Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 96
________________ ૯૪] વર્ષ અણુશક્તિનો વિકાસ થશે, સ્ત્રી વર્ગને અમ્યુક્ય થાય નવા નવા અધીકાર પર સ્ત્રીએ ગોઠવાતી જશે. અષ્ટમેશ મંગળ ચતુર્થમાં દેશના સુખ શાંતિનો અભાવ રહેશે. અનેક પ્રકારે ન સમજાય તેવા રાગે કિંવા અકસ્માતે કિંવ યુદ્ધ જન્યશસ્ત્રોથી માનવતાની વધુ થાય. ભાગ્યેશ ગુરુ ઉચ્ચને બળવાન હોવાથી પરદેશમાં ભારતની એટ વધે. પ્રવાસે પર્યટન અને સાંસ્કૃતિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંબધે વધે અધ્યાત્મિક દ્રષ્ટિ, સારું વાંચન ધર્મશ્રદ્ધા અને કહિતનાં કાર્યો વધે. શિષ્ય વૃત્તિઓ શિક્ષણ સંબંધી પરદેશી મદદમાં વધારો થશે. કમ સ્થાનને સ્વામી શનિ સ્વગૃહી હોવાથી કામદાર વર્ગની ઉન્નતિ થાય. ઉદ્યોગ મશીનરીઓનું ઉત્પાદન વધે, શેર બજારમાં સારી તેજ વધે, કરવેરામાં કંઈક રાહત મળી જનતાને પ્રસન્નતા મળે. સામ્યવાદીએ પિતાની શકિતને વધારવા પ્રયત્ન કરે, છતાં દેશમાં સંસ્કૃતિવાદ ટકી રહે. - લાભેશ ગુરૂ ઉચ્ચન હોવાથી ધાર્મિક સાંસ્કૃતિક સાહિત્ય વધે. આચાર વિચાર અને પ્રાંતિયવાદ વધે. પરંતુ અથડામણે ઓછી થાય. વ્યયેશ ગુરુ હોવાથી ખર્ચનું પ્રમાણ વધે, લેકહીતના આરોગ્યધામે શિક્ષણ અને શુભ ઉદ્દેશની સિદ્ધિ માટે ખર્ચનું પ્રમાણ વધે. આ વર્ષે વરસાદનું પ્રમાણુ સારુ રહેવા છતાં ખેતીવાડીની સ્થિતિ સમાધાનકારક રહે નહિ, શેર બજારમાં તેજી હોવા છતાં વચમાં વચમાં મંદીના મોજાં ફરી વળી વ્યાપારી વગને નુકસાન કરાવશે. આગામી ચુંટણીમાં સામ્યવાદી તત્વનું જોર વધવા છતાં કોંગ્રેસને હઠાવી શકે નહિ. દેશમાં ધમ' અને સંસ્કારને માન્ય રાખનાર પક્ષને જનતામાં વધુ આવકાર મળશે, જેથી ભારતીય જનસંધ અને સ્વતંત્ર પક્ષ વધુ બેઠકે મેળવશે, છતાં દેશનું સુકાન તે કેગ્રિસ પાસેથી કોઈ જ પક્ષ લઈ શકે તેવા યોગો નથી, કારણ કે તે સમયે ગુરૂ શનિ નવપંચમ કાંગ્રેસની કુંડલીમાં અને ભારતીય પ્રજાસત્તાકની કુંડલીમાં બળવાન સ્થળે હોવાથી દેશનું સાન સત્તાધારી હાથમાં રહી કામદાર વર્ગ મજુ ખેતીવાડી યંત્રો અને સામાન્ય જનતાનું હીત વધુ ઉન્નત બનાવવાના પ્રયત્ન થશે. રાજકીય ક્ષેત્રે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ગાંધીને વર્ષ એકંદર કપ્રદ રહે. જ્યારે શ્રી મોરારજી દેસાઈ, શ્રી યશવંતશય ચહાણ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી સ કા. પાટીલ વગેરેને પ્રહ બળવાન હોવાથી ઉન્નતિ થાય. રશિયા અને અમેરિકા બન્ને તરફની મદદ ટકી રહે. મિત્રતામાં વધારે થાય, બ્રિટન સાથે સામાન્ય મતભેદ રહે. નાગ પ્રદેશ મિઝે ટેકરી અને અન્ય પ્રાંતિય વિવાદોમાં કંઈક હતા મળશે. દેશની ખેતીવાડી અને અન્ન ઉત્પાદનમાં પ્રગતિ છતાં સંતોષ મળે નહિ, વ્યાપાર ઉદ્યોગ અને ખાસ કરીને શેર બજામાં સારી ઉન્નતિ થાય, યંત્ર, મશીનરી, ખંડ ઈલેકટ્રીકની વસ્તુઓનું ઉત્પાદન વધી દેશને વિકાસ વ્યાપાર વધી નાણુની સ્થિતિ તેમજ અાંટ જળવાઈ રહે. ભારતની કીર્તિ વધતી જશે. પતિ વિચાર ( નાની મોટી પતિની સમજ) દરેક માણસને તેની જન્મ (ચંદ્ર ) રાશિથી ચે અથવા આઠમો શની જ્યારથી આવે ત્યારથી તે (શની) પાછો રસ અઢી વર્ષે બદલાય ત્યાં સુધી તેને રાા વર્ષની નાની પનોતિ બેડેલી જાણવી. અને જન્મ (ચંદ્ર) રાશિથી તેને ૧૨ મે ની બેસે ત્યારથી બીજે શની ઉતરતાં સુધી (એટલે ૧૨ મે જન્મ રાશિમાં તથા બીજે શની ઉતરતાં સુધી) એકંદર ના વર્ષ સુધીની મેટી પતિ હોય છે. - હવે જે દિવસે પતિ બેસે તે દિવસે જન્મ રાશિથી ૧-૬-૧૧ એટલામે ચંદ્ર હોય તે સેનાને પાયે પતિ બેઠેથી જાણવી. અને જે દિવસે પતિ બેસે તે દિવસે જન્મ રાશિથી ૨-૫-૯ એટલામે ચંદ્ર હોય તે રૂપાને પાયે પતિ બેડેલી જાણવી અને જે દિવસે પતિ બેસે તે દિવસે જન્મ રાશિથી ૩-૭-૧૦ એટલામે ચંદ્ર હોય તો તે ત્રાંબાના પાયે પનોતી બેઠેલી જાણવી. અને જે દિવસે પતિ બેસે તે દિવસે જન્મ રાશિથી ૪--૧ર એટલામે ચંદ્ર હોય તે તે લેઢાને પાયે પતિ બેઠેલી જાણવી. રૂપાને તથા ત્રાંબાને પાયે બેઠેલી પતિ સારી જાણવી. અને સેનાને તથા લેટાને પાયે બેઠેલી પતી ખરાબ જાણવી.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104