વસ્તુઓની બજારમાં સારી તેજી થશે. પાછલા ભાગમાં સારી ઉથલપાથલ ચાલી બજારમાં વેગ આવશે. અને ઘી-તેલ તથા રૂમાં ઠીક ઠીક ગરમી આવી જશે.
ભાદરે-આ મહિનામાં પાંચ મંગળવાર છે. ચંદ્રદર્શન મંગળવારે થાય છે અને સંક્રાન્તિ સુદ ૧૪ રવિવારે બેસે છે. ગ્રહચાર જોતાં આ મહિને કઠિન પરિસ્થિતિ ઉભી કરનાર છે. હવામાન બરાબર નહિ રહે. કેટલીક જગ્યાએ વરસાદની ખેંચ પડશે. તે કેટલીક જગ્યાએ પ્રમાણમાં ન્યુનાધિકતા રહેશે. વેપારી બજારમાં સારી હેરફેર થશે, રૂમ ૫દર વીસ ટકાની તેજી થઈ પાછળથી મંદી થશે. સેના-ચાંદીમાં તેજી રહેશે, વદ ૫ પછી ઠેર ઠેર ઉપદ્રવ થશે. અંદરોઅંદરના ઝઘડાંથી તેમજ રોગચાળાથી પ્રજા દુઃખી થશે વૈમનસ્ય વધી જશે. અમાસ પહેલા કઈ કઈ જગ્યાએ જોરદાર વૃષ્ટિ તૈયાર થએલા ધાન્યમાં નુકશાન થશે, આ વખતે કપાસ,
ખા, કઠોળ, લાકડાં મીઠું તેમજ ગાળ ખાંડ તેજી ઉપર રહેશે. માસના પાછલા ભાગમાં આવેલી આ તેજી લાંબો સમય રહેનાર નથી. તેમજ કુદરતી હોનારતે પણ અમાસ ઉપર શાંત પડવા માંડશે. આમ છતાં આ મહિને ખુબજ સંભાળવા જેવા છે.
આસો મા મહિનામાં પાંચ બુધવાર તથા પાંચ ગુરૂવાર છે. ચંદ્રદર્શન સુદ ૨ ગુરુવારે છે. સંક્રાન્તિ સુદ ૧૪ મંગળવારે છે. આથી આ